Food Recipe: આ દિવાળીના તહેવારો (Diwali 2026)માં જો કંઇક અલગ પ્રકારની મીઠાઈ ખાવા ઇચ્છતા હો તો એક વાર બૉમ્બેનો ફેમસ કરાચી હલવો (Bombay Karachi Halwa Recipe) બનાવી જુઓ. આ કરાચી હલવાને કોર્ન ફ્લોર, અખરોટ, ખાંડ, ઘી અને ડ્રાય ફ્રુટ્સમાંથી તૈયાર કરવામાં આવે છે. જો તમને અલગ-અલગ મીઠાઈ અને ફ્લેવર પસંદ હોય તો એક વાર બૉમ્બેનો કરાચી હલવો ચોક્કસથી ટ્રાય કરજો.
આ હલવો હજારો રુપિયાનો કિલો મળે છે કારણ કે એમાં ભરપૂર ડ્રાય ફ્રુટ્સ (Dry Fruits) હોય છે. એની કિંમત સૂકા મેવાની કિંમતના હિસાબે ઉપર-નીચે થતી રહેતા હોય છે. જો તમને મુંબઈ જવાની તક ન મળી રહી હોય તો તમે ઘરે બેઠા આ રેસિપીને ફૉલો કરીને આ બૉમ્બે કરાચી હલવો બનાવી શકો છો. આ વાનગી બનાવવી સરળ છે અને એમાં ઘણી વસ્તુઓની પણ જરુર નથી પડતી! તો ચાલો જોઈએ બૉમ્બે કરાચી હલવાની રેસિપી…
શી રીતે બનાવશો બૉમ્બે કરાચી હલવો? (Bombay Karachi Halwa Recipe)
બૉમ્બે કરાચી હલવો બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ કૉર્નફ્લોર
અઢી કપ પાણી
4 કપ ખાંડ
2 કપ પાણી
100 ગ્રામ ઘી
1-2 ગ્રામ સાઈટ્રિક એસિડ (લીંબુના ફૂલ)
લીલો ખાદ્ય રંગ
કેસરના તાંતણા
મગસતરીના બી
સૂકો મેવો (મનપસંદ માપ)
કાજુ
બદામ
પિસ્તા

બનાવવાની વિધિ
1. બૉમ્બે કરાચી હલવો બનાવવા માટે મુખ્ય વસ્તુ કૉર્નફ્લોર (Corn Flour) જોઇશે. આ હલવા બનાવવા માટે 1 કપ કૉર્નફ્લોર લઈને એમાં અઢી કપ પાણી મિક્સ કરીને સારી રીતે સ્લરી બનાવી લેવી.
2. હવે 4 કપ ખાંડ લઈને એનાથી અડધું એટલે કે 2 કપ પાણી લેવું. એક પૅનમાં ખાંડ (Sugar)અને પાણી મિક્સ કરીને ખાંડ ઓગળે ત્યાં સુધી પકાવી લો.
3. પૅનને ગૅસ પરથી નીચે ઉતારી લઇને ગૅસ બંધ કરી દેવો.
4. કોર્નફ્લૉરના મિશ્રણને ફરી એક વાર હલાવી લેવો. એક ભારે તળીયાવાળી કડાઈમાં અડધી ચાસણી અને 50 ગ્રામ ઘી ઉમેરવું. ત્યાર બાદ તમામ કોર્નફ્લોરનું મિશ્રણ એમાં ઉમેરી દેવું.
5. ગૅસની ફ્લેમ ધીમી રાખીને સતત ચલાવતા રહેવું. જ્યારે હલવા જેવું મુલાયમ થઈને મિશ્રણ ઘી સાથે ફરવા લાગે ત્યારે થોડી-થોડી કરીને બચેલી ચાસણીને પણ ઉમેરતા જાઓ.
6. ગૅસની ફ્લેમને મધ્યમ રાખીને સતત ચલાવતા રહેવું. 1-2 ગ્રામ સાઈટ્રિક એસિડ (લીંબુના ફૂલ) લઈને એનો પાવડર બનાવી એમાં 2 ચમચી પાણી ઉમેરો અને 2-4 ટીપાં હલવામાં ઉમેરી દો.
7. હલવાને સતત હલાવતા રહેવું એક આર્ટ છે. એમાં સતત ચલાવતા રહેવું અને બચેલું 50 ગ્રામ ઘી મિક્સ કરતા રહો. વચ્ચે-વચ્ચે પાણીમાં મિશ્રણ નાખીને એને ચેક કરતા રહેવું.
8. હલવો જ્યારે કડાઈ છોડવા લાગે ત્યારે લીલો રંગ મિક્સ કરી દો. રંગને ઓર ઘેરો બનાવવા માટે હલવામાં કાજુ, બદામ, પિસ્તા સમારીને ઉમેરો. એમાં કેસર અને મગસતરીના બી પણ મિક્સ કરી લો.
9. આ હલવાને સતત ચલાવતા રહો અને એ જામવાના સ્ટેજ પર પહોંચી જાય ત્યારે ગૅસ બંધ કરી લો. એક ટિનમાં ઘી લગાવીને હલવાને ફેલાવીને સેટ થવા દો.
તો તૈયાર છે તમારો બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halwa)…જેને ઠંડો થાય પછી કાપી લો અને મનપસંદ શૅપમાં કાપી લેવો. આ મીઠાઈનો સ્વાદ એટલો લાજવાબ લાગશે કે તમે ભૂલી નહિં શકો!
આ પણ વાંચો: ઘરે ગુલાબજાંબુ બનાવો, દિવાળીમાં મહેમાનોનું સ્વાગત રસીલી મીઠાઇથી કરો..! આ રહી રેસિપી…
આ પણ વાંચો: દુનિયામાં કેવળ એક જ સ્થળે મળશે આ મીઠાઈ…ગુજરાતના સુરતની ફેમસ ઘારી…ઘરે ટ્રાય કરો રેસિપી!
આ પણ વાંચો:
