Surendranagar News/ સુરેન્દ્રનગરમાં ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેલા BLO શિક્ષક સામે ધરપકડ વોરંટ, થાનગઢ મામલતદારની કાર્યવાહી

સુરેન્દ્ર નગરમાં BLO સામે કાર્યવાહી

Gujarat Others Breaking News
BLO

Surendranagar News : થાનગઢમાં કરવામાં આવ્યું છે. થાનગઢ મામલતદારે લીધેલા આ કડક પગલાથી શિક્ષક આલમમાં ચકચાર મચી ગઈ છે.

આણંદપરના શિક્ષકની BLO તરીકે થઈ હતી નિમણૂક

મળતી માહિતી મુજબ, થાનગઢ તાલુકાના આણંદપર ગામની શાળાના શિક્ષક વિજયકુમાર જુવાનસિંહ બારૈયાની ચૂંટણી કામગીરી માટે બૂથ લેવલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

વારંવાર ટેલિફોનિક સૂચના છતાં ન થયા હાજર

નિમણૂક બાદ તેમને કામગીરી માટે હાજર થવા વારંવાર ટેલિફોનિક સૂચનાઓ આપવામાં આવી હતી. આમ છતાં તેઓ હાજર થયા ન હતા. તંત્રએ સંપર્ક કરતાં શિક્ષકે જણાવ્યું હતું કે વેકેશન હોવાથી તેઓ પોતાના વતનમાં છે.

મામલતદારે ઇસ્યુ કર્યું ધરપકડ વોરંટ

ચૂંટણી જેવી મહત્ત્વપૂર્ણ સરકારી કામગીરીમાં સતત ગેરહાજરી અને સૂચનાઓનું પાલન ન કરવા બદલ (Mamlatdar of Thangadh)થાનગઢ મામલતદારે શિક્ષક વિજયકુમાર બારૈયા(Teacher Vijaykumar Baraiya) સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. આ કાર્યવાહીથી ચૂંટણી કામગીરીમાં બેદરકારી દાખવનાર અન્ય કર્મચારીઓમાં પણ સોપો પડી ગયો છે.


આ પણ વાંચો: પાટણમાં વિદ્યાર્થિનીની છેડતીના કેસમાં શિક્ષકને 4 વર્ષની સજા, 25 હજારનો દંડ

આ પણ વાંચો: અમદાવાદની શાળામાં વિદ્યાર્થીને એક પછી એક 6 લાફા! CCTV સામે આવતાં શિક્ષકને નોટિસ

આ પણ વાંચો:સુરતમાં ધોરણ 1થી 3ના શિક્ષકોને ધોરણ 6થી 8નાં પેપર તપાસવાની કામગીરી સામે વિવાદ