Not Set/ આફ્રિકામાં તબાહી મચાવનારા કોરોનાના નવા સ્ટ્રેનની હવે ગુજરાતના આ શહેરમાં એન્ટ્રી,ખળભળાટ

આફ્રિકામાં તબાહી મચાવનારો કોરોનાનો નવો સ્ટ્રેન હવે ગુજરાત પહોંચી ગયો છે. જેના કારણે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં  ખળભળાટ મચી ગયો છે.  હાલમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતાયુવકના ઘરની હિસ્ટરી મેળવીને યુવકના સંપર્કમાં

Top Stories Gujarat

આફ્રિકામાં તબાહી મચાવનારો કોરોનાનો નવો સ્ટ્રેન હવે ગુજરાત પહોંચી ગયો છે. જેના કારણે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં  ખળભળાટ મચી ગયો છે.  હાલમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતાયુવકના ઘરની હિસ્ટરી મેળવીને યુવકના સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે. તો સાથે યુવક સારવાર હેઠળ છે. હજી તો કોરોનાના 1 વર્ષ પહેલા પ્રવેશેલા સ્ટ્રેન સામે લડવા માટે સમગ્ર દેશ રસીકરણ પર મોટી આશા લઈને બેઠો છે ત્યારે ગુજરાતમાં કોરોનાના યુકે સ્ટ્રેઈન અને આફ્રિકન સ્ટ્રેનની પણ એન્ટ્રી થઈ છે. તાજેતરમાં સુરતમાં યુકે અને આફ્રિકન સ્ટ્રેનના કેસ જોવા મળ્યા હતા.  હવે પાટનગર ગાંધીનગરમાં કોરોનાના નવા સ્ટ્રેઇનનો કેસ નોંધાયો છે. મૂળ કલોલના અને હાલ આફ્રિકાથી આવેલા વ્યક્તિમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે.

Incorrect to say new coronavirus strain has entered India till labs confirm it': Health ministry

પરદા હૈ પરદા / શ્રીલંકા પણ સ્વિટ્ઝરલેન્ડના માર્ગે, બુરખા પર લગાવશે પ્રતિબંધ

આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે શંકાસ્પદ કેસ સંદર્ભે સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પૂણે મોકલવામાં આવ્યા છે. હાલ દર્દીને 14 દિવસ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક માસ અગાઉ યુકેથી આવેલા દંપતીનો રિપોર્ટ પુણા મોકલવામાં આવ્યો હતો પણ હજુ સુધી પૂણેથી તેનો રિપોર્ટ નથી આવ્યો. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 715 પર પહોંચી ગયો છે. ગુજરાતના અન્ય શહેરોમાં પણ કોરોનાનો હાહાકાર મચી ગયો છે. કોરોના એક્ટિવ કેસનો આંકડો 4000ને પાર થઈ ગયો છે.

New Indian COVID-19 strains highly transmissible and dangerous: AIIMS Director Dr Randeep Guleria

રાજકીય રંગ / ચૂંટણી ટાણે ‘રાજકારણીઓનું ધર્મમ શરણં ગચ્છામિ..!!’

 હવે પાટનગરમાં જ આફ્રિકન સ્ટ્રેન જોવા મળતા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. 2 માર્ચે સાઉથ આફ્રિકાથી ગાંધીનગરના કલોલના બોરી‌સણા ખાતેના 31 વર્ષીય યુવાનમા કોરોનાનાં લક્ષણો જણાયા હતા. જેના બાદ તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જેનો ટેસ્ટ કરવામાં આવતાં આફ્રિકન સ્ટ્રેનનાં શંકાસ્પદ લક્ષણો તેનામાંથી મળી આવ્યાં છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…