Gandhinagar News: ગુજરાતમાં દિવસેને દિવસે નવા નવા છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરમાં(Gandhinagar Fraud)થી સામે આવ્યો છે. શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપીને નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સાથે રૂ.1.94 કરોડની છેતરપિંડી આચર્યાનો આક્ષેપ સામે આવ્યો છે.
સાસરી પક્ષના ભાણિયા અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાઈ છે. બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) હોવાનું કહેવાય છે. પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Gandhinagar Fraud: સાસરી પક્ષના ભાણિયા અને તેની પત્નીએ કાંડ કર્યો
મળતી માહિતી પ્રમાણે, ફરિયાદી શૈલેષ બચુભાઈ નાયક ગાંધીનગરના સેક્ટર-5બીમાં રહે છે અને નિવૃત્ત PSI(Retired PSI) છે. તેમણે સરગાસણની મેઘ મલ્હાર સોસાયટીમાં રહેતા સાસરી પક્ષના ભાણિયા જ્વલિન ઉર્ફે જય પ્રકાશ નાયક અને તેની પત્ની બોસ્કી સામે સેક્ટર-7 પોલીસ સ્ટેશન(Sector 7 Police Station)માં ફરિયાદ નોંધાવી છે.
આરોપી દંપતી ફરિયાદી અને તેમના પરિવારનું ઇન્કમટેક્સ રિટર્ન ભરતું હોવાથી પરિવારની આર્થિક સ્થિતિથી પરિચિત હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદ મુજબ, વર્ષ 2024માં આરોપી દંપતી ફરિયાદીના ઘરે પહોંચ્યું હતું અને શેરબજારમાં(Share Market Fraud) ઊંચી જગ્યાએ રોકાણ કરાવી સારો નફો અપાવવાની વાત કરી હતી. જ્વલિને પોતે સાબરમતી ગેસ કંપનીમાં CA તરીકે નોકરી કરતો હોવાનું તેમજ કોન્ટ્રાક્ટરોના બિલો તેની સહીથી મંજૂર થતા હોવાનું કહી વિશ્વાસ કેળવ્યો હોવાનો આક્ષેપ છે.
ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું
આરોપીઓએ ફરિયાદીના નામે ડીમેટ એકાઉન્ટ(Demat Account) ખોલાવ્યું હતું. જોકે, એકાઉન્ટનો લોગિન આઈડી અને પાસવર્ડ પોતાની પાસે રાખીને તેનું સંચાલન તેઓ જ કરતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. એક તબક્કે ડીમેટ એકાઉન્ટમાં રૂ.2.38 કરોડનો નફો દેખાડવામાં આવ્યો હતો. પરંતુ રોકાણની રકમ અને નફો પરત આપવાનો સમય આવ્યો ત્યારે આરોપીઓએ ગલ્લા-તલ્લા શરૂ કર્યા હોવાનો આક્ષેપ છે. ગાંધીનગરમાં(Gandhinagar Fraud) નોંધાયેલી આ ફરિયાદ અંગે પોલીસ આગળની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:સાયબર છેતરપિંડી રોકવા RBI અમદાવાદમાં એક્શન મોડમાં, Cyber Fraud થાય તો ‘1930’ પર તુરંત કરો કોલ
આ પણ વાંચો:Online Fraudના વૈશ્વિક અડ્ડા પર ત્રિદેશીય કાર્યવાહી, 494 ઈમારતો ધરાશાયી
આ પણ વાંચો:Blinkitએ કરી છેતરપિંડી? 1 લીટર તેલનો Fraud…સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ
