World News : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા (Trump security)ને લઈને ફરી એકવાર ચિંતાજનક ઘટના સામે આવી છે. ટ્રમ્પની હત્યા કરવાની વાત (Donald Trump assassination threat)કરનારા વેનેઝુએલાના 26 વર્ષીય યુવકની વ્હાઇટ હાઉસ બહારથી ધરપકડ (White House arrest)કરવામાં આવી છે. યુવકે અધિકારીઓ સમક્ષ કબૂલ્યું હતું કે તેના માથામાં સતત અવાજો સંભળાય છે, જે તેને ટ્રમ્પની હત્યા કરવા માટે ઉશ્કેરે છે. એક અખબારી ન્યૂઝના અહેવાલ મુજબ, યુવકની કારમાંથી ત્રણ બંદૂકો અને મોટી સંખ્યામાં કારતૂસ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
વ્હાઇટ હાઉસ બહાર શંકાસ્પદ હાલતમાં મળ્યો યુવક
અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (DHS)ના જણાવ્યા અનુસાર, પકડાયેલા યુવકની ઓળખ 26 વર્ષીય રોની યોરડ્રિક્સ ગુઆનિપા ક્રિનોસ તરીકે થઈ છે. તે વર્ષ 2024માં ગેરકાયદેસર રીતે અમેરિકા આવ્યો હતો.
સિક્રેટ સર્વિસના (Secret Service)અધિકારીઓએ ગુરુવારે રાત્રે આશરે 11:42 વાગ્યે વ્હાઇટ હાઉસનીબહાર પાર્ક કરેલી વાદળી રંગની ફોર્ડ F-150 કારમાં તેને સૂતેલો જોયો હતો. તેની હરકતો શંકાસ્પદ લાગતાં અધિકારીઓએ તેને જગાડીને પૂછપરછ શરૂ કરી હતી.
ગૂગલ ટ્રાન્સલેટથી અધિકારીઓને આપી ચોંકાવનારી માહિતી
પૂછપરછ દરમિયાન ક્રિનોસે ગૂગલ ટ્રાન્સલેટની મદદથી અધિકારીઓને જણાવ્યું હતું કે તેની પાસે કેટલાક હથિયારો છે અને તે સરકારને સોંપવા માગે છે. તેણે કોઈપણ પ્રકારનો વિરોધ કર્યા વિના હથિયારો સોંપવાની તૈયારી પણ દર્શાવી હતી.
એક અખબારી ન્યૂઝના અહેવાલ પ્રમાણે, યુવકે દાવો કર્યો હતો કે કેટલાક લોકો તેની પાછળ પડ્યા છે અને તેને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે જણાવ્યું કે હુમલાખોરો પાસેથી તેણે એક બંદૂક છીનવી લીધી હતી. આ હથિયાર ભૂરા રંગની બેગમાં રાખવામાં આવ્યું હોવાનું પણ તેણે કહ્યું હતું.
આ ઉપરાંત, યુવકે તેના માથામાં અવાજો સંભળાતા હોવાની અને તે અવાજો તેને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવા માટે કહેતા હોવાની વાત (Donald Trump assassination threat)કરી હતી.
કારમાંથી AR-15 સહિત ત્રણ હથિયારો મળ્યાં
અધિકારીઓએ યુવકની કારની તપાસ કરતાં ત્રણ ખતરનાક હથિયારો મળી આવ્યાં હતાં. તેમાં AR-15 સ્ટાઇલ રાઇફલ (AR-15 rifle), MAC-10 હેન્ડગન અને ગ્લોક 43X પિસ્તોલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કારતૂસનો જથ્થો પણ મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન કાર ચોરાયેલી હોવાનું સામે આવ્યું હતું. અગાઉ આ વાહન ચોરી થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જોકે, ક્રિનોસે અધિકારીઓને જણાવ્યું હતું કે આ કાર તેના બોસની છે અને તેમણે તેને ઉપયોગ માટે આપી હતી. તેણે લગભગ એક મહિના પહેલાં હથિયારો ખરીદ્યાં હોવાનું અને તે આ જ કારમાં રહેતો હોવાનું પણ જણાવ્યું હતું.
યુવક સામે અનેક ફેડરલ આરોપો, સોમવારે કોર્ટમાં રજૂ કરાશે
આ સમગ્ર મામલે ક્રિનોસ સામે હથિયારો રાખવા, જરૂરી પરવાનગી વિના હથિયારોની હેરફેર કરવા, નોંધણી વગર બંદૂકો અને કારતૂસ રાખવા સહિતના અનેક આરોપો મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત લાઇસન્સ વિના પિસ્તોલ રાખવા, ખતરનાક હથિયારોનો કબજો, પરવાનગી વિના વાહનનો ઉપયોગ કરવા અને ચોરાયેલી સંપત્તિ રાખવા જેવા આરોપો પણ સામેલ છે.
એક અખબારી ન્યૂઝના અહેવાલ પ્રમાણે, સરકારી વકીલો યુવક વિરુદ્ધ એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓની તપાસ કરી રહ્યા છે. તેને સોમવારે ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે, તેની તરફથી કોર્ટમાં કોઈ વકીલ હાજર રહેશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
આ ઘટનાને પગલે વ્હાઇટ હાઉસની સુરક્ષા વ્યવસ્થા અને રાષ્ટ્રપતિની સુરક્ષાને (Trump security)લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે.
