Gandhinagar News : રાજ્યના પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ સી.આઈ.ડી. (CID)(ક્રાઈમ અને રેલ્વેઝ), ગાંધીનગર હેઠળ નવ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી તથા નવી નિમણૂક કરવામાં આવી છે. આ બદલીઓ(Transfer) જાહેર હિત અને વહીવટી કારણોને ધ્યાનમાં રાખીને અમલમાં મુકવામાં આવી છે.
બદલી થયેલા અધિકારીઓ અને તેમની નવી નિમણૂક નીચે મુજબ છે:
- આર.ડી. સગર: એ.સી.બી. ખાતેથી બદલી(Transfer) થઈ તપાસ એકમ, આણંદ ખાતે નિયુક્તિ
- કે.આર. દરજી: અરવલ્લીથી બદલી બાદ સાયબર સેલ, ગાંધીનગર ખાતે નિમણૂક
- એસ.એમ. પટેલ: આણંદથી બદલી થઈ સાયબર સેલ, ગાંધીનગરમાં પોસ્ટિંગ
- એન.બી. ડોડિયા: આણંદથી બદલી બાદ ડી.પો.ઈ. સુરત ઝોનમાં નિમણૂક
- એમ.બી. પઢીયાર: મહેસાણા પરથી ફ્રોડ સેલ, ગાંધીનગરમાં હાજરી
- વી.જે. ચાવડા: અમદાવાદ શહેરથી બદલી થઈ સી.આઈ. સેલ, ગાંધીનગરમાં પોસ્ટિંગ
- એસ.એ. કરમુર: અમદાવાદ શહેરથી તપાસ એકમ, વલસાડ ખાતે નિમણૂક
- એ.ડી. ગામીત: અમદાવાદ શહેરથી તપાસ એકમ, ડાંગ ખાતે બદલી
- એચ.બી. ચૌધરી: સુરત શહેરથી સાયબર સેલ, ગાંધીનગર ખાતે નિમણૂક
આદેશ મુજબ તમામ અધિકારીઓએ ચાર્જ હસ્તાંતરણ પ્રક્રિયા અંગે વર્ષ 2020માં જાહેર થયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. આ હુકમ પોલીસ અધિક્ષક (વહીવટ) વિવેક ભેડા દ્વારા જારી કરવામાં આવ્યો છે અને તેની નકલ રાજ્યના સંબંધિત તમામ પોલીસ અધિકારીઓને મોકલવામાં આવી છે.
