Food Recipe/ આ દિવાળીના દિવસે બજારની મીઠાઈને કહો અલવિદા…બનાવો હલવાઈ જેવી મગ દાળની બરફી..!

મગ દાળની બરફી (Moong Dal Barfi) સ્વદિષ્ટ હોવાની સાથોસાથ બનાવવામાં પણ સરળ છે.બજારની ભેળસેળયુક્સ મીઠાઈઓથી બચવા માટે તમે ઘરે જ મીઠાઈ…

Trending festival Food Lifestyle
Moong Dal Barfi ની દાણેદાર Amazing મીઠાઈની વાનગી...દિવાળી 2026ને બનાવો special!

Food Recipe: આજે દિવાળીનો તહેવાર (Diwali 2026 Festival) છે અને માર્કેટમાં ભેળસેળવાળી અને રંગબેરંગી મીઠાઈઓ વેચાય છે. પરંતુ બજારની ભેળસેળયુક્સ મીઠાઈઓથી બચવા માટે તમે ઘરે જ મીઠાઈ (Sweet) બનાવી શકો છો. અહિં અમે તમને મગ દાળની બરફી (Moong Dal Barfi Recipe)ની રેસિપી દર્શાવવા જઈ રહ્યાં છીએ. મગ દાળની બરફી સ્વદિષ્ટ હોવાની સાથોસાથ બનાવવામાં પણ સરળ છે. તો ચાલો નોંધી લો રેસિપી….

શી રીતે બનાવશો આ મગ દાળની બરફી? (Moong Dal Barfi Recipe)

મગ દાળની બરફીની રેસિપી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Moong Dal Barfi Ingredients
Moong Dal Barfi Ingredients

સામગ્રી

1 કપ ફોતરા વાળી મગની દાળ

3/4 કપ દેશી ઘી

1 કપ ખાંડ

અડધો કપ પાણી

અડધો કપ માવો

1 નાની ચમચી ઈલાયચી પાવડર

બદામ અને પિસ્તાની કતરણ

Moong Dal Barfi Recipe
Moong Dal Barfi Recipe

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ ધોઇને 4 કલાક પલાળેલી મગ દાળ (Moong Dal)નું પાણી અને ફોતરા દૂર કરી લેવા.

2. હવે પાણી વિના એને મિક્સર જારમાં અધકચરું પીસી લેવું. ધ્યાન રાખવું કે આ પેસ્ટ બારીક ન હોવી જોઈએ, એમાં હલવાઈ જેવું હળવું દરદરું ટેક્ષ્ચર હોવું જોઈએ જેથી બરફી સરસ દાણેદાર બને!

3. એક ભારે તળીયાવાળી કડાઈમાં દેશી ઘી ગરમ કરવું. એમાં વાટેલી મગની દાળ ઉમેરવી અને મધ્યમ તાપે સતત હલાવતા રહીને શેકી લેવું.

4. શરુઆતમાં દાળ ઘી શોષવા લાગશે અને ભારે થઈ જશે પરંતુ એ જેમ-જેમ શેકાતી જશે એમ ઘી છોડવા લાગશે અને એનો રંગ સોનેરી થવા લાગશે. આ પ્રક્રિયામાં લગભગ 20-25 મિનિટ જેટલો સમય લાગી શકે છે.

5. હવે એક અલગ પૅનમાં ખાંડ અને પાણી મિક્સ કરીને ગૅસ પર રાખો અને જ્યાં સુધી ખાંડ (Sugar) પૂરી રીતે ઓગળી જાય અને એક તારની ચાસણી બની જાયત્યાં સુધી ઉકાળો.

6. આ ચાસણીમાં ઈલાયચી પાવડર મિક્સ કરી લો.

7. હવે આ શેકેલી દાળમાં માવો (Milk Mawa) ઉમેરીને 2 મિનિટ સુધી શેકી લેવી. ત્યાર બાદ, એમાં તૈયાર ચાસણીને ધીમે-ધીમે ઉમેરવી અને સતત હલાવતા રહેવું જેથી એમાં લમ્પ્સ ન પડે!

8. આ મિશ્રણ કડાઈ છોડવા લાગે અને એકઠું થવા લાગે ત્યાં સુધી પકાવી લેવું.

9. એક થાળી અથવા ટ્રેમાં ઘી લગાવીને ગ્રીસ કરી લો. એમાં તૈયાર મિશ્રણને સમાન રુપથી ફેલાવી લો અને એની ઉપર બદામ-પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીને હળવું દબાવી દો. એને 2-3 કલાક સુધી સેટ થવા દો.

તો તૈયાર છે તમારી મગ દાળની બરફી…જેને તમે મનપસંદ અથવા ચોરસ ટુકડામાં કાપીને એને મહેમાનોને સર્વ કરી શકો છો અને તમે પોતે પણ એનો આનંદ લઇ શકો છો.


આ પણ વાંચો:

આ પણ વાંચો: દુનિયામાં કેવળ એક જ સ્થળે મળશે આ મીઠાઈ…ગુજરાતના સુરતની ફેમસ ઘારી…ઘરે ટ્રાય કરો રેસિપી!

આ પણ વાંચો: