Ahmedabad News: અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલી રાયપુરની સિદ્ધિની પોળમાં થયેલી ઘરફોડ ચોરીનો LCB ઝોન-3ની (Ahmedabad LCB Zone 3) ટીમે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. બંધ મકાનને નિશાન બનાવી રોકડ અને કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરનાર લાલજીભાઈ ઉકાભાઈ સોલંકીને (Lalji Solanki Arrest) પોલીસે માણેકચોકમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ અગાઉ 35થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. તેની પાસેથી રૂ. 2.36 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.
Lalji Solanki Arrest: બંધ મકાનનો દરવાજો અર્ધો ખુલ્લો જોઈ ચોરી કરી
પોલીસના જણાવ્યા અનુસાર, 2 નવેમ્બરના રોજ આરોપીએ રાયપુરની સિદ્ધિની પોળમાં (Raipur Pol Theft) આવેલા એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનનો દરવાજો અર્ધો ખુલ્લો હોવાનો લાભ લઈને તે ઘરમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ રોકડ રકમ અને કિંમતી ચીજવસ્તુઓ સહિત કુલ રૂ. 2.96 લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.
CCTV અને બાતમીના આધારે આરોપી ઝડપાયો
ઘટનાની તપાસ દરમિયાન LCB ઝોન-3ની ટીમે આસપાસના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ટેક્નિકલ એનાલિસિસ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી. ચોરી કરેલા સોનાના દાગીના વેચવા માટે આરોપી માણેકચોક વિસ્તારમાં પહોંચ્યો હોવાની માહિતી મળતાં પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.
રોકડ, સોનાની વીંટીઓ અને ગેજેટ્સ જપ્ત
પકડાયેલા આરોપીની ઓળખ લાલજી ઉકાભાઈ સોલંકી તરીકે થઈ છે, જે અમદાવાદના વાડજ વિસ્તારમાં રહે છે. પોલીસે તેની પાસેથી રૂ. 1.40 લાખ રોકડા, સોનાની બે વીંટીઓ, GUESS બ્રાન્ડની ઘડિયાળ અને iPhoneનાં ઇયરબડ્સ સહિત કુલ રૂ. 2.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ (Gujarat Police) તપાસમાં સામે આવ્યું છે કે લાલજી સોલંકી વિરુદ્ધ અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં અગાઉ 35થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે તેની વધુ પૂછપરછ અને ચોરીના અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં મોબાઇલ સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ, સેટેલાઇટમાંથી 52 ચોરીના મોબાઇલ સાથે બે આરોપી ઝડપાયા
આ પણ વાંચો: રાજકોટમાં 15 દિવસમાં 6 હત્યા અને ચોરીની ઘટના બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ તમામ DCPને આદેશ
આ પણ વાંચો: દિવાળીમાં વતન જવા પૈસા નહોતા, એટલે નારણપુરામાં ઘરમાં ચોરી કરવા ઘૂસ્યો યુવક
