Entertainment News/ દિવાળીના વીડિયો પર બોમ્બે હાઈકોર્ટ નારાજ, BMCને ફરી પોસ્ટ કરવાનો આદેશ

દીયા મિર્ઝાના દિવાળી પર ફટાકડા ન ફોડવાની અપીલવાળો વીડિયો હટાવાતા બોમ્બે હાઈકોર્ટ નારાજ થયું છે. કોર્ટે BMCને વીડિયો ફરીથી પોસ્ટ કરવાનો આદેશ આપ્યો છે.

Top Stories Breaking News Entertainment
Dia Mirza Diwali Video: બોમ્બે હાઈકોર્ટ BMC પર નારાજ, વીડિયો ફરી પોસ્ટ કરવાનો આદેશ

Entertainment News:  Dia Mirza Diwali Video  અભિનેત્રી દીયા મિર્ઝાના દિવાળી પર ફટાકડા ન ફોડવા અને પર્યાવરણને અનુકૂળ રીતે તહેવાર ઉજવવાની અપીલ કરતો વીડિયો હટાવવાના મામલે બોમ્બે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે BMCને આ વીડિયો ફરીથી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને પર્યાવરણ સાથે જોડાયેલા મુદ્દાને કોઈ અન્ય રંગ આપવો જોઈએ નહીં.

બોમ્બે હાઈકોર્ટનો BMCને મોટો આદેશ

બોમ્બે હાઈકોર્ટમાં જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે દીયા મિર્ઝાનો વીડિયો હટાવવામાં આવતાં નારાજગી વ્યક્ત કરી હતી.

કોર્ટે નોંધ્યું કે દીયા મિર્ઝાએ કોર્ટના નિર્દેશો અનુસાર લોકોમાં જાગૃતિ લાવવા માટે આ વીડિયો તૈયાર કર્યો હતો. આ વીડિયોનો હેતુ દિવાળી દરમિયાન વધતા પ્રદૂષણ અંગે લોકોને જાગૃત કરવાનો હતો. તેથી BMCને તેને ફરીથી અપલોડ કરવાનો આદેશ આપવામાં આવ્યો.

દીયા મિર્ઝાએ વીડિયોમાં શું અપીલ કરી હતી?

Dia Mirza Diwali Video માં અભિનેત્રીએ લોકોને દિવાળી દરમિયાન પર્યાવરણનું ધ્યાન રાખવા અને પ્રદૂષણ ઘટાડવાની અપીલ કરી હતી. તેમણે લોકોને ફટાકડાના ઉપયોગથી થતા પ્રદૂષણ અંગે વિચારવા અને પર્યાવરણને અનુકૂળ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો હતો.

BMC દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં વીડિયો હટાવી દેવામાં આવતાં સમગ્ર મામલે રાજકીય વિવાદ ઊભો થયો હતો.

BMC મેયરે દીયા મિર્ઝાની ટીકા કરી હતી

વીડિયો હટાવ્યા બાદ તેની પાછળના કારણોને લઈને ચર્ચા શરૂ થઈ હતી. BMC ની મેયર ઋતુ તાવડેએ દીયા મિર્ઝાના પ્રદૂષણમુક્ત દિવાળી સંબંધિત વીડિયોની ટીકા કરી હતી.

તેમણે આરોપ લગાવ્યો હતો કે દીયા મિર્ઝા અગાઉ પણ હિન્દુત્વ અને તેની સાથે જોડાયેલા મુદ્દાઓ વિરુદ્ધ બોલતી રહી છે. મેયરે કહ્યું હતું કે હિન્દુઓને દિવાળી કેવી રીતે ઉજવવી તે શીખવવાની જરૂર નથી.

તેમણે અભિનેત્રી પર પસંદગીના મુદ્દાઓને લઈને એજન્ડા ચલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ નિવેદન બાદ મામલો વધુ રાજકીય બન્યો હતો.

વીડિયો હટાવ્યા બાદ રાજકીય વિવાદ વધ્યો

દીયા મિર્ઝાનો વીડિયો BMC ના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હટાવવામાં આવ્યા બાદ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ પણ સવાલ ઉઠાવ્યા હતા.

કોંગ્રેસ, NCP, સમાજવાદી પાર્ટી અને શિવસેના (UBT)ના નેતાઓએ વીડિયો હટાવવાના નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે દીયા મિર્ઝાનો વીડિયો દિવાળી દરમિયાન પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ રીતે તહેવાર ઉજવવા અંગે હતો.

તેમના જણાવ્યા અનુસાર આ વીડિયો (BMC)ની પહેલ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો અને મહાનગરપાલિકાએ જ તેને પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો હતો.

NCP નેતાએ વીડિયો મુંબઈના હિતમાં ગણાવ્યો

NCP નેતા સૂરજ ચવ્હાણે પણ વીડિયો હટાવવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે દીયા મિર્ઝાએ X પર શેર કરેલો સંદેશ જનહિત અને મુંબઈના હિતમાં હતો.

તેમણે દાવો કર્યો હતો કે વીડિયો બોમ્બે હાઈકોર્ટના દિશા-નિર્દેશોને અનુરૂપ હતો. મુંબઈમાં હવાના પ્રદૂષણને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી અને આ જ સંદર્ભમાં લોકોને પ્રદૂષણમુક્ત દિવાળી ઉજવવાની અપીલ કરવામાં આવી હતી.

સૂરજ ચવ્હાણે સવાલ કર્યો હતો કે જો વીડિયો પર્યાવરણ અને જનહિત સાથે જોડાયેલો હતો તો (BMC) એ તેને કેમ હટાવ્યો? તેમણે એવી આશંકા પણ વ્યક્ત કરી હતી કે દીયા મિર્ઝાના નામ અને અટકનો રાજકીય લાભ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કોર્ટે ધર્મનિરપેક્ષતાનો ઉલ્લેખ કેમ કર્યો?

સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. કોર્ટે પર્યાવરણ સાથે જોડાયેલા મુદ્દાને ધાર્મિક કે રાજકીય રંગ ન આપવાની વાત કહી.

કોર્ટના આ અવલોકન બાદ હવે  ને દીયા મિર્ઝાનો જાગૃતિ વીડિયો ફરીથી પોસ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી વીડિયો હટાવવાને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે.

દિવાળી દરમિયાન ફટાકડાથી થતા હવાના પ્રદૂષણને લઈને દર વર્ષે ચર્ચા થાય છે. આવા સમયે પર્યાવરણ, જનહિત અને તહેવારની ઉજવણી વચ્ચે સંતુલન જાળવવાનો મુદ્દો પણ મહત્વનો બની રહે છે. બોમ્બે હાઈકોર્ટના આ આદેશે આ સમગ્ર ચર્ચાને ફરીથી કેન્દ્રમાં લાવી છે.


આ પણ વાંચો:અજય દેવગનના બંગલા પર BMCનો હથોડો, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો:ધારાવીમાં BMCની ટીમ પર ફરી એક વખત હુમલો, ગેરકાયદે મસ્જિદ તોડવા મામલે હંગામો

આ પણ વાંચો:મુંબઈનો રાજા કોણ ? BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતદાન ચાલુ