હવે ટેસ્ટ ક્રિકેટના (cricket) નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ક્રિકેટના (cricket) નિયમો બનાવનારી સંસ્થા મેરીલેબોન ક્રિકેટ (cricket) ક્લબ (MCC)એ રમતની ‘લોઝ ઑફ ક્રિકેટ’ના નવા નિયમો જાહેર કર્યા છે. આ નવા નિયમો ઓક્ટોબર 2026થી વર્લ્ડમાં અમલમાં આવશે. ક્રિકેટને વધુ રસપ્રદ બનાવવા અને વિવાદિત નિર્ણયોને દુર કરવા માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે.
Cricket: રન આઉટ અને સ્પમ્પિંગને લગતા નવો નિયમ
જો નવા નિયમો મુજબ વાત કરવામાં આવે તો હવે રન-આઉટ કે સ્ટમ્પિંગ વખતે બોલનો માત્ર સ્પર્શ પૂરતો નહીં ગણાય. હવેથી જ્યારે બેલ્સ (ગિલ્લીઓ) ઉડે, ત્યારે ફિલ્ડર અથવા કીપરના હાથમાં બોલ હોવો જરૂરી ગણાશે. જો બોલ માત્ર હાથ કે ગ્લવ્ઝને અડીને સ્પમ્પ્સ પર વાગશે તો બેટ્સમેન આઉટ ગણાશે નહીં.

Cricket: દિવસની છેલ્લી ઓવર પૂર્ણ કરવાની રહેશે
ટેસ્ટ અથવા મલ્ટી-ડે મેચમાં હવે જો દિવસની છેલ્લી ઓવરમાં જો વિકેટ પડે છે તો ગેમ પૂર્ણ નહીં થાય. ઓવરમાં બાકીના વધેલા બોલ બેટ્સમેને આવીને રમવાના રહેશે.. અત્યાર સુધી વિકેટ પડ્યા બાદ દિવસની રમત ત્યાં જ સમાપ્ત કરી દેવામાં આવતી હતી.

Cricket: વિકેટકીપર માટે ઘણી રાહત
જો બોલર રન-અપ લેતો હોય ત્યારે વિકેટ કિપર પોતાની પોઝિશન બદલી શકશે. . નવા નિયમ મુજબ, કીપર માટે બોલ ફેંકાઈ જાય તે પછી જ સ્ટમ્પની પાછળ રહેવું ફરજિયાત છે.
Cricket: ‘બન્ની હોપ’ પર લગાવાયો પ્રતિબંધ
બાઉન્ડ્રી પર કેચ પકડતી વખતે ‘બન્ની હોપ’ (હવામાં ઉછળીને ફરી અંદર આવવું) તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. કેચ પકડ્યા બાદ ખેલાડીનો સંપર્ક બાઉન્ડ્રીની અંદર હોવો જરૂરી છે. તમે ઘણી મેચોમાં જોયુ હશે કે બેટ્સમેન શોર્ટસ મારે છે અને બોલ બાઉન્ડ્રી પાસે પહોંચે છે , ત્યારે ફિલ્ડરના હાથમાં બોલ આવ્યા બાદ તે બાઉન્ડ્રીની બહાર જતી વખતે બોલ હવામાં ઉછાળી દે છે અને પછી ફરી તે બાઉન્ડ્રી અંદર આવીને તે ઉછાળેલો બોલ ફરી પકડી લે છે, જેના કારણે બેટર આઉટ થઈ જાય છે, જોકે હવે આ નિયમ બંધ કરી દેવાયો છે. અને તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
Cricket: શોર્ટ રન પેનલ્ટી :
જો વધુમાં વાત કરીએ તો ખેલાડીને ‘શોર્ટ રન’ લેવા બદલ હવે પાંચ પેનલ્ટી રન વિરોધી ટીમને આપવામાં આવશે અને ફિલ્ડિંગ કૅપ્ટન નક્કી કરશે કે કયો બેટર સ્ટ્રાઇક પર રહેશે.
Cricket: ઓવરથ્રો :
હવેથી ઓવર થ્રોના નિયમમાં પણ ફેરફાર કરાયો છે. ઓવરથ્રો અને મિસફિલ્ડિંગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરાયો છે. જો રન-આઉટના પ્રયાસ વખતે ફેંકાયેલા બોલને જ હવે સત્તાવાર રીતે ‘ઓવરથ્રો’ ગણવામાં આવશે. બેટ્સમેને મારેલો શોર્ટ પકડવામાં ફિલ્ડર ભૂલ કરે, હાથમાંથી છટકી જાય અથવા પગ નીચેથી નીકળી જાય તો તેને મિસફિલ્ડિંગ ગણવામાં આવશે, ઓવરથ્રો નહીં ગણવામાં આવે.
Cricket: હિટ વિકેટ :
બેટ્સમેન શોર્ટ માર્યા પછી બેટર બેલેન્સ ગુમાવી પાછળ તરફ નમી જાય, જેમાં તેનું બેટ કે પગ સ્ટમ્પને અડી જાય તો આઉટ ગણાશે. જો બેટરે શૉટ માર્યો ત્યારે ફિલ્ડર બોલ પકડવા માટે ઝડપથી દોડીને બેટર સાથે અથડાય અને બેટર સ્ટમ્પ પર જઈ પડે, તો નોટ આઉટ ગણાશે.
આ પણ વાંચો:હાર્દિક પંડ્યાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 વર્ષ પૂર્ણ, કહ્યું“આ તો ફક્ત શરૂઆત છે”
આ પણ વાંચો:ટેસ્ટ ક્રિકેટનો ‘કિંગ’ રિષભ પંત વન-ડે અને T20 માં કેમ ફેલ? આંકડા જોઈને ચોંકી જશો !
આ પણ વાંચો:Virat Kohli આંતરરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારામાં બીજા ક્રમે
