ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ ચુકી છે. તેમાં ગાંધી નગર મનપામાં ચૂંટણી યોજાવાની બાકી છે. ત્યારે સુરતમાં ભાવ સફળતા બાદ ‘આપ’ દ્વારા ગાંધીનગર મનપાની તમામ બેઠક ઉપર ચૂંટણી લડવા માટેની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આજ રોજ અમદવાદ ઝોનનું આમ આદમી પાર્ટીનું મિશન 2022 કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં અમદાવાદ અને ગાંધીનગરના કાર્યકર્તા ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ, ધારાસભ્ય દિલ્હી ભેમા ભાઈ ચૌધરી, પ્રદેશ ઉપપ્રમુખ સહિત પ્રદેશ ના નેતાઓ હાજર રહ્યા હતા.
નવો સ્ટ્રેન / આફ્રિકામાં તબાહી મચાવનારા કોરોનાના નવા સ્ટ્રેનની હવે ગુજરાતના આ શહેરમાં એન્ટ્રી,ખળભળાટ
આ સંમેલનમાં આપણા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા એ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર મનપાની તમામ 44 બેઠક ઉપર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખશે. સુરતમાં સફળતા બાદ ગાંધીનગર મનપામાં પણ પોતાની તાકાત બતાવશે.
ગાંધીનગર મનપામા મજબૂત અને સ્વચ્છ વિકલ્પ આમ આદમી પાર્ટી બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે આગામી મે મહિના સુધીમાં ગાંધીનગર મનપા ની ચૂંટણી યોજાઈ શકે છે.
સુપર ફ્લાઈટ લિસ્ટ / 66 નવી ડોમેસ્ટિક ફ્લાઈટનું એલાન, રિજનલ એર કનેક્ટિવિટીમાં સૌથી આગળ સ્પાઈસ જેટ
