Food Recipe: શિયાળો આવતાવેંત ફુલાવર, ગાજર અને મૂળાની સિઝન આવી જાય છે. આવા તાજા-તાજા ફુલાવર અર્થાત્ ફૂલગોબીથી તમે ક્રિસ્પી ગોબી ફ્રાય (Crispy Gobi Fry) તૈયાર કરી શકો છો. આ વાનગી ખાવામાં મજેદાર લાગે છે. તો ચાલો જાણીએ કે રેસ્ટૉરન્ટ જેવી ગોબી ફ્રાય રેસિપી ઘરે શી રીતે બનાવવી?
ઠંડીમાં ફુલાવરની સિઝન હોય છે. બજારમાં ફૂલગોબી (Cauliflower)નું આગમન થતાં જ લોકો બટાટા-ફ્લાવરનું શાર, ફુલાવરના પરોઠા, ગોબી મંચુરિયન અને ગોબીના પકોડા પણ બનાવીને ખાય છે. જો તમને ગોબીના સ્વાદ પસંદ હોય તો એક વાર હોટલ જેવી આ ક્રિસ્પી ગોબી ફ્રાય બનાવીને ખાઈ જુઓ…ચાની સાથે તો આ ગોબી ફ્રાય પકોડા કરતા પણ વધારે ટેસ્ટી લાગે છે.
એને બનાવવાનું પણ સરળ છે. બાળકોને પણ આ ગોબી ફ્રાયનો સ્વાદ પસંદ પડે છે. ઘરે આવેલા મહેમાનોને પણ તમે ગરમાગરમ ગોબી ફ્રાય સર્વ કરી શકો છો. આ એટલી તો ક્રંચી (Crunchy Gobi Fry) બને છે કે એનો ઉપયોગ કરીને તમે ગોબી મંચુરિયન (Gobi Manchurian) પણ બનાવી શકો છો. તો ચાલો જાણીએ ઘરે ગોબી ફ્રાય બનાવવાની સરળ રેસિપી…જેને સ્નૅક (Snack Recipe)ના રુપે ઝટપટ તૈયાર કરી શકાય છે.
શી રીતે બનાવશો ગોબી ફ્રાય રેસિપી? (Crispy Gobi Fry Recipe)
ક્રિસ્પી ગોબી ફ્રાય બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 તાજું ફુલાવર
1 ચમચી મીઠું
આવશ્યકતા અનુસાર પાણી
2 ઈંડા અથવા કોર્નફ્લોર
ફ્રાય મસાલો (મનપસંદ)

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ ફુલાવરના નાના ટુકડા કરી લેવા. હવે એમાં મીઠું અને પાણી ઉમેરીને સારી રીતે ધોઈ લેવા જેથી તમામ ગંદકી નીકળી જાય.
2. હવે એક બાઉલમાં 2 ઈંડાની જરદી લો. જો તમે ઈંડા ન ખાતા હો તો કોર્નફ્લોર લઈ શકો છો.
3. એમાં તમારો મનપસંદ ફ્રાય મસાલો ઉમેરી દો અને કોટિંગ થાય એવું બેટર બનાવી લેવું.
4. એક કડાઈમાં તેલ ગરમ કરી લો. હવે તૈયાર પેસ્ટમાં ગોબીના ટુકડા લઈને હાથેથી સારી રીતે કૉટિંગ કરી લેવું.
5. તેલ ગરમ થાય એટલે એક-એક ફૂલ લઇને તેલમાં ઉમેરો. કડાઇ ભરાય ત્યાં સુધી ફુલાવરના કોટ કરેલા ફૂલ નાખવા.
6. ગોબી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. આ જ રીતે ફુલાવરના તમામ ફૂલને તળી લેવા.
7. એની ઉપર પેરી-પેરી મસાલા, ચાટ મસાલા, મીઠું-મરી અથવા કોઈ અન્ય મનપસંદ મસાલો ઉમેરી હલાવી લેવું.
આ ગોબી ફ્રાય ખાવામાં લાજવાબ લાગે છે અને તમે એને ચા સાથે સર્વ કરી શકો છો. આ જ ગોબી ફ્રાય વડે તમે ગોબી મંચુરિયન પણ બનાવી શકો છો. એકવાર બનાવશો તો વારંવાર આ રેસિપી બનાવવાનું મન થશે!
આ પણ વાંચો: ચટપટું ચાઈનીઝ…સાંભળીને મોંમાં પાણી આવ્યું? સૌની પસંદ ગોબી મંચુરિયન…ઘરે જ બનાવો..!
આ પણ વાંચો: રાજસ્થાની પ્રસિદ્ધ મકાઈના ઢોકળા…નાસ્તામાં કે ડિનરમાં બનાવીને ખાઓ…સરળ રેસિપી…
