India News: ચૂંટણી પંચની કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા (Voter Registration Rules) છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અને મતદાર નોંધણીના ફોર્મમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ભારતીય ચૂંટણી પંચે 26 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાયેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી પણ હાજર રહ્યા હતા.
Voter Registration Rules: SIRની નોટિસ મેળવનારા મતદારોને મોટી રાહત
SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) દરમિયાન જેમના મતદાર રેકોર્ડમાં અગાઉની મતદાર યાદી સાથે લિંક ન થવાની સમસ્યા હોય અથવા રેકોર્ડમાં તાર્કિક વિસંગતતા જોવા મળે તેવા મતદારોને નોટિસ આપવામાં આવતી હતી.આવા મતદારોને દસ્તાવેજો સાથે ચૂંટણી નોંધણી અધિકારી (ERO) અથવા સહાયક ચૂંટણી નોંધણી અધિકારી (AERO)ની કચેરીમાં હાજર રહેવું પડતું હતું. હવે આ પ્રક્રિયામાં રાહત આપવામાં આવી છે.
નવા નિર્ણય પ્રમાણે, આવા મતદારોના ઘરે બૂથ લેવલ ઓફિસર (BLO) જશે. BLO મતદારો પાસેથી જરૂરી દસ્તાવેજો મેળવીને ECINet પોર્ટલ (ECINet Portal) પર અપલોડ (BLO Home Visit) કરશે. ત્યારબાદ ચૂંટણી નોંધણી અધિકારી દસ્તાવેજોની તપાસ કરીને નિર્ણય લેશે.સામાન્ય સંજોગોમાં મતદારોને કચેરીમાં બોલાવવાની જરૂર નહીં પડે. જો કોઈ ખાસ પરિસ્થિતિ ઊભી થાય તો જ સુનાવણી યોજવામાં આવશે. આવી સુનાવણી શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. જરૂર પડે તો મતદાર પરિવારના કોઈ પુખ્ત સભ્યને પોતાની તરફથી હાજર રહેવાની મંજૂરી આપી શકશે.
Form 6 અને SIRની ઘોષણામાં શું ફેરફાર થયો?
નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે Form 6નો ઉપયોગ કરવામાં આવે છે. SIR દરમિયાન આ ફોર્મ સાથે અગાઉની મતદાર યાદી અથવા પરિવારના સભ્યોની વિગતો સંબંધિત વધારાની ઘોષણા જોડવામાં આવી હતી. આ ઘોષણાને લઈને કાયદાકીય અને પ્રક્રિયાત્મક ચર્ચા ઊભી થઈ હતી. ખાસ કરીને Form 6માં (Form 6 Update) વધારાની માહિતી ફરજિયાત બનાવવાની સત્તા અને તેની કાયદેસરતા અંગે સવાલો ઉઠ્યા હતા.
4 નવેમ્બર 2026ના રોજ પ્રકાશિત અહેવાલ મુજબ ચૂંટણી પંચે હવે SIR સંબંધિત ઘોષણાને Form 6ના ઓનલાઈન પેજથી અલગ કરીને સ્વતંત્ર દસ્તાવેજ તરીકે રાખવાનો નિર્ણય અમલમાં મૂક્યો છે. એટલે કે મતદાર નોંધણીનું મૂળ Form 6 અને SIR માટેની વધારાની ઘોષણા અલગ રીતે રજૂ કરવામાં આવશે.
-નવા IT મોડ્યુલ અને પોર્ટલની તપાસ થશે
-નવા IT મોડ્યુલ અને પોર્ટલ સીધા લાગુ નહીં કરી શકાય.
-અધિકારીઓની સમિતિ તેની તપાસ કરશે.ત્યારબાદ ચૂંટણી પંચ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
-આ પગલાનો હેતુ ચૂંટણી પંચની ડિજિટલ વ્યવસ્થામાં જવાબદારી અને નિયંત્રણ વધારવાનો છે.
આ પણ વાંચો: SIRમાં મતદારોના ડેટાની તપાસ કયા સોફ્ટવેરથી થઈ? RTIમાં ચૂંટણી પંચનો જવાબ ચર્ચામાં
આ પણ વાંચો: SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચની IT વ્યવસ્થા સામે મોટો પડકાર
આ પણ વાંચો: ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ: SIRના ફોર્મ-6માં ફેરફાર નથી કર્યો, તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા
