Ajab Gajab News/ ‘બ્લેક એલિયન’ બનવાની ધૂન સવાર…ટેટૂ અને સર્જરી પહેલા કેટલો હેન્ડસમ લાગતો હતો!

એન્થની છેલ્લા 10 વર્ષથી પણ વધારે સમયથી પોતાના શરીર પર અજીબોગરીબ પ્રયોગો કરી રહ્યો છે. આજે દુનિયાભરમાં ‘બ્લેક એલિયન’ (Black Alien)ના નામે મશહૂર છે…

Ajab Gajab News Trending
Black Alien Anthony Loffredoએ શૅર કર્યો 15 વર્ષ જૂનો Amazing ફોટો...કેટલો handsome લાગતો હતો!

Ajab Gajab News: ફ્રાન્સના એન્થની લોફ્રેડો આજે દુનિયાભરમાં ‘બ્લેક એલિયન’ (Black Alien)ના નામે મશહૂર છે. પરંતુ આજથી 15 વર્ષ પહેલા એ તદ્દન સામાન્ય અને હેન્ડસમ લાગતો હતો.

જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાની પસંદ માટે સમાજની પરવા કરવાનું છોડી દે છે ત્યારે એ કંઇક એવું કરે છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જાય છે. ફ્રાન્સના એન્થની લોફ્રેડો (Anthony Loffredo, France) આજે દુનિયાભરમાં ‘બ્લેક એલિયન’ના નામે મશહૂર છે. પરંતુ આજથી 15 વર્ષ પહેલા એ તદ્દન સામાન્ય અને હેન્ડસમ લાગતો હતો. હાલમાં જ એણે સોશિયલ મિડિયા પર પોતાની જૂની તસવીર શૅર કરી જેને જોઈને બધા આશ્ચર્યચકિત્ થઈ ગયા!

એન્થની છેલ્લા 10 વર્ષથી પણ વધારે સમયથી પોતાના શરીર પર અજીબોગરીબ પ્રયોગો કરી રહ્યો છે. એને જોઈને એવું લાગે કે એ કોઈ સાયન્સ ફિકશન ફિલ્મમાંથી નીકળેલું પાત્ર છે! આ લુક મેળવવા માટે એણે કેટલીયે પીડાદાયક સર્જરીઓ કરાવી છે. એણે પોતાના બંને કાન અને હાથની બે આંગળીઓ પણ કપાવી દીધી છે!

આટલું જ નહિં પરંતુ માથું એલિયન જેવું લાગે એ માટે એણે સ્કિનની અંદર મેટલ અને સિલિકૉન ઇમ્પ્લાન્ટ પણ કરાવ્યા છે!

આટલું ઓછું હોય એમ એણે હોઠનો એક ભાગ પણ દૂર કરાવી દીધો છે અને આંખોમાં કાળી શાહી જેવું મટીરીયલ ભરાવી દીધું છે. આ ઉપરાંત, એનું આખુયે શરીર માથાથી લઈને પગ સુધી કાળા ટેટૂ (Black Tattos)થી છવાયેલું છે!

15 વર્ષ અગાઉ આવો દેખાતો હતો એન્થની Black Alien
15 વર્ષ અગાઉ આવો દેખાતો હતો એન્થની Black Alien

15 વર્ષ અગાઉ આવો દેખાતો હતો એન્થની

હાલમાં જ એન્થનીએ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાનો 15 વર્ષ જૂનો ફોટો શેર કર્યો જ્યાં એના 10 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. આ ફોટોમાં એ કાળા વાળ અને નાની દાઢી સહિત ઘણો જ હેન્ડસમ લાગી રહ્યો છે. એને જોઈને કોઈ ન કહી શકે કે આ એ જ શખ્સ છે જે આજે બ્લેક એલિયન તરીકે ઓળખાય છે! એણે પોતાની આ પોસ્ટને બ્લેક એલિયન પ્રોજેક્ટ- 15 વર્ષનું પરિવર્તન (Black Alien Project- 15 Years of Evolution) એવું નામ આપ્યું છે. એ લખે છે કે લોકોને આ ગાંડપણ લાગી શકે છે પણ એના માટે આ બાળપણનું સપનુ અને પોતાની ઓળખ શોધવાનો એક રસ્તો છે.

પોતાને Black Alien માં બદલવાનો વિચાર કેમ આવ્યો
પોતાને Black Alien માં બદલવાનો વિચાર કેમ આવ્યો

પોતાને Black Alien માં બદલવાનો વિચાર કેમ આવ્યો?

એક ઈન્ટરવ્યૂમાં એન્થનીએ દર્શાવ્યું હતું કે એ પોતાના અસલ સ્વરુપથી ક્યારેય ખુશ ન હતો. એને પોતાનો દેખાવ જોઈને લાગતુ હતુ કે આ શરીર એનું છે જ નહિં! એ પોતાને એક કેન્વાસની જેમ પોતાની કલ્પના મુજબ બદલવા માગતો હતો.

જો કે, સોશિયલ મીડિયા પર એના આ લુકને ઘણો ટ્રોલ પણ કરવામાં આવે છે પણ એને એનાથી કોઈ જ ફરક પડતો નથી. એ કહે છે કે આ જીંદગી એની પોતાની છે એટલે એ પોતાના શરીર સાથે જે ઈચ્છે એ કરી શકે છે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :