- દેશમાં ત્રીજા વેવનો ખતરનાક કોહરામ
- 24 કલાકમાં જ 1.42 લાખ નવા કેસ
- 24 કલાકમાં 285 દર્દીના થયા મોત
- દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 9.28%
- દેશમાં એક્ટિવ કેસ હવે પોણા પાંચ લાખ
- દેશમાં કુલ વેક્સીનેશન: 150 કરોડ ડોઝ
વિશ્વમાં કોરોના વાયરસ મહામારીની ત્રીજી અને ચોથી લહેરનો સામનો કરી રહ્યું છે, આ ક્રમમાં, વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધીને 30.25 લાખને વટાવી ગઈ છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વિશ્વમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 30,25,88,049 થઈ ગઈ છે. વળી, આ રોગને કારણે 54 લાખ 78 હજાર 731 લોકોનાં મોત થયા છે. રોગની ગંભીરતાને જોતા, વિશ્વભરમાં ચાલી રહેલા કોવિડ રસીકરણ હેઠળ અત્યાર સુધીમાં 9 અબજ 37 કરોડ 29 લાખ 3 હજાર 970 લોકોને રસી આપવામાં આવી છે. આ ક્રમમાં ઘણા દેશોમાં ત્રીજો ડોઝ અને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો – Covid-19 / કોરોનાની ત્સુનામીમાં ડૂબ્યુ વિશ્વ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધ કેસ
આપને જણાવી દઇએ કે, દેશમાં રોજ કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ સતત વધતા કોરોનાનાં કેસને લઇને સરકાર અને તંત્ર પણ ચિંતામાં આવી ગયુ છે. હજુ થોડા દિવસો પહેલા જે કેસ 10-15-20 હજાર રોજનાં કેસ નોંધાતા હતા તે હવે લાખને પાર કરી ગયા છે. જે ખરેખર ત્રીજી લહેરની શરૂઆત હોય તેવો જ સંકેત આપી રહ્યુ છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં 1 લાખ 41 હજારથી વધુ નવા કેસનો આંકડો સામે આવ્યો છે. 7 મહિના બાદ સતત બીજા દિવસે 1 લાખથી વધુ નવા કેસ મળી આવ્યા છે. શુક્રવારે મોડી રાત્રે, 1,41,525 નવા કેસ મળી આવ્યા હતા, જ્યારે બે નાના રાજ્યોનાં ડેટા આવવાના બાકી હતા. આ પહેલા શુક્રવારે 1 લાખ 17 હજાર નવા કેસ નોંધાયા હતા. 28 ડિસેમ્બરથી કેસ સતત વધી રહ્યા છે. આ 11 દિવસમાં દરરોજ 20 ટકા વધુ નવા કેસ જોવા મળ્યા છે. આટલું જ નહીં, આમાંથી 4 દિવસો એવા હતા જ્યારે કોરોનાનાં નવા કેસોની વૃદ્ધિ 40 ટકાથી વધુ હતી. આ સિવાય બે દિવસ એવા છે જ્યારે નવા કેસની સંખ્યા ગઈકાલની સરખામણીમાં 55 ટકા વધુ હતી.
India reports 1,41,986 fresh COVID cases, 40,895 recoveries, and 285 deaths in the last 24 hours
Daily positivity rate: 9.28%
Active cases: 4,72,169
Total recoveries: 3,44,12,740
Death toll: 4,83,463Total vaccination: 150.06 crore doses pic.twitter.com/ptYMOqdegy
— ANI (@ANI) January 8, 2022
જોકે, રાહતની વાત એ છે કે નવા કેસોમાં થયેલા વધારાની સરખામણીમાં મૃત્યુઆંક ઘણો ઓછો છે. શુક્રવારે, દેશભરમાં 129 લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે છેલ્લા કેટલાક ડેટા ઉમેરતા, આંકડો 283 પર જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 40,925 નવા કેસ મળી આવ્યા છે. આ આંકડો છેલ્લા 238 દિવસમાં સૌથી વધુ છે. તે સ્પષ્ટ છે કે નવા કેસોની સંખ્યા હવે કોરોનાની બીજી લહેરનાં ટોચનાં સ્તરે પહોંચી રહી છે. મુંબઈમાં એક જ દિવસમાં 20,971 નવા કેસ મળી આવ્યા છે, જે કોરોનાની શરૂઆત પછીનો સૌથી વધુ આંકડો છે.
