Not Set/ હોટલમાં હિરાસતમાં લેવામાં આવેલી છોકરીએ મેજર ગોગોઈ પર કોઈ આરોપ લગાવ્યો નથી: સૂત્ર

જમ્મુ-કાશ્મીર પોલીસે મેજર લીતુલ ગોગોઈની સાથે પકડવામાં આવેલી છોકરીનું નિવેદન લઇ લીધું છે. સુત્રોના જણાવ્યા મુજબ હાલમાં છોકરીએ કોઈ પણ પ્રકારની જબરદસ્તીનો આરોપ લગાવ્યો નથી. જણાવાઈ રહ્યું છે કે મેજર ગોગોઈ શ્રીનગરની એક હોટલના રૂમમાં છોકરી સાથે જવા માંગતા હતા, પરંતુ હોટલના સ્ટાફે આ માટે પરવાનગી આપી નહતી. આ વાત પર ગોગોઈનો હોટલના સ્ટાફ સાથે […]

Top Stories India Trending

જમ્મુ-કાશ્મીર પોલીસે મેજર લીતુલ ગોગોઈની સાથે પકડવામાં આવેલી છોકરીનું નિવેદન લઇ લીધું છે. સુત્રોના જણાવ્યા મુજબ
હાલમાં છોકરીએ કોઈ પણ પ્રકારની જબરદસ્તીનો આરોપ લગાવ્યો નથી. જણાવાઈ રહ્યું છે કે મેજર ગોગોઈ શ્રીનગરની એક
હોટલના રૂમમાં છોકરી સાથે જવા માંગતા હતા, પરંતુ હોટલના સ્ટાફે આ માટે પરવાનગી આપી નહતી. આ વાત પર ગોગોઈનો
હોટલના સ્ટાફ સાથે જગડો થઇ ગયો અને પોલીસે એમને થોડા સમય માટે હિરાસતમાં લઇ લીધા હતા.

પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે  અમે મેજીસ્ટ્રેટની હાજરીમાં નિવેદન રેકોર્ડ કર્યું છે. અમે એ દસ્તાવેજોની પણ તપાસ કરી છે જેને છોકરી બાલીગ હોવાના પ્રમાણ તરીકે દર્શાવાઈ રહ્યા છે. છોકરીની ઉમર બાબતમાં હજુ તપાસ ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે પૂરી તપાસ અને પૂછપરછ બાદ જ આ મામલામાં એક્શન લેવામાં આવશે. જો જરૂર પડશે તો
એફઆઈઆર કરવામાં આવશે.

સુત્રોએ જણાવ્યું કે પોલીસે છોકરીના પરિવારજનોનું પણ નિવેદન લીધું છે. તથા હોટલ પર લઇ આવવા વાળા ડ્રાઈવર અને જગડો
થયા બાદ પોલીસ બોલાવવા વાળા મેનેજરનું પણ નિવેદન લઇ લેવામાં આવ્યું છે. બુધવારે શ્રીનગરના ડલગેટ સ્થિત એક હોટલમાં એન્ટ્રીને લઈને ગોગોઈ અને હોટલના સ્ટાફ વચ્ચે બોલાચાલી થઇ ગઈ હતી. કથિત રીતે મેજર ગોગોઈ એ કસ્શ્મીરી છોકરીને હોટલના રૂમમાં લઇ જવા માંગતા હતા. એમણે હોટલમાં ઉપરના માળે બે લોકો માટે રૂમ પણ બૂક કર્યો હતો.

પોલીસે મેજરનું નિવેદન લીધા બાદ એમને યુનિટમાં જવાની પરવાનગી આપી હતી. સુત્રોએ જણાવ્યું કે ગોગોઈ કારણ નથી આપી
શક્યા કે એમણે હોટલમાં રૂમ કેમ બૂક કર્યો હતો.એક સુત્રે આશંકા સાથે કહ્યું કે શું મેજરે એમના યુનીટને હોટલમાં રહેવા વિશે જાણ કરી હતી? સેનાના અધિકારીઓને આધીકારીક સુચના અને સિક્યોરીટી વિના કેમ્પ છોડીને બીજે રહેવાની અનુમતિ હોતી નથી.
આ મામલાની તપાસ કરી રહેલા શ્રીનગરના એસ પી એ આર્મી પાસેથી જાણકારી માંગી છે કે શું અધિકારીઓને ગોગોઈ ના હોટલમાં
રહેવા વિશે ખબર હતી કે નહિ? તપાસમાં શામેલ એક અધિકારીએ જણાવ્યું કે હવે આખો મામલો સેનાની જાણકારી પર નિર્ભર કરે છે. અમે અર્મીને રીપોર્ટ સોપીશું. જો મેજરે સર્વિસના નિયમોનું ઉલ્લંઘન કર્યું હશે તો આર્મી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે સ્વતંત્ર છે. જણાવી દઈએ કે આ એજ મેજર છે જેમણે પથ્થરબાજ ને જીપ ઉપર બાંધ્યો હતો.