Ajab Gajab News: જરા વિચારો…એક મહિલા માતા બનવાની હોય અને અંદર કશીક સમસ્યાના કારણે ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થાય અને શરીર એને બહાર કાઢવાને બદલે એને કેલ્શિયમ જમા થયેલા પથ્થર જેવું બનાવી દે! આવો અજીબોગરીબ કિસ્સો (Stone Baby Somaliland) સોમાલીલેન્ડમાંથી સામે આવ્યો છે. અહિં એક મહિલા (Woman with Stone Baby)ના પેટમાંથી લગભગ 3 વર્ષ પછી પત્થરનું બાળક નિકાળવામાં આવ્યું છે!
સોમાલીલેન્ડની મહિલાનું સ્ટોન બેબી (Stone Baby Somaliland)
સોમાલીલેન્ડમાં રહેતી એક મહિલાને છેલ્લા 3 વર્ષોથી પેટના નીચેના ભાગમાં ઘણું જ દર્દ થતું હતુ અને પેટ ભારેખમ લાગતું હતું. પહેલા તો એણે સામાન્ય પીડા સમજીને અવગણી પરંતુ ધીમે-ધીમે આ પીડા વધતી ગઈ! જ્યારે એનાથી આ પીડા સહન ન થઈ તો એ ડૉક્ટર પાસે ગઈ અને ડૉક્ટરોએ અલ્ટ્રાસાઉન્ડ અને સિટી સ્કેન કર્યુ તો એ તાજ્જુબ પામી ગયા! મહિલાના પેટમાં એક ભ્રુણનું કંકાલ (Skeleton of Fetus) હતુ જે પૂર્ણ રીતે કેલ્શિયમ જામવાથી પથ્થર જેવું સખત થઈ ચૂક્યું હતુ. આ જાણકારી ‘ઈન્ટરનેશનલ મેડિકલ કેસ રિપોર્ટ્સ જર્નલ’માં છપાયેલા એક અહેવાલ પર આધારિત છે.

મેડિકલ સાયન્સ એને શું કહે છે?
ડૉક્ટરોના મતે આ દુર્લભ સ્થિતિને ‘લિથોપેડિયન’ અથવા તો ‘સ્ટોન બેબી’ (Lithopedion or Stone Baby) કહેવાય છે. આ ત્યારે થાય છે જ્યારે બાળક ગર્ભાશય (Uterus)ની બહાર પેટમાં આકારિત થાય છે. અને કોઈ કારણોસર એનું મૃત્યુ થઈ જાય છે.
ભ્રુણનો આકાર મોટો હોવાથી શરીર એને શોષી શકતું નથી આથી જ શરીર પોતાની રક્ષા કરવા માટે મૃત ભ્રુણ (Dead Fetus)ની ચોતરફ કેલ્શિયમ (Calcium Layer)નું પડ જમા કરવા લાગે છે. ધીમે-ધીમે આ જ ભ્રુણ પત્થર જેવું સખત બની જાય છે. છેલ્લા 400 વર્ષોમાં દુનિયાભરમાં કેવળ 330 થી 340 કિસ્સાઓ જ નોંધાયા છે.

ડૉક્ટરોએ મહિલાનો જીવ બચાવ્યો
આ અજીબ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા ડૉક્ટરોએ તરત જ ઓપરેશન (Surgery) કરવાનો નિર્ણય કર્યો. એક કઠિન સર્જરી બાદ એમણે મહિલાના પેટમાંથી 18 સેમીના પથ્થર બની ચૂકેલા ભ્રુણને સુરક્ષિત બહાર કાઢી લીધું. ઓપરેશન બાદ મહિલાની તબિયતમાં ઝડપી સુધારો આવ્યો અને એને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. થોડા સમય બાદ એ પૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ અને એનું પેટદર્દ હંમેશાં માટે ગાયબ થઈ ગયું!
વિશેષજ્ઞોના મતે ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં સમયસર સોનોગ્રાફી અને ઉપચાર ન મળવાના કારણે આવા કેસ લાંબા સમય સુધી સામે આવતા નથી.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
