Surat News: દિવાળીના તહેવાર વચ્ચે સુરતમાં ફટાકડાના સ્ટોલમાં આગ લાગવાની ઘટના (Surat Firecracker Stall Fire) સામે આવી છે. શહેરના કિરણ ચોક નજીક બાપા સીતારામ ફાર્મ પાસે રસ્તા પર ફટાકડાનું વેચાણ કરતા એક સ્ટોલમાં અચાનક આગ ફાટી નીકળી (Kiran Chowk Fire) હતી. આગે જોતજોતામાં આસપાસના અન્ય સ્ટોલ અને ત્યાં રાખેલા ફટાકડાને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. પરિણામે એક પછી એક ફટાકડા ફૂટવા લાગતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
Surat Firecracker Stall Fire: રોકેટ આકાશમાં છૂટતાં વાહનચાલકોમાં ગભરાટ
ફટાકડામાં આગ લાગતાં જ જોરદાર ધડાકા સંભળાવા લાગ્યા હતા. રોકેટ સહિતના ફટાકડા અંધાધૂંધ ફૂટીને આકાશમાં છૂટતાં આસપાસ ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ભયનો માહોલ (Diwali Fire Accident) સર્જાયો હતો.
આગની જ્વાળાઓ નજીકમાં પાર્ક કરેલા વાહનો સુધી પહોંચે તેવી શક્યતા જણાતાં કેટલાક લોકોએ સમયસર પોતાના વાહનો ત્યાંથી હટાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમો ફાયર ફાઇટરો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી (Gujarat Fire News) હતી. સમયસરની કામગીરીને કારણે આગ નજીકના રહેણાંક અને વેપારી વિસ્તારોમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.
ફટાકડાના વેપારીઓને મોટું આર્થિક નુકસાન
આગની ઘટનામાં સ્ટોલમાં રાખેલો ફટાકડાનો મોટાભાગનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ આપવામાં આવ્યા નથી.
આ પણ વાંચો: અમદાવાદના મેગ્નેટ પાર્કમાં આગનો ખૌફનાક બનાવ! જીવ બચાવવા કૂદેલા 1 યુવકનું મોત, 30થી 40 કર્મચારીઓ ફસાયા
આ પણ વાંચો: અમરેલીમાં ખેતરમાં પાર્ક કરેલી તુફાન ગાડીમાં આગ, 16 વર્ષના સગીર સહિત 2 મજૂરોના અડધા સળગેલા મૃતદેહ મળ્યા
આ પણ વાંચો: વિશાખાપટ્ટનમની HPCL રિફાઇનરીમાં ભીષણ આગ! જોરદાર ધડાકા બાદ ધુમાડાના ગોટેગોટા, મોટી જાનહાનિ ટળી
