Sport news/ ભારતની ન્યૂઝીલેન્ડ સામે સૌથી મોટી હાર, 87 રનથી મેચ ગુમાવી

India vs New Zealand 4th T20માં ભારતને ન્યૂઝીલેન્ડ સામે 87 રનથી હાર મળી. આ T20માં કિવી ટીમ સામે ભારતની સૌથી મોટી હાર છે. ફિલિપ્સે 107 રન બનાવ્યા.

Top Stories Breaking News Sports
India vs New Zealand 4th T20: ભારતની 87 રનથી સૌથી મોટી હાર

Sport News: India vs New Zealand 4th T20 માં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 87 રનથી હરાવી દીધી છે. આ સાથે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની સૌથી મોટી હાર નોંધાઈ છે. અગાઉ ન્યૂઝીલેન્ડ સામે ભારતનો સૌથી મોટો પરાજય 80 રનનો હતો, જે 2019માં વેલિંગ્ટનમાં થયો હતો.

ઓકલેન્ડમાં રમાયેલી ચોથી T20 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત સામે 260 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 172 રન બનાવી શકી હતી. ભારત તરફથી કોઈપણ બેટર અડધી સદી સુધી પહોંચી શક્યો નહોતો. તિલક વર્માએ સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જેકબ ડફીએ 4 વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલેન્ડે બનાવ્યો 259 રનનો વિશાળ સ્કોર

India vs New Zealand 4th T20: ભારતની 87 રનથી સૌથી મોટી હાર
India vs New Zealand 4th T20: ભારતની 87 રનથી સૌથી મોટી હાર

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 259 રન બનાવ્યા હતા. આ T20 આંતરરાષ્ટ્રીયમાં ન્યૂઝીલેન્ડનો સૌથી મોટો સ્કોર રહ્યો.

ગ્લેન ફિલિપ્સે શાનદાર બેટિંગ કરતા માત્ર 49 બોલમાં 107 રનની તોફાની સદી ફટકારી હતી. બીજી તરફ માઈકલ બ્રેસવેલે પણ 25 બોલમાં 65 રનની ઝડપી ઇનિંગ રમી હતી. બંનેની શાનદાર બેટિંગના કારણે ન્યૂઝીલેન્ડે ભારત સામે 260 રનનો મોટો ટાર્ગેટ મૂક્યો હતો.

ભારતની બેટિંગ રહી નિષ્ફળ

 

260 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત જ ખરાબ રહી હતી. પહેલી ઓવરમાં જ ભારતે બે વિકેટ ગુમાવી દીધી હતી. જેકબ ડફીએ પહેલા સંજુ સેમસન અને ત્યારબાદ ઈશાન કિશનને પેવેલિયન મોકલી દીધા હતા.

ત્યારબાદ પણ ભારતીય બેટિંગ લાઇનઅપ પર સતત દબાણ રહ્યું. અભિષેક શર્મા, શ્રેયસ અય્યર, નીતિશ રેડ્ડી અને અક્ષર પટેલ પણ મોટી ઇનિંગ રમી શક્યા નહોતા. India T20 Batting Collapse ના કારણે ભારતીય ટીમ લક્ષ્યાંકથી ઘણી પાછળ રહી ગઈ હતી.

તિલક વર્માએ બનાવ્યા સૌથી વધુ 35 રન

India vs New Zealand 4th T20: ભારતની 87 રનથી સૌથી મોટી હાર
India vs New Zealand 4th T20: ભારતની 87 રનથી સૌથી મોટી હાર

ભારત તરફથી Tilak Varma Batting માં સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. એક સમયે ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતા તિલકે કેટલાક આક્રમક શોટ પણ રમ્યા હતા.

19મી ઓવરમાં મેથ્યુ ફિશરે તિલક વર્માને આઉટ કરી દીધો હતો. તિલકે લેન્થ બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એડ્જ વાગતા બોલ હવામાં ગયો અને વિકેટકીપર ટિમ સેફર્ટે પોઇન્ટ તરફ દોડીને શાનદાર કેચ પકડ્યો હતો. (Tilak Varma Batting) દરમિયાન રમાયેલી આ ઇનિંગ ભારતને જીત અપાવવા માટે પૂરતી સાબિત થઈ નહોતી.

ન્યૂઝીલેન્ડના બોલરોએ ભારત પર દબાણ જાળવી રાખ્યું

ન્યૂઝીલેન્ડ તરફથી( New Zealand Bowling Performance) માં જેકબ ડફી સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 વિકેટ ઝડપી હતી. ડફીએ ભારતની શરૂઆતની બેટિંગને મોટો ઝટકો આપ્યો હતો અને ત્યારબાદ પણ વિકેટ લેવાનું ચાલુ રાખ્યું હતું.

