Sports News: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના અનુભવી ફાસ્ટ બોલર (Indian Fast Bowler) મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ (Mohammed Shami Retirement) લેવાની જાહેરાત કરી છે. 6 નવેમ્બર, શુક્રવારે શમીએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને પોતાની ટેસ્ટ કારકિર્દીનો અંત જાહેર કર્યો હતો. ભારત માટે સફેદ જર્સીમાં રમવાનું સપનું લઈને શરૂ થયેલી તેમની સફર 13 વર્ષ બાદ યાદગાર ક્ષણો સાથે પૂર્ણ થઈ છે.
Mohammed Shami Retirement: ‘સફેદ જર્સીને અલવિદા, યાદોને નહીં’
મોહમ્મદ શમીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે તેઓ સફેદ જર્સીને અલવિદા કહી રહ્યા છે, પરંતુ તેની સાથે જોડાયેલી યાદોને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમના માટે ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માત્ર એક ફોર્મેટ નહોતું, પરંતુ જીવનનો અત્યંત ખાસ હિસ્સો રહ્યો છે.
શમીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે જ્યારે તેમણે પહેલીવાર ભારતની ટેસ્ટ જર્સી પહેરી હતી, ત્યારે તેમના મનમાં દેશ માટે કંઈક કરી બતાવવાનું એક જ સપનું હતું. 13 વર્ષ પછી એ જ તારીખે તેઓ આ સફરને યાદો સાથે વિદાય આપી રહ્યા છે.

વિકેટ, ઈજા અને પુનરાગમનની સફર યાદ કરી
ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સફરને યાદ કરતાં શમીએ દરેક વિકેટ, સંઘર્ષ અને ઈજામાંથી મળેલા અનુભવનો ઉલ્લેખ કર્યો હતો. તેમના મતે, કારકિર્દી દરમિયાન થયેલા દરેક પડકાર અને પુનરાગમને તેમને કંઈક નવું શીખવ્યું છે.
શમીએ પોતાની પોસ્ટમાં એ તમામ લોકોનો આભાર પણ માન્યો, જેઓ તેમની કારકિર્દીના સારા અને મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભા રહ્યા હતા.

સાથી ખેલાડીઓથી લઈને ચાહકોનો માન્યો આભાર
નિવૃત્તિની જાહેરાત સાથે શમીએ સાથી ખેલાડીઓ, કોચ, પરિવારના સભ્યો અને કરોડો ભારતીય ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ તમામ લોકોએ દરેક પરિસ્થિતિમાં તેમના પર વિશ્વાસ જાળવી રાખ્યો હતો.
શમીની આ જાહેરાત સાથે ભારતીય ક્રિકેટમાં તેમની ટેસ્ટ કારકિર્દીનો અંત આવ્યો છે. જોકે, સફેદ જર્સીમાં રમેલી તેમની યાદગાર ક્ષણો અને મેદાન પરના પ્રદર્શનને ચાહકો લાંબા સમય સુધી યાદ રાખશે.

આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટના નિયમોમાં મોટો ફેરફાર, બેટ્સમેન-વિકેટકીપરને મળી રાહત, ‘બન્ની હોપ’ પર પ્રતિબંધ લગાવાયો
આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટનો ‘કિંગ’ રિષભ પંત વન-ડે અને T20 માં કેમ ફેલ? આંકડા જોઈને ચોંકી જશો !
આ પણ વાંચો: શું કારણ છે કે વિરાટ-રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી પડી, ભૂતપૂર્વ ક્રિકેટરનો દાવો!
