ramayana/ જે લક્ષ્મણે 14 વર્ષ સાથ નિભાવ્યો એને મૃત્યુદંડ આપવા મજબૂર કેમ થયા રામ? જાણો આ પૌરાણીક સત્ય!

રામ અને લક્ષ્મણ સાથે જોડાયેલો Ramayana નો આ પ્રસંગ ધર્મ, કર્તવ્ય અને વચનની મર્યાદાનું મહત્વ ઉજાગર કરે છે. લક્ષ્મણે અયોધ્યાને શ્રાપથી બચાવવા માટે…

Trending Religious Dharma & Bhakti
Ramayana માં ભગવાન રામે શા માટે લક્ષ્મણને દંડ આપ્યો? જાણો 2 great પાત્રોની ગાથા!

Ramayana: રામાયણ (Ramayana)માં ભગવાન રામ અને લક્ષ્મણ (Ram-Lakshman)નો સંબંધ ભાઈચારા, ત્યાગ અને સમર્પણની મિસાલ માનવામાં આવે છે. લક્ષ્મણે મોટા ભાઈનો સાથ નિભાવવા માટે રાજમહેલનું સુખ ત્યાગી દીધું અને 14 વર્ષ એમની સાથે વનવાસમાં રહ્યાં! જો કે, રામાયણમાં એક પ્રચલિત પ્રસંગ છે કે રામે લક્ષ્મણને મૃત્યુદંડ (Death Sentence to Lakshmana)આપવાની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આખરે એ કઈ પરિસ્થિતિ હતી જેણે રામ (Lord Rama)ને આટલો કઠોર નિર્ણય લેવા માટે મજબૂર કરી દીધા? આની પાછળ યમરાજને આપેલું વચન, ઋષિ દુર્વાસાનો ક્રોધ અને અયોધ્યાની પ્રજાને બચાવવા માટે લક્ષ્મણના પરમ ત્યાગની કહાણી જોડાયેલી છે.

રામાયણ (Ramayana)માં માતા સીતા ધરતીમાં સમાયા બાદ શું થયું
રામાયણ (Ramayana)માં માતા સીતા ધરતીમાં સમાયા બાદ શું થયું

રામાયણ (Ramayana)માં માતા સીતા ધરતીમાં સમાયા બાદ શું થયું?

પૌરાણીક માન્યતાઓ અનુસાર, માતા સીતા (Mata Sita) ધરતીમાં સમાયા પછી ભગવાન રામને મહેસૂસ થયું કે પૃથ્વી પર એમના અવતારનો ઉદ્દેશ્ય પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. હવે એમને વૈકુંઠ ધામ પરત ફરવાનો સમય નજીક છે.

એક પ્રચલિત કથા અનુસાર, ભગવાન રામે હનુમાનજી (Hanuman)નું ધ્યાન અન્ય તરફ વાળવા માટે પોતાની વીંટી પાતાળ લોકમાં નાખી દીધી અને હનુમાનજીને એને શોધીને લાવવાનો આદેશ કર્યો હતો. વીંટી શોધવા હનુમાનજી પાતાળ લોકમાં ચાલ્યા ગયા અને એ દરમિયાન યમરાજ ભગવાન રામને મળવા આવ્યા જેથી એકાંતમાં જરુરી વાતો કરી શકે.

યમરાજે ભગવાન રામની સામે રાખી મૃત્યુદંડની શરત

યમરાજે (Yumraj) શરત મૂકી કે એમની વાતચીત દરમિયાન કોઈ પણ વ્યક્તિ વચ્ચે ન આવવું જોઈએ. જો કોઈ એવું કરશે તો એને મૃત્યુદંડ આપવો પડશે. રામે એમની શરતનો સ્વીકાર કરી લીધો અને લક્ષ્મણને દ્વારની રખેવાળી સોંપી.

આ દરમિયાન મહર્ષિ દુર્વાસા (Durvasa) ત્યાં પહોંચી ગયા અને એમણે તે જ ક્ષણે રામને મળવાની ઈચ્છા દર્શાવી. લક્ષ્મણે એમને મુલાકાત સંભવ ન હોવા અંગે જણાવ્યું. લક્ષ્મણની વાત સાંભળને ઋષિ દુર્વાસા ક્રોધિત થઈ ગયા અને એમણે ચેતવણી આપી કે જો એ તરત જ રામને મળવા નહિં દે તો એ લક્ષ્મણ, એના પરિવાર અને આખી અયોધ્યા (Ayodhya)ને શ્રાપ આપી દેશે!

લક્ષ્મણની સામે ધર્મસંકટ આવીને ઊભું રહી ગયું. જો એ દુર્વાસાને રોકે તો આખા રાજ્ય પર સંકટ હતું અને રામને સૂચના આપવાનો અર્થ હતો કે યમરાજના વચન મુજબ સ્વયં માટે મૃત્યુદંડ સ્વીકારવો!

Ramayana- ઋષિ દુર્વાસા અને લક્ષ્મણ
Ramayana- ઋષિ દુર્વાસા અને લક્ષ્મણ

અયોધ્યાને બચાવવા માટે લક્ષ્મણે મોટો નિર્ણય લીધો

લક્ષ્મણે (Lakshmana) પોતાની જાતને અયોધ્યાની પ્રજાના કલ્યાણ માટે સંકટમાં મૂકવાનો નિર્ણય લીધો. ઋષિના શ્રાપથી બચવા માટે એમણે ભગવાન રામ સુધી પહોંચીને રામને દુર્વાસાના આગમનના સમાચાર આપ્યા.

