Food Recipe/ ABC ગમીઝ બનાવીને બાળકોને ખવડાવો…જેલી-ચોકલેટ ખાવાનું ભૂલી જશે…હૅલ્ધી અને ટેસ્ટી રેસિપી!

આ જેલી કેન્ડી જેવી હોય છે અને બાળકો એને ઘણી જ પસંદ કરશે! ઓછી મહેનતમાં ઢગલાબંધ ABC ગમીઝ (ABC Gummies) બનાવીને તમે સ્ટોર કરી શકો છો.

Trending Food Lifestyle
ABC Gummies...બાળકોની Favourite 4 ફ્રુટ-શાકભાજીયુક્ત Tasty Healthy રેસિપી!

Food Recipe: કેટલીક વાર કંઈક હળવું, હૅલ્ધી અને ટેસ્ટી ખાવાનું મન થાય છે. આ સંજોગોમાં તમે ABC ગમીઝ (ABC Gummies) બનાવીને ખાઈ શકો છો. એક જ વારમાં ઘણી બધી ગમીઝ બનાવીને ફ્રીઝમાં અનેક મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. બાળકોને આ ગમીઝ કેન્ડી, જેલી અને ચોકલેટથી પણ વધુ પસંદ પડશે. તો નોંધી લો ABC ગમીઝની (Kids’ Recipe) રેસિપી…

શિયાળો (Winter) આવતા જ બજારમાં સરસ તાજા લાલ-લાલ ગાજરનું આગમન થાય છે. બીટરુટ અને સફરજનની પણ આ સિઝન છે. આ સંજોગોમાં આ હૅલ્ધી ફળ અને શાકભાજી (Fruits and Vegetables) તમારા અને તમારા બાળકોએ અવશ્ય ખાવા જોઈએ. જો બાળકો આ હૅલ્ધી શાકભાજી અને ફળ ખાવાનું ટાળતા હોય તો તમે આ ત્રણેય વસ્તુઓથી ABC ગમીઝ એટલે કે Apple-Beetroot-Carrot Gummies બનાવી શકો છો. અત્યાર સુધી તમે ABC Juice તો પીધો જ હશે પરંતુ જો આ ABC ગમીઝ (ABC Gummies Recipe) ન ખાધી હોય તો એક વાર એ બનાવીને જુઓ. આ જેલી કેન્ડી જેવી હોય છે અને બાળકો એને ઘણી જ પસંદ કરશે! ઓછી મહેનતમાં ઢગલાબંધ ABC ગમીઝ બનાવીને તમે સ્ટોર કરી શકો છો. તો ચાલો જાણીએ ABC Gummies બનાવવાની રેસિપી વિશે…

શી રીતે બનાવશો ABC Gummies?

ABC ગમીઝ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

ABC Gummies Recipe Ingredients
ABC Gummies Recipe Ingredients

સામગ્રી

2 લાલ તાજા જ્યૂસી ગાજર

1 સફરજન

1 નાનું બીટરુટ

અડધો કપ દાડમના દાણા

એક કપ પાણી

સ્વાદાનુસાર સંચળ

1 ટી-સ્પૂન ચાઈના ગ્રાસ અથવા અગર-અગર પાવડર

ABC Gummies Recipe
ABC Gummies Recipe

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ 2 લાલ તાજા ગાજર લેવાના રહેશે. આ ગાજર જ્યૂસી હોવા જોઈએ. આ ઉપરાંત એક સફરજન પણ લેવું. 1 નાનું બીટરુટ લેવું.

2. તમામ ફળ અને શાકભાજીને ધોઈને ટુકડામાં સમારી લેવા. આ તમામ વસ્તુઓને એક બ્લેન્ડિંગ જારમાં ઉમેરવા અને એમાં અડધો કપ દાડમના દાણા પણ ઉમેરવા.

3. અડધો કપ પાણી ઉમેરીને એક સ્મૂધ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને સૂપની ગળણી વડે ગાળી લો. હવે મિક્સરમાં થોડું પાણી ઉમેરીને એને પણ ગાળી લો.

4. જે જ્યૂસ તૈયાર થયો છે એમાં પા કપ સાકર અથવા તો ખાંડ ઉમેરી દો. આમાં તમે મિસરી પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો.

5. હવે તમારે અગર-અગર પાવડર લેવાનો રહેશે જેને ચાઈના ગ્રાસ પાવડર (China Grass Powder) પણ કહે છે. તૈયાર જ્યૂસમાં 1 ટી-સ્પૂન અગર-અગર પાવડર ઉમેરી દો અને મિક્સ કરી લો.

6. આ મિશ્રણમાં થોડું સંચળ ઉમેરો અને મિક્સ કરો. હવે જ્યૂસને કડાઈમાં ઉમેરીને 2-4 મિનિટ સુધી પકાવી લો.

7. જ્યારે 4-5 ઉભરા આવે ત્યારે આ મિશ્રણને કોઈ પ્લેટ અથવા તો ચોરસ કન્ટેનરમાં રાખીને ફ્રીઝમાં 2 કલાક માટે મૂકી દો. એ જામે ત્યાં સુધી ફ્રીઝમાં રાખવાનું છે.

8. હવે ચપ્પુની મદદથી પહેલા જેલીની સાઇડને કન્ટેનરથી અલગ કરીને આ જેલી કેન્ડીને તમારી પસંદના શૅપમાં કાપી લો. તમે ઈચ્છો તો વિવિધ મોલ્ડ્સમાં પણ સેટ કરી શકો છો.

તો તૈયાર છે તમારી ABC ગમીઝ….જેને તમે 4-5 મહીના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. બાળકોને એનો સ્વાદ અત્યંત પસંદ પડે છે.


આ પણ વાંચો: લીલા અને લાલ પરોઠા બનાવવાની સરળ રેસિપી….રંગ જોઈને બાળકો ડાઇનિંગ ટેબલ સુધી દોડી આવશે..!

આ પણ વાંચો: ઘરે બનાવો બજાર જેવું સ્પાઇસી ચિલી ઓઇલ…1 ચમચી ઉમેરતાં જ બાળકોના મનપસંદ મોમોઝનો સ્વાદ વધી જશે!

આ પણ વાંચો: ગળ્યું અને હળવું ખાવાનું મન થાય તો બનાવો સોજીની ખીર…બાળકોને ખૂબ પસંદ પડશે…સરળ રેસિપી!