Karva Choth: સુહાગણ મહિલાઓ માટે કરવા ચોથ (Karva Choth 2026) મુખ્ય વ્રત-તહેવારો પૈકી એક કહેવાય છે. આ દિવસે સુહાગણ મહિલાઓ આખો દિવસ નિર્જળા વ્રત (Nirjala Vrat) રાખે છે અને રાત્રે ચંદ્રમાને અર્ઘ્ય આપ્યા બાદ પોતાનું વ્રત સમાપ્ત કરે છે. કરવા ચોથમાં ચંદ્ર દેવનું દર્શન કરવાનું અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચંદ્રમા (Moon)ના દર્શન વિના અથવા તો અર્ઘ્ય આપ્યા વિના આ વ્રત પૂર્ણ ગણાતુ નથી. કેટલીક વાર ખરાબ મોસમ અથવા તો વરસાદના કારણે પણ ચંદ્ર દેખાતો નથી હોતો. આ સંજોગોમાં સવાલ એ ઉપસ્થિત થાય છે કે વ્રત રાખનારી મહિલાઓએ શું કરવું જોઈએ?
જો તમારા શહેરમાં પણ ચાંદ વાદળાની પાછળ છુપાઈ ગયો હોય અને એના દર્શન ન થાય તો પણ તમે આ ઉપાયો કરીને તમારું કરવા ચોથનું વ્રત અને ઉપવાસ સમાપ્ત કરી શકો છો.

1. ભગવાન શિવના દર્શન કરવા
જો તમારા શહેરમાં કરવા ચોથના દિવસે ચંદ્રોદય પછી પણ ચંદ્રમાના દર્શન ન થઈ શકે તો તમે ભગવાન શિવ (Lord Shiva)નું ચિત્ર જોઈને પણ વ્રત સમાપ્ત કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિવજીના મસ્તક પર ચંદ્રમા વિરાજમાન છે. જો તમારા ઘરમાં કોઈ એવો ફોટો કે મૂર્તિ ન હોય તો તમે મહાદેવના મંદિરે જઈને ચંદ્રમાના દર્શન કરીને વ્રતનું સમાપન કરી શકો છો.

2. ચોખાના ચંદ્રમા બનાવો
સૌપ્રથમ તો ચંદ્રમા જે દિશામાં ઉગતા હોય એ દિશામાં એક બાજોઠ રાખીને એના પર લાલ રંગનું કપડું વસાવી લેવું. ત્યાર બાદ એની ઉપર ચોખાનો ઉપયોગ કરીને ચંદ્રમા (Moon made by Rice) બનાવી લેવા. ત્યાર બાદ આ કાલ્પનિક ચિત્રિત ચંદ્રને ચાળણી વડે જોવો અને આ રીતે આ ચંદ્રમાનું પૂજન કરવું. પૂજા કરતી વખતે આ મંત્ર જાપ કરવા.
“ઓમ્ સોમ સોમાય નમ:”
અથવા
“ઓમ્ ચંદ્રાય નમ:”
આ મંત્રનો જાપ કર્યા બાદ કરવા ચોથના વ્રતના પારણા કરવા.
3. પંચાંગ અનુસાર ચંદ્રોદય માની સ્મરણ કરવું
તમારા શહેરમાં પંચાંગ (Panchang) માં દર્શાવેલા ચંદ્રોદય સમયની રાહ જુઓ. જો એ જ સમયે ચાંદ ન દેખાય તો ચંદ્ર દેવનું સ્મરણ કરીને ચંદ્રમાનું સ્મરણ કરીને ચંદ્રમાને અર્ઘ્ય આપ્યા બાદ પૂજા કરીને વ્રતનું સમાપન કરી શકે છે.

4. વીડિયો કૉલ કરી દર્શન કરવા
તમારા ઘર કે પરિવારના લોકો જો અન્ય શહેરમાં રહેતા હોય અને ત્યાં ચાંદ નીકળતો હોય તો તમે વીડિયો કૉલ કરીને ચંદ્રમાાના દર્શન કરીને વ્રતનું સમાપન કરી શકો છો. નહિં તો ચંદ્રમાનો ફોટો જોઈને પણ કરવા ચોથના પારણા કરી શકો છો.
કરવા ચોથ 2026 ચંદ્રોદય સમય (Karva Choth 2026 Chandroday Time)
આ વર્ષે કરવા ચોથનું વ્રત 29 ઓક્ટોબર 2026 (29 October 2026)ના રોજ રાખવામાં આવશે. પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 5 વાગીને 38 મિનિટથી સાંજે 6 વાગીને 56 મિનિટ સુધીનું રહેશે. આ ઉપરાંત, કરવા ચોથના દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે 8 વાગીને 17 મિનિટનો રહેશે. જો કે, શહેર અને સ્થાન અનુસાર ચંદ્ર નીકળવાના સમયમાં કેટલીક મિનિટોનું અંતર હોઈ શકે છે. આથી તમારા શહેરનું પંચાંગ અવશ્ય જોવું.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: શું કરવા ચોથના દિવસે હશે ભદ્રાનો ઓછોયો? દૂર કરો તમામ મૂંઝવણને…જાણો પૂજા અને વ્રતનો યોગ્ય સમય!
આ પણ વાંચો: સફેદ મહેંદીનો વાયરલ ટ્રેન્ડ….કરવા ચોથ પર લગાવવાનું પ્લાન કરો…લાલ મહેંદીથી તદ્દન અલગ છે લુક!
આ પણ વાંચો: દુર્ગા પૂજા અથવા કરવા ચોથ પર સાડીના લુકને બનાવો ખાસ….પહેરો આ શાનદાર નેકલેસ..!
