Surat News/ સુરતના સચિન વિસ્તારમાં ધોરણ 11ના વિદ્યાર્થીનો આપઘાત, કિશોરના આપઘતથી શ્રમિક પરિવારમાં શોક

સુરતમાં કિશોરે આપઘાત(suicide) કર્યો. જીવન ટૂંકાવ્યું તે ઘટના બાદ સચિન વિસ્તારમાં શોકનો માહોલ

Gujarat Surat Breaking News
suicide

Surat News: સુરતમાં કિશોરે જીવન ટૂંકાવ્યું (suicide) હોવાની કરુણ ઘટના સચિન વિસ્તારમાં બની છે. ધોરણ 11માં ભણતા 16 વર્ષના કિશોરે ગતરોજ સાંજે આ પગલું ભર્યું હતું. પરિવારના જણાવ્યા મુજબ, માતાએ મોબાઈલ મૂકીને પરીક્ષાની તૈયારી કરવા કહ્યા પછી આ બનાવ બન્યો હતો.

સુરતમાં કિશોરે કર્યો suicide

મૂળ ઉત્તર પ્રદેશના વતની પીયૂષ ચૌરસિયા પરીક્ષા નજીક હોવા છતાં આખો દિવસ માતાનો મોબાઈલ જોઈ રહ્યો હતો. સાંજે પાંચેક વાગ્યે માતાએ મોબાઈલ બાજુએ મૂકી બીજા દિવસની પરીક્ષાનું વાંચી લેવા કહ્યું હતું.

જવાબમાં કિશોરે કહ્યું હતું કે તેને બધું ભણવાનું આવડે છે. ત્યારબાદ માતા ઘરની બહાર જઈને બેઠી હતી અને પિતા નોકરી પર ગયા હતા.

સાંજે લગભગ પોણા સાત વાગ્યે કિશોર ઘરમાં એકલો હતો ત્યારે આ ઘટના બની હતી. બનાવથી પરિવાર સ્તબ્ધ છે અને ઘરમાં શોકનો માહોલ છે.

 કિશોરના આપઘાત બાદ પિતાની વાલીઓને અપીલ

મૃતકના પિતા રાજેન્દ્ર ચૌરસિયાએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે પુત્રને મોબાઈલ ખૂબ ગમતો હતો. શાળાએથી આવીને તે દફતર મૂકી દેતો અને તરત મોબાઈલમાં લાગી જતો હતો. મોટા ભાગે તે માતાનો મોબાઈલ વાપરતો હતો.

પિતાએ અન્ય વાલીઓને અપીલ કરી કે કોઈનું પણ બાળક આવું પગલું ન ભરે.

વાલીઓ માટે ચેતવણી

સચિન વિસ્તારમાં બનેલી આ ઘટનાથી શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છે. નાની ઉંમરે પુત્ર ગુમાવનાર માતા-પિતાની સ્થિતિ અત્યંત દયનીય છે.

પરીક્ષાના સમયે સચિન વિસ્તારમાં બનેલી આ ઘટના પછી મોબાઈલની લત (mobile addiction) અને અભ્યાસનું દબાણ જેવા મુદ્દા વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યા છે. બાળકોમાં મોબાઈલનું વળગણ (mobile obsession in children) કેટલું ગંભીર બની રહ્યું છે, તે અંગે પણ વાલીઓમાં ચર્ચા શરૂ થઈ છે.


આ પણ વાંચો:યુરોપના આ દેશે SUICIDE મશીનને આપી મંજૂરી…
આ પણ વાંચો:એશિયન પેરા ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતનાર પેરા એથ્લીટ નીરજ યાદવનો આપઘાત
આ પણ વાંચો:ગાંધીનગરમાં PSIની આત્મહત્યા, મુખ્યમંત્રીની સુરક્ષામાં હતા ફરજ પર