Gandhinagar News: ગાંધીનગરના અદાણી શાંતિગ્રામમાં (Adani Shantigram Fraud) રહેતા અને અદાણી સિમેન્ટ કંપનીમાં HR હેડ તરીકે ફરજ બજાવતા 52 વર્ષીય જોન વર્ગીસ સાયબર ઠગાઈનો ભોગ (Gandhinagar Cyber Crime) બન્યા છે. મકાનનું ગેસ બિલ ભરવાના બહાને ગઠિયાઓએ તેમને અદાણી ગેસના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી વોટ્સએપ પર APK ફાઇલ મોકલી હતી. આ ફાઇલ ડાઉનલોડ કરીને બેંક અને ક્રેડિટ કાર્ડની વિગતો આપ્યા બાદ તેમના HDFC ક્રેડિટ કાર્ડમાંથી સાત ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.4,49,551 ઉપાડી લેવાયા હતા. આ મામલે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
Gandhinagar Cyber Crime: અદાણી ગેસના પ્રતિનિધિ બની APK ફાઇલ મોકલી
ફરિયાદ મુજબ, 30 સપ્ટેમ્બરની સાંજે જોન વર્ગીસના મકાનમાલિક નિશીત રાડિયાનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મકાનનું ગેસ બિલ બાકી હોવા અંગે અદાણી ગેસમાંથી ફોન આવ્યો હતો અને તેમણે વર્ગીસનો મોબાઇલ નંબર આપ્યો છે. ત્યારબાદ અજાણ્યા નંબર પરથી વર્ગીસને વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતે અદાણી ગેસનો (Adani Gas Scam) પ્રતિનિધિ હોવાનું જણાવી બિલ ભરવા માટે વોટ્સએપ પર APK ફાઇલ મોકલી (APK File Scam) હતી.
ફાઇલ ડાઉનલોડ કરી બેંક અને કાર્ડની વિગતો ભરી
વર્ગીસે અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરીને APK ફાઇલ ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ તેમાં HDFC બેંકના ક્રેડિટ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો દાખલ કરી હતી. જોકે, પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ નહોતી. નેટ બેંકિંગનો પાસવર્ડ યાદ ન આવતાં ઠગે બાદમાં વાત કરવાનું કહી ફોન કટ કરી દીધો હતો. બીજા દિવસે સવારે વર્ગીસે નેટ બેંકિંગમાં લોગિન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોગિન થઈ શક્યું નહોતું.
બેંકમાં ફરિયાદ કરતી વખતે જ ટ્રાન્ઝેક્શનના મેસેજ આવ્યા
વર્ગીસ બેંકના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી રહ્યા હતા, ત્યારે જ તેમના ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી રકમ ઉપાડવાના મેસેજ આવવા લાગ્યા હતા. તેઓ કંઈ સમજે તે પહેલાં જ ક્રેડિટ કાર્ડમાંથી સાત અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.4,49,551 ઉપાડી લેવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં વર્ગીસે સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સાયબર ઠગો (Cyber Fraud) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં નિવૃત્ત PSI સાથે 1.94 કરોડની છેતરપિંડી, ઊંચા નફાની લાલચ આપી ભાણિયા અને તેની પત્નીએ છેતર્યા
આ પણ વાંચો: ગુજરાતની ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડ સાથે ₹69.10 લાખની છેતરપિંડી! 4% વળતરની લાલચ આપી ફસાવી
આ પણ વાંચો: અમદાવાદમાં જમીનના નામે 58.92 કરોડની છેતરપિંડી, 3 શખસો સામે ગુનો દાખલ
