જમ્મૂ-કાશ્મીરમાં આતંકી અથડામણ કોઇ નવી વાત નથી. કાશ્મીરમાં સેના આતંકી ઓલ આઉટ મોડમાં છે. આંતકી દ્રારા પણ સતત કાશ્મીરમાં પલીતો ચાંપવાનાં પ્રયાસો થઇ રહ્યા છે. સ્થાનિકોનું વલણ નકકી કરવું મુશ્કેલ બની રહ્યું છે. કોઇ કોઇ વિસ્તારમાં સેનાને ભરપૂર સપોર્ટ કરવામા આવે છે. તો દઇની નમાજ પછી લોકો મસૂદ-મૂસા અને ISISનાં બેનર સાથે દેખાવો કરતા પણ જોવા મળે છે.

તમામ હકીકતો વચ્ચે સેના પોતાનું કામ ખડાપગે બહાદુરી પૂર્વક કરી રહી છે. કાશ્મીરનાં પુલવામા અને અનંતનાગ વિસ્તારોમાં ફરી સેના અને આતંકી આમને સામને આવી ગયા હતા. પુલવામા અને અનંતનાગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકી વચ્ચે અથડામણ નોંધવામા આવી છે. અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં સેનાનાં એક જવાન શહીદ થયા છે. તો પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સેનાએ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. સને દ્રારા પુલવામામાં ત્રણ આતંકીનો ખાતમો કરી દેવામાં આવ્યો છે. કાશ્મીરનાં તમામ સેન્સટીવ ગણાતા વિસ્તારોમાં સેના દ્રારા જબરદસ્ત સર્ચ ઓપરશન ચાલી રહ્યું છે.
