Amreli News/ સિંહને જોઈને ગામમાં દોડધામ! અમરેલીમાં ઘરમાં ઘૂસેલા વનરાજનું રેસ્ક્યૂ

Amreli Lion Rescue:

Top Stories Gujarat Breaking News
Amreli Lion Rescue: રહેણાક મકાનમાં સિંહ ઘૂસી જતાં દોડધામ

Amreli News: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જૂના માલકનેશ ગામમાં (Old Malknesh Village) વહેલી સવારે સિંહ રહેણાંક મકાનમાં ઘૂસી જતાં ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. પશુનું મારણ કર્યા બાદ એક સિંહ અમરૂભાઈ વરુના ઘરમાં પ્રવેશી ઓરડામાં બેસી ગયો (Amreli Lion Rescue) હતો. સિંહ કલાકો સુધી બહાર ન નીકળતાં લોકો ગભરાઈ ગયા હતા અને કેટલાકે સુરક્ષા માટે ઘરની છત પર આશરો લીધો હતો.

Amreli Lion Rescue: ઓરડામાં સિંહ બંધ થતાં ગામમાં અફરાતફરી

સિંહ ઓરડામાં બેઠો રહેતાં (Lion Enters House)સ્થાનિકોએ સાવચેતીના ભાગરૂપે બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ તાત્કાલિક વનવિભાગને જાણ કરવામાં આવી હતી. રહેણાંક વિસ્તારમાં સિંહની હાજરીને કારણે લોકોમાં ભય ફેલાયો હતો અને સૌની નજર વનવિભાગની ટીમની કાર્યવાહી પર ટકેલી હતી.

વનવિભાગની ટીમે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન

ઘટનાની જાણ થતાં વનવિભાગના (Gujarat Forest Department) અધિકારીઓ, ટ્રેકર્સ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આરએફઓ નીપુલ લકુમ અને વેટરનરી ડોક્ટરની ટીમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને સિંહને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

ટ્રાન્ક્વિલાઇઝ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડાયો

વનવિભાગની ટીમે ટ્રાન્ક્વિલાઇઝર ગનથી સિંહને બેભાન કર્યા બાદ તેને સુરક્ષિત રીતે પાંજરામાં પૂર્યો હતો. રેસ્ક્યૂ પૂર્ણ થયા પછી સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. સિંહને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવતાં અને ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


આ પણ વાંચો: ખેતરમાં છુપાયો હતો સિંહ, ટ્રેકર પર કર્યો હુમલો; અમરેલીમાં વધતી ઘટનાઓથી ચિંતા

આ પણ વાંચો: અમરેલીમાં એક જ રાત્રે બે સિંહણ કૂવામાં ખાબકી: બાબરકોટમાં બાળ સિંહણનું રેસ્ક્યુ

આ પણ વાંચો: અમરેલીમાં હાહાકાર મચાવનાર સિંહણનું મોત, હડકવાના લક્ષણો મળતાં ચિંતા વધી