Not Set/ વડોદરા / પ્રેમમાં નિષ્ફળ 3 સંતાનની માતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું …

કોરોના ના કહેર વચ્ચે વડોદરા ખાતે ત્રણ સંતાનની માતાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ત્રણ સંતાનોની માતા અને ત્યકતા એવી યુવતીએ પ્રેમમાં નિષ્ફળતા મળતા નાશીપાસ થઇ ને પગલી ભર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં રહેતી 3 સંતાનોની માતા 33 વર્ષીય ઈશા દેસાઇ એ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું. પ્રેમમાં […]

Gujarat Vadodara

કોરોના ના કહેર વચ્ચે વડોદરા ખાતે ત્રણ સંતાનની માતાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ત્રણ સંતાનોની માતા અને ત્યકતા એવી યુવતીએ પ્રેમમાં નિષ્ફળતા મળતા નાશીપાસ થઇ ને પગલી ભર્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં રહેતી 3 સંતાનોની માતા 33 વર્ષીય ઈશા દેસાઇ એ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું. પ્રેમમાં નિષ્ફળ જતા આ મહિલાએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવા આવી રહ્યું છે. ઈશા દેસાઇ નામની મહિલા તેની માતા સાથે રહેતી હતી.

ઈશાના લગ્ન મહારાષ્ટ્રમાં એક યુવક સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન ઈશા 3 સંતાનોની માતા બની હતી. જોકે ઈશા અને તેના પતિ વચ્ચે અવારનવાર ગૃહ કલેશ થતો હતો. જેને લઇ બંને વચ્ચે છૂટાછેડા થયા હતા અને ત્યારબાદ ઇશા 3 સંતાનો અને માતા સાથે રહેતી હતી.

પ્રાથમિક તપાસ મુજબ, ઈશાની મુલાકાત ચેન્નાઇના એક યુવાન સાથે થઈ હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે ગતરાતે બન્ને ફોન પર વાત કરી રહ્યા હતા તે દરમિયાન યુવકે પોતે પરણિત હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ઇશાએ ચાલુ ફોને પોતાના રૂમમાં જઈ ઘરે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી.

બીજી તરફ કલાકો બાદ રૂમ નહીં ખુલતા ઇશાની માતાએ સુથારને બોલાવીને દરવાજો ખોલતા ઈશા પંખા પર લટકેલી મળી આવી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પોલીસને જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.