Anand News/ માછલીઓને દાણા નાખવા ગયા ને તળાવમાં ગરકાવ થયા બે વ્યક્તિ, પંડોળીમાં રેસ્ક્યૂ શરૂ

આણંદના પેટલાદ તાલુકાના પંડોળી ગામે માછલીઓને ખોરાક નાખવા ગયેલા બે વ્યક્તિ તળાવમાં (2 Persons Drowned) ડૂબ્યા. બંનેની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ.

Top Stories Gujarat Others Breaking News
2 Persons Drowned: માછલીઓને ખોરાક નાખવા ગયા હતા, રેસ્ક્યૂ શરૂ

Anand News: આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પંડોળી ગામે (Pandoli Village) તળાવમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે. તળાવમાં માછલીઓને ખોરાક નાખવા ગયેલા પેટલાદના બે વ્યક્તિઓ પાણીમાં ગરકાવ (2 Persons Drowned) થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્ર દોડી આવ્યાં હતાં. બંને વ્યક્તિઓની શોધખોળ માટે ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.

2 Persons Drowned: માછલીઓને ખોરાક નાખવા ગયા હતા

પ્રાથમિક માહિતી મુજબ, પેટલાદના બે વ્યક્તિઓ પંડોળી ગામના તળાવ કિનારે માછલીઓને ખોરાક નાખવા ગયા હતા. આ દરમિયાન બંને પાણીમાં ડૂબી ગયા હતા. જોકે, તેઓ કયા સંજોગોમાં પાણીમાં ગરકાવ થયા તે અંગેની ચોક્કસ વિગતો હજુ સામે આવી નથી.

ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમની શોધખોળ

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તળાવ કિનારે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડ તથા રેસ્ક્યૂ (Pond Rescue Operation) ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને વ્યક્તિઓને શોધવા માટે તળાવમાં સઘન રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ બંનેની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.


આ પણ વાંચો: અમરેલીના ખેરા ગામે પગ લપસતાં દરિયામાં ડૂબી જવાથી સગીરાનું મોત

આ પણ વાંચો: ગોરખપુરના સૂર્યકુંડ તળાવમાં 35 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત, વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો માતમમાં ફેરવાયો: ચેકડેમમાં ડૂબી 4 બાળકોનાં મોત