Karva Choth/ કરવા ચોથની ગણેશજીની કથા….આના વિના અધૂરું છે વ્રત…સુહાગણોએ અવશ્ય પાઠ કરવો આ પાવન કથાનો…!

એવી માન્યતા છે કે જે મહિલાઓ આ પાવન કથા વાંચે કે શ્રવણ કરે એને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ કથા (Karva Choth Katha) દર તીજ-તહેવારે વાંચવી શુભ…

Trending Religious Rashifal Dharma & Bhakti
Karva Choth Katha નું આજે auspicious કરવા ચોથ 2026ના રોજ કરો પઠન...ગણેશજીના powerful આશિષ મેળવો!

Karva Choth: આજે કરવા ચોથ (Karva Choth 2026)નું પાવન પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ દિવસે મહિલાઓ કરવા ચોથની કથા (Karva Choth Katha) અવશ્ય સાંભળે છે અને વાંચે છે. પરંતુ એક એવી કથા છે જેના વિના આ વ્રત અધૂરું માનવામાં આવે છે.

સુહાગણ મહિલાઓ માટે કરવા ચોથ (Karva Choth 2026) મુખ્ય વ્રત-તહેવારો પૈકી એક કહેવાય છે. આ દિવસે સુહાગણ મહિલાઓ આખો દિવસ નિર્જળા વ્રત (Nirjala Vrat) રાખે છે અને રાત્રે ચંદ્રમાને અર્ઘ્ય આપ્યા બાદ પોતાનું વ્રત સમાપ્ત કરે છે. કરવા ચોથમાં ચંદ્ર દેવનું દર્શન કરવાનું અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચંદ્રમા (Moon)ના દર્શન વિના અથવા તો અર્ઘ્ય આપ્યા વિના આ વ્રત પૂર્ણ ગણાતુ નથી.

Karva Choth 2026 Chandroday Time...
Karva Choth 2026 Chandroday Time…

કરવા ચોથ 2026 ચંદ્રોદય સમય (Karva Choth 2026 Chandroday Time)

આ વર્ષે કરવા ચોથનું વ્રત 29 ઓક્ટોબર 2026 (29 October 2026)ના રોજ રાખવામાં આવશે. પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 5 વાગીને 38 મિનિટથી સાંજે 6 વાગીને 56 મિનિટ સુધીનું રહેશે. આ ઉપરાંત, કરવા ચોથના દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે 8 વાગીને 17 મિનિટનો રહેશે. જો કે, શહેર અને સ્થાન અનુસાર ચંદ્ર નીકળવાના સમયમાં કેટલીક મિનિટોનું અંતર હોઈ શકે છે. આથી તમારા શહેરનું પંચાંગ અવશ્ય જોવું.

એવી માન્યતા છે કે જે મહિલાઓ આ પાવન કથા વાંચે છે કે શ્રવણ કરે છે એને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ કથા (Karva Choth Katha) દર તીજ-તહેવારે વાંચવી અત્યંત શુભ માનવામાં આવે છે. આ કથા છે એત ગણેશજી અને વૃદ્ધ સ્ત્રીની કહાણી….તો ચાલો જાણીએ આ કથા વિશે…

કરવા ચોથ પર પઠન કરો આ ગણેશજીની કથા
કરવા ચોથ પર પઠન કરો આ ગણેશજીની કથા

કરવા ચોથ પર પઠન કરો આ ગણેશજીની કથા (Ganeshji and Blind Old Woman Karva Choth Katha)

ગણેશજીની કથા (Karva Choth Katha) અનુસાર, પ્રાચીન કાળમાં એક આંધળી ઘરડી સ્ત્રી (Blind Old Woman) હતી જે દરરોજ ગણેશજીની પૂજા કરતી હતી. એનો એક જ પુત્ર હતો જે વિવાહિત હતો. આ વૃદ્ધ સ્ત્રી ઘણી જ ગરીબી (Poverty)માં જીવન વ્યાપન કરી રહી હતી. એક દિવસ આ વૃદ્ધ સ્ત્રીની ભક્તિથી ગણેશજી પ્રસન્ન થયા અને એમણે એને કોઈ વરદાન માગવાનું કહ્યું. ઘરડી માઈએ કહ્યું કે મને માગતા નથી આવડતું અને શું માંગુ એની સમજ નથી પડી રહી!

ત્યારે ગણેશજીએ કહ્યું કે પુત્રને પૂછીને માગી લે. ત્યારે એ વૃદ્ધ સ્ત્રી પોતાના પુત્ર અને પુત્રવધૂ પાસે ગઈ ત્યારે દીકરાએ ધન માગવાનું કહ્યું અને વહુએ પૌત્ર માગવાનું કહ્યું.

કરવા ચોથ કથા- વૃદ્ધ સ્ત્રી ગણેશજી પાસે શું માંગવું એની મૂંઝવણમાં પડી ગઈ
કરવા ચોથ કથા- વૃદ્ધ સ્ત્રી ગણેશજી પાસે શું માંગવું એની મૂંઝવણમાં પડી ગઈ

ત્યારે વૃદ્ધ સ્ત્રી એ વિચાર્યું કે આ બંને તો પોતપોતાના મતલબની વાત કરે છે. પછી એણે પડોસીઓને પૂછ્યું તો એમણે કહ્યું કે “માઈ, હવે તારી થોડી જીંદગી જ બચી છે તો તુ ધન અને પૌત્રનું શું કરીશ? તુ તો કેવળ પોતાના માટે આંખો (Eyes) માંગી લે જેથી બાકીનું જીવન સુખથી વ્યતીત થાય!” વૃદ્ધા બધાની વાતો સાંભળીને વિચારમાં પડી ગઈ કે, એવી વસ્તુ કેમ ન માંગી લઉં જેથી સૌનું ભલું થાય!

બીજા દિવસે શ્રી ગણેશજી (Lord Ganesha) ફરીથી એના ઘરે પધાર્યા ત્યારે વૃદ્ધ સ્ત્રી બોલી, “હે ગણરાજ! જો તમે મારાથી પ્રસન્ન હો તો મને નવ કરોડની માયા દો, નિરોગી કાયા દો, અમર સુહાગ દો, આંખોમાં પ્રકાશ દો, નાતીપૌત્ર દો અને સમસ્ત પરિવારને સુખ દો પછી અંતે મોક્ષ દો!”

આ સાંભળીને ગણેશજી બોલ્યા, માઈ, તે તો મને ઠગી લીધો…પણ તેં જે પણ માંગ્યું છે એ તને અવશ્ય આપીશ. ગણેશજીની કૃપાથી આ ઘરડી સ્ત્રીને તમામ સુખોની પ્રાપ્તિ થઈ. હે ગણેશ ભગવાન! જે રીતે આ વૃદ્ધ માઈને તમે બધું જ આપ્યું એવું સૌને આપજે!

એવી માન્યતા છે કે, જે મહિલાઓ આ પાવન કથા વાંચે છે કે શ્રવણ કરે છે એને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ કથા (Karva Choth Katha) દર તીજ-તહેવારે વાંચવી અત્યંત શુભ માનવામાં આવે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: શું કરવા ચોથના દિવસે હશે ભદ્રાનો ઓછોયો? દૂર કરો તમામ મૂંઝવણને…જાણો પૂજા અને વ્રતનો યોગ્ય સમય!

આ પણ વાંચો: સફેદ મહેંદીનો વાયરલ ટ્રેન્ડ….કરવા ચોથ પર લગાવવાનું પ્લાન કરો…લાલ મહેંદીથી તદ્દન અલગ છે લુક!

આ પણ વાંચો: