Ahmedabad/ AMC સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ, સફાઈ કાર્ય કરશે શરૂ

AMC સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ, સફાઈ કાર્ય કરશે શરૂ

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ શહેરમાં છેલ્લા 7 દિવસથી સફાઈ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાલ પર ઉતર્યા હતા. આજે સાત દિવસના અંતે આ સફાઈ કર્મચારીના પ્રશ્નોના નિરાકરણ માટે કમિટી બનાવવાની જોગવાઈ કરવામાં આવતા હડતાલ પાછી ખેંચવામાં આવી છે. અને આજ સાંજથી જ કર્મચારી રાબેતા મુજબ કામ ઉપર પાછા ફરશે. અમદાવાદને પહેલાની જેમ ખુબસુરત કરવામાં આવશે.

અંગે કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમે વાલ્મિકી સમાજના લોકો શહેરીજનોને પડેલ હાલાકી બાબતે માફી માંગીએ છે. અમારી 5 માંથી 4 માંગણીઓ સ્વીકારવાની લેખિત બાંહેધરી મળતા હડતાળ સમેટાઈ છે.