રામ યમરાજ સાથે વાત સમાપ્ત કરીને ઋષિને મળ્યા. દુર્વાસાએ ભોજનની ઈચ્છા જણાવી તો ભગવાન રામે એમના માટે ભોજનની વ્યવસ્થા કરી. ભોજનથી સંતુષ્ટ થઈને ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા અને અયોધ્યા પર તોળાતું સંકટ ટળી ગયું.

જો કે, ભગવાન રામ પોતાના પ્રિય ભાઈને દંડ આપવા માગતા ન હતા. આ ધર્મસંકટમાંથી નીકળવા માટે એમણે ગુરુ વશિષ્ઠ (Guru Vashishtha)ની સલાહ લીધી. ગુરુના કહેવા અનુસાર કોઈ પ્રિય વ્યક્તિનો ત્યાગ કરવો એના માટે મૃત્યુ સમાન છે. આ રીતે રામે પોતાના વચનની મર્યાદા જાળવવા માટે લક્ષ્મણનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો.

Ramayana- લક્ષ્મણને દેશનિકાલ મળ્યો
Ramayana- લક્ષ્મણને દેશનિકાલ મળ્યો

લક્ષ્મણે ભગવાન રામને શું કહ્યું?

લક્ષ્મણ પોતાના ભાઈની દુવિધા સમજી રહ્યાં હતા. એમણે રામને આગ્રહ કર્યો કે પોતાના વચનનું પાલન કરે અને ધર્મની મર્યાદા જાળવે. એમના માટે પોતાના જીવનથી પણ ભાઈની પ્રતિષ્ઠા અને વચનની રક્ષા વધુ મહત્વપૂર્ણ હતી.

લક્ષ્મણ નહતા ઈચ્છતા કે એમના કારણે ભગવાન રામનો વચનભંગ થાય. અયોધ્યાની પ્રજાને બચાવવા માટે એ પોતાની સુરક્ષા તો દાવ પર લગાવી જ ચૂકેલા અને હવે ભાઈના વચન (Promise)ની મર્યાદા જાળવવા માટે એમણે પોતાનો ત્યાગ પણ સ્વીકારી લીધો!

Ramayana- લક્ષ્મણને સશરીર ઈન્દ્ર સ્વર્ગે લઈ ગયા
Ramayana- લક્ષ્મણને સશરીર ઈન્દ્ર સ્વર્ગે લઈ ગયા

સરયૂ નદીમાં લક્ષ્મણે કેવી રીતે પ્રાણ ત્યાગ્યા?

ભગવાન રામથી વિદાય લીધા બાદ લક્ષ્મણ સરયૂ નદી (Saryu River) તટે પહોંચ્યા. પ્રચલિત પૌરાણીક માન્યાતાનુસાર, એમણે નદીમાં પ્રવેશ કરીને યોગના માધ્યમથી પોતાના પ્રાણ ત્યાગી દીધા. કથામાં વર્ણન મળે છે કે, લક્ષ્મણના પ્રાણ નીકળે એ સમયે દેવરાજ ઈન્દ્ર પ્રગટ થયા અને એમને સશરીર સ્વર્ગમાં લઇ ગયા. આ ઘટના લક્ષ્મણના ભાઈ પ્રત્યે પ્રેમ અને ત્યાગની સાથોસાથ અયોધ્યાની પ્રજાને સંકટથી બચાવવાનો એમનો સંકલ્પ પણ દર્શાવે છે.

રામ અને લક્ષ્મણ સાથે જોડાયેલો Ramayana નો આ પ્રસંગ ધર્મ, કર્તવ્ય અને વચનની મર્યાદાનું મહત્વ ઉજાગર કરે છે. લક્ષ્મણે અયોધ્યાને શ્રાપથી બચાવવા માટે પોતાના હિતની ચિંતા ન કરી જ્યારે ભગવાન રામે વચન નિભાવવા માટે પોતાના પ્રિય ભાઈનો ત્યાગ કરવાનો કઠોર નિર્ણય લીધો.

આ કથા દર્શાવે છે કે પૌરાણીક પરંપરાઓમાં કર્તવ્ય અને વચનને કેટલું મહત્વ આપવામાં આવે છે. જો કે, રામાયણ (Ramayana)ની વિભિન્ન પરંપરાઓમાં આ પ્રસંગના વિવરણ ભિન્ન હોઈ શકે છે. આથી જ આને પ્રચલિત ધાર્મિક કથાના રુપે નિહાળવી જોઇએ.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: શા માટે મનાવવામાં આવે છે મકર સંક્રાંતિ…ભગવાન શ્રી રામ અને પતંગ ચગાવવા વચ્ચે શો સંબંધ છે?

આ પણ વાંચો: ભારતવર્ષમાં દ્વારિકાથી કુરુક્ષેત્ર સુધી…ભગવાન શ્રી કૃષ્ણના ઐતિહાસિક સાક્ષ્ય વિશે જાણીએ…

આ પણ વાંચો: મોહ અને ભ્રમમાં ફસાયેલા અર્જુનને શ્રીકૃષ્ણે કેવી રીતે આપ્યું કર્તવ્યનું જ્ઞાન? વાંચો આ પ્રેરણાદાયી પ્રસંગ