Jamnagar News/ ખાનગી શાળાઓ છોડીને સરકારી સ્કૂલોમાં પ્રવેશનો ધસારો! જામનગરમાં 4 વર્ષમાં 1,457 વિદ્યાર્થીઓએ બદલ્યું શિક્ષણનું સરનામું

Jamnagar Government Schools: જામનગરમાં છેલ્લા ચાર વર્ષમાં 1,457 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રથમ છ મહિનામાં જ 324 વિદ્યાર્થીઓ જોડાયા છે.

Top Stories Gujarat Others
Jamnagar Government Schools: જામનગરની સરકારી શાળાઓમાં ચાર વર્ષમાં 1,457 વિદ્યાર્થીઓએ લીધો પ્રવેશ

Jamnagar News: જામનગરમાં સરકારી શાળાઓ તરફ વાલીઓનો ઝુકાવ (Jamnagar Government Schools) વધતો જોવા મળી રહ્યો છે. ખાનગી શાળાઓની ફી અને અન્ય ખર્ચ વચ્ચે અનેક વાલીઓ હવે પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. છેલ્લા ચાર વર્ષના આંકડા મુજબ, કુલ 1,457 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને જામનગરની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. ખાસ વાત એ છે કે ચાલુ શૈક્ષણિક વર્ષ 2026-27ના પ્રથમ છ મહિનામાં જ 324 વિદ્યાર્થીઓ સરકારી શાળામાં જોડાયા છે.

Jamnagar Government Schools: ચાર વર્ષમાં 1,457 વિદ્યાર્થીઓએ બદલી શાળા

જામનગરની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણ (School Education)ની ગુણવત્તા અને ભૌતિક સુવિધાઓમાં સુધારાને કારણે વાલીઓનો વિશ્વાસ વધ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વર્ષવાર આંકડા પ્રમાણે, ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ પ્રમાણે છે.

વર્ષ 2023-24: 337 વિદ્યાર્થીઓ

વર્ષ 2024-25: 293 વિદ્યાર્થીઓ

વર્ષ 2025-26: 503 વિદ્યાર્થીઓ

વર્ષ 2026-27ના પ્રથમ છ મહિનામાં: 324 વિદ્યાર્થીઓ

આમ, ચાર વર્ષના સમયગાળામાં કુલ 1,457 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

Jamnagar Government Schools: જામનગરની સરકારી શાળાઓમાં ચાર વર્ષમાં 1,457 વિદ્યાર્થીઓએ લીધો પ્રવેશ
Jamnagar Government Schools: જામનગરની સરકારી શાળાઓમાં ચાર વર્ષમાં 1,457 વિદ્યાર્થીઓએ લીધો પ્રવેશ

ચાલુ વર્ષે પણ સરકારી શાળાઓમાં પ્રવેશનો પ્રવાહ

ચાલુ શૈક્ષણિક વર્ષ 2026-27નું હજુ અડધું વર્ષ જ પૂર્ણ થયું છે, ત્યારે અત્યાર સુધીમાં 324 વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ લઈ ચૂક્યા છે. વર્ષના બાકીના સમયમાં પણ પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેવાની હોવાથી આ આંકડામાં વધારો થવાની શક્યતા છે.

સ્માર્ટ ક્લાસરૂમથી મફત સુવિધાઓ સુધી

સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, તાલીમબદ્ધ શિક્ષકો, મફત પાઠ્યપુસ્તકો, ગણવેશ અને મધ્યાહ્ન ભોજન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ખાનગી શાળાઓની સરખામણીએ આર્થિક ખર્ચ ઓછો હોવાની સાથે શિક્ષણ અને અન્ય સુવિધાઓ મળતી હોવાથી (Gujarat Education Department) વાલીઓ સરકારી શાળાઓને પસંદ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

શાળામાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર નિયંત્રણ

બીજી તરફ, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને વાલીઓની અવરજવર વધતી હોવાના અહેવાલો વચ્ચે શિક્ષણ વિભાગે બાળકોની સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને નવો પરિપત્ર જાહેર કર્યો છે.

આ આદેશ મુજબ, આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી વિના શાળા પરિસરમાં ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી કે લાઇવ સ્ટ્રીમિંગ કરી શકાશે નહીં. આ નિયમ વાલીઓને પણ લાગુ પડશે. શાળામાં આવતા મુલાકાતીઓએ રજિસ્ટરમાં વિગતો નોંધાવી પરવાનગી લેવી પડશે.

વધુમાં, વર્ગખંડ અને રમતગમતના મેદાનમાં બિનઅધિકૃત પ્રવેશ પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. નિયમોનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), પોક્સો અને IT એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.


આ પણ વાંચો: ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ પર સવાલ: રાહુલ ગાંધીના સત્યાગ્રહ પોર્ટલ પર રોજ 57 ફરિયાદો

આ પણ વાંચો: ગુજરાતમાં શિક્ષકોની બદલી અંગે શિક્ષણ વિભાગ સક્રિય, જિલ્લા અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહીનો આદેશ

આ પણ વાંચો: રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોના નામ જાહેર, ફોર્મ ભરવાના કલાકો પહેલા ભાજપે ખોલ્યું સસ્પેન્સ