Entertainment News/ ‘CID’ અને ‘આહટ’ના નિર્માતા બી.પી. સિંહનું નિધન, 28 ઓક્ટોબરે અંતિમ સંસ્કાર

BP Singh Death: લોકપ્રિય ટીવી શો CID અને આહટના નિર્માતા બી.પી. સિંહનું નિધન થયું છે. અશોક પંડિતે હાર્ટ એટેકની માહિતી આપી, 28 ઓક્ટોબરે અંતિમ સંસ્કાર થશે.

Top Stories India Entertainment
BP Singh Death: CID અને આહટના નિર્માતા બી.પી. સિંહનું નિધન

Indian Television News: ભારતીય ટેલિવિઝનના જાણીતા પ્રોડ્યુસર અને ડિરેક્ટર બી.પી. સિંહનું નિધન થયું છે. ‘CID’ અને ‘આહટ’ જેવા જાણીતા ટેલિવિઝન શોના નિર્માતા બી.પી. સિંહનું મંગળવારે અવસાન થયું હતું (BP Singh Death). ફિલ્મમેકર અશોક પંડિતે જણાવ્યું હતું કે હાર્ટ એટેકના કારણે બી.પી. સિંહનું અવસાન થયું હતું. તેમના નિધનના સમાચારથી ટેલિવિઝન અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે.

BP Singh Death: અશોક પંડિતે સોશિયલ મીડિયા પર આપી માહિતી

ફિલ્મમેકર અશોક પંડિતે (Ashok Pandit) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બી.પી. સિંહના અવસાનના સમાચારને પગલે અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે ગંભીર હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું છે. અશોક પંડિતના જણાવ્યા પ્રમાણે, બી.પી. સિંહની અંતિમ વિદાય 28 ઑક્ટોબરે કરવામાં આવશે. અંતિમ સંસ્કારના સ્થળ અને સમય સહિતની બાકીની વિગતો પછીથી જાહેર કરવામાં આવશે.

અમિત બહલે યાદ કર્યા જૂના દિવસો

અભિનેતા અમિત બહલે પણ બી.પી. સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જણાવ્યું કે વર્ષ 1995ની આસપાસ તેમની કારકિર્દીની શરૂઆત બી.પી. સિંહ સાથે થઈ હતી. ‘આહટ’ (Aahat Producer) અને ‘CID’ જેવા શો સાથે જોડાયેલા હોવાથી બંને વચ્ચે લગભગ ત્રણ દાયકાનો સંબંધ રહ્યો હતો.

અમિત બહલના જણાવ્યા અનુસાર, બી.પી. સિંહ ટેકનિકલ બાબતોમાં નિષ્ણાત અને જ્ઞાનથી સમૃદ્ધ વ્યક્તિ હતા. તેમનો સ્વભાવ બહારથી થોડો કડક લાગતો હોવા છતાં તેઓ દિલથી મદદરૂપ અને સારા માણસ હતા. અમિત બહલે તેમને પરિવારના સભ્ય અને પિતાતુલ્ય વ્યક્તિ ગણાવ્યા હતા.

અંગત જીવનમાં પણ સહન કર્યા મોટા આઘાત

અમિત બહલ (Amit Behl)ના જણાવ્યા અનુસાર, બી.પી. સિંહ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્યને લગતી તકલીફોથી પીડાઈ રહ્યા હતા. જીવનમાં આવેલા અંગત આઘાતોની પણ તેમના પર ઊંડી અસર પડી હતી. તેમના પુત્ર સલિલ સિંહના અચાનક નિધન બાદ તેઓ આ દુઃખમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શક્યા નહોતા.

આ ઉપરાંત, તેમના નજીકના બિઝનેસ પાર્ટનર અને ‘ફાયરવર્ક્સ પ્રોડક્શન્સ’ના સહ-સ્થાપક પ્રદીપ ઉપ્પોરના નિધનથી પણ તેમને મોટો આઘાત લાગ્યો હતો.

‘CID’ અને ‘આહટ’થી ટેલિવિઝન જગતમાં બનાવી ઓળખ

બી.પી. સિંહ ભારતીય ટેલિવિઝનના જાણીતા નિર્માતા અને દિગ્દર્શકોમાંના એક હતા. તેમના પ્રોડક્શન હાઉસ ‘ફાયરવર્ક્સ પ્રોડક્શન્સ’ હેઠળ બનેલી ક્રાઇમ સીરિઝ ‘CID’એ લાંબા સમય સુધી દર્શકોનું મનોરંજન કર્યું હતું. આ શોએ ભારતીય ટેલિવિઝન પર પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી અને લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મેળવ્યું હતું.

બીજી તરફ, હોરર શો ‘આહટ’એ 1990ના દાયકામાં દર્શકોમાં લોકપ્રિયતા મેળવી હતી. ક્રાઇમ અને હોરર આધારિત શોને ટેલિવિઝન પર લોકપ્રિય બનાવવામાં બી.પી. સિંહનું મોટું યોગદાન રહ્યું હતું.


આ પણ વાંચો: “નાના પાટેકર જીવિત છે તે વિદેશ ભાગી ગયો છે” અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકરના નિધનને લઈ આપ્યું નિવેદન

આ પણ વાંચો: અભિજીત દીપકે માટે આઘાતજનક સમાચાર: CJP વિરોધ પ્રદર્શન વચ્ચે 85 વર્ષીય દાદીનું નિધન

આ પણ વાંચો: વીરજી ઠુમ્મર બાદ કોંગ્રેસને વધુ એક ઝટકો, વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન