Dhrangadhra News/ ધ્રાંગધ્રામાં ઈનોવા ગાડીમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, કુલ 12.76 લાખનો મુદ્દામાલ જપ્ત

ધ્રાંગધ્રા(Dhrangadhra)માં શંકાસ્પદ ગાડીને રોકતાં પોલીસને રૂપિયા 2.76 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો

Gujarat Others Breaking News
dhrangadhra

Dhrangadhra News: ધ્રાંગધ્રા(Dhrangadhra)માં પોલીસે એક ઈનોવા ગાડીમાંથી રૂ. 2.76 લાખનો વિદેશી દારૂ અને ગાડી મળીને કુલ રૂ. 12.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂની હેરાફેરી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.

Dhrangadhraમાં વિદેશી દારૂ ઝડપાયો 

ધ્રાંગધ્રાના વસાડવા ચોકડી ખાતે આવેલા ત્રણ રસ્તા સામેના રોડ પરથી એક શંકાસ્પદ ઈનોવા ગાડી પસાર થઈ રહી હતી. પોલીસે તેને આંતરી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અગાઉથી જ વોચ ગોઠવાઈ હતી. આ કામગીરી તે મુજબ કરવામાં આવી હતી.

ગાડીમાંથી મળ્યો દારૂ અને બિયર

પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાંથી મોટી માત્રામાં ગેરકાયદે વિદેશી દારૂ (illegal foreign liquor)નો જથ્થો મળ્યો હતો. અલગ અલગ બ્રાન્ડના પ્લાઝા ચપલા નંગ 1728 અને બિયર ટીન (beer tins) નંગ 216 જપ્ત કરાયા છે. પોલીસના અંદાજ મુજબ આ દારૂના જથ્થાની કુલ કિંમત રૂ. 2,76,408 છે.

કુલ રૂ. 12.76 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

દારૂની હેરાફેરી (liquor smuggling) માટે વપરાયેલી સફેદ રંગની ઈનોવા ક્રિસ્ટા ગાડી પણ પોલીસે ઘટનાસ્થળેથી કબજે કરી છે. ગાડીની કિંમત રૂ. 10,00,000 થાય છે. દારૂ અને ગાડી મળીને પોલીસે કુલ રૂ. 12,76,408નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રા વિદેશી દારૂ ઝડપાયો મામલે ગુનો દાખલ

પોલીસે ઈનોવા ગાડીના ચાલક, માલિક અને આ રેકેટમાં સંકળાયેલા અન્ય લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો, તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો:મોરબીમાં વિદેશી દારૂ સાથે રૂપિયા 4.09 લાખના મુદ્દામાલ સહિત એક આરોપી ઝડપાયો

આ પણ વાંચો:વલસાડમાં LCBએ 1023 પેટી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો જપ્ત કર્યો, ચાલક ફરાર

આ પણ વાંચો:છોટા ઉદેપુર LCBની મોટી કાર્યવાહી: ઘઉંના લોટના કોથળાની આડમાં 4,070 બોટલ વિદેશી દારૂ ઝડપાયો