મિચેલ સેન્ટનરે પણ મહત્વપૂર્ણ વિકેટો મેળવી હતી. તેણે નીતિશ કુમાર રેડ્ડી અને અક્ષર પટેલને આઉટ કર્યા હતા. સેન્ટનર માટે આ મેચ ખાસ રહી હતી, કારણ કે તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 150મી વિકેટ પણ મેળવી હતી. New Zealand Bowling Performanceમાં ડફી અને સેન્ટનરના શાનદાર પ્રદર્શનથી ભારત પર સતત દબાણ રહ્યું હતું.

ન્યૂઝીલેન્ડે સિરીઝમાં 11 કેચ છોડ્યા

મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડના ફિલ્ડરોએ કેટલીક તક ગુમાવી હતી. આ સિરીઝમાં ન્યૂઝીલેન્ડ અત્યાર સુધીમાં કુલ 11 કેચ છોડી ચૂક્યું છે.

આ T20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં ન્યૂઝીલેન્ડનું બીજું સૌથી ખરાબ કેચિંગ પ્રદર્શન છે. આ જ વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલુ સિરીઝમાં ન્યૂઝીલેન્ડે 14 કેચ છોડ્યા હતા.

ભારતે 19મી ઓવરમાં ગુમાવી તિલક વર્માની વિકેટ

ભારતની ઇનિંગની 19મી ઓવરમાં તિલક વર્માની વિકેટ પડી હતી. મેથ્યુ ફિશરે ઓવરના ચોથા બોલ પર તિલકને આઉટ કર્યો હતો. તિલકે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એડ્જ વાગતાં બોલ હવામાં ગયો હતો.

ટિમ સેફર્ટે પોઇન્ટ તરફ દોડીને શાનદાર કેચ પકડીને તિલકની ઇનિંગનો અંત લાવ્યો હતો.

નીતિશ રેડ્ડીએ ફટકાર્યા બે છગ્ગા

ભારતની ઇનિંગ દરમિયાન નીતિશ કુમાર રેડ્ડીએ આક્રમક બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે નાથન સ્મિથની સાતમી ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા હતા.

જોકે, ત્યારબાદ મિચેલ સેન્ટનરે આઠમી ઓવરના પહેલા જ બોલ પર નીતિશને આઉટ કરી દીધો હતો. નીતિશે 10 બોલમાં 21 રન બનાવ્યા હતા, જેમાં બે છગ્ગા સામેલ હતા.

ભારતે પહેલી ઓવરમાં જ ગુમાવી બે વિકેટ

India vs New Zealand 4th T20: ભારતની 87 રનથી સૌથી મોટી હાર
India vs New Zealand 4th T20: ભારતની 87 રનથી સૌથી મોટી હાર

ભારત માટે શરૂઆત સૌથી ખરાબ રહી હતી. જેકબ ડફીએ પહેલી ઓવરના બીજા બોલ પર સંજુ સેમસનને આઉટ કર્યો હતો. સેમસને પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો, પરંતુ ત્યારબાદ પુલ શોટ રમવાના પ્રયાસમાં કેચ આપી બેઠો હતો.

આ જ ઓવરના પાંચમા બોલ પર ડફીએ ઈશાન કિશનને પણ આઉટ કર્યો હતો. ઈશાન ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો. પહેલી ઓવર બાદ ભારતનો સ્કોર 8 રનમાં 2 વિકેટ હતો.

સિરીઝમાં ભારત 3-1થી આગળ

ચોથી T20માં હાર છતાં ભારતીય ટીમ પાંચ મેચની સિરીઝમાં 3-1થી આગળ છે. હવે સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ 1 નવેમ્બરે હેમિલ્ટનમાં રમાશે.

ભારત માટે છેલ્લી મેચમાં જીત મેળવીને સિરીઝ 4-1થી પોતાના નામે કરવાની તક રહેશે, જ્યારે ન્યૂઝીલેન્ડ અંતિમ મેચ જીતીને સિરીઝનો અંત 3-2ના અંતરથી કરવા માંગશે.


આ પણ વાંચો:T 20 વર્લ્ડકપમાં ભારતની શાનદાર જીતથી શરૂઆત

આ પણ વાંચો:ટીમ ઈન્ડિયા 24 ઓક્ટોબરે મેદાનમાં ઉતરશે, T 20 વર્લ્ડ કપમાં ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ આ પ્રમાણે છે

આ પણ વાંચો:શું હાર્દિક પંડ્યા T 20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર થશે ?