Amreli News/ અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો: આગળનો કાચ તૂટ્યો, મુસાફરોમાં ફફડાટ

અમરેલીના લાઠી-ખીજડિયા વચ્ચે સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો (Vande Bharat Stone Pelting) થયો. આગળનો કાચ તૂટ્યો, મુસાફરો સુરક્ષિત; RPF અને GRP તપાસમાં.

Top Stories Gujarat Others Breaking News
Vande Bharat Stone Pelting: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો

Amreli News: અમરેલી જિલ્લામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની (Vande Bharat Stone Pelting) ઘટના સામે આવી છે. સાબરમતીથી વેરાવળ તરફ જઈ રહેલી ટ્રેન લાઠી અને ખીજડિયા ( Lathi Khijadiya) રેલવે સ્ટેશન વચ્ચે પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થર વાગતાં ટ્રેનના આગળના ભાગનો કાચ તૂટી ગયો હતો. જોકે, સદનસીબે કોઈ મુસાફરને ઈજા થઈ નથી અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાની ખાતરી કર્યા બાદ ટ્રેનને વેરાવળ તરફ રવાના કરવામાં આવી હતી.

Vande Bharat Stone Pelting: લાઠી-ખીજડિયા વચ્ચે ટ્રેન પર પથ્થરમારો

મળતી માહિતી મુજબ, સાબરમતીથી વેરાવળ જતી વંદે ભારત (Sabarmati Veraval Vande Bharat) સુપરફાસ્ટ એક્સપ્રેસ અમરેલી જિલ્લાના લાઠી અને ખીજડિયા વચ્ચેના રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ ટ્રેનને નિશાન બનાવી પથ્થર ફેંક્યા હતા. પથ્થર વાગતાં ટ્રેનના આગળના ભાગના કાચને નુકસાન થયું હતું. ઘટનાને કારણે ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં થોડીવાર માટે ગભરાટ ફેલાયો હતો. જોકે, કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.

RPF અને GRPની ટીમે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) અને સ્થાનિક પોલીસની ટીમો સક્રિય થઈ હતી. પથ્થરમારો કરનારા શખ્સોની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. રેલવે ટ્રેકની આસપાસના (Gujarat Railway) વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આવી ઘટનાઓ અટકાવવા માટે ટ્રેક પર સુરક્ષા અને પેટ્રોલિંગ વધારવા અંગે પણ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

મુસાફરો સુરક્ષિત, ટ્રેન વેરાવળ તરફ રવાના

પથ્થરમારાની ઘટના બાદ મુસાફરોની સુરક્ષાની ખાતરી કરવામાં આવી હતી. કોઈને ઈજા ન થતાં ટ્રેનનું સંચાલન ફરી શરૂ કરીને તેને વેરાવળ તરફ રવાના કરવામાં આવી હતી. પથ્થરમારો કોણે કર્યો અને તેની પાછળનો હેતુ શું હતો તે અંગે પોલીસ અને રેલવે સુરક્ષા દળો તપાસ કરી રહ્યાં છે.


આ પણ વાંચો: વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, 3 યુવકો ઝડપાયા! પૂછપરછમાં કહ્યું- ‘મસ્તી માટે કર્યું’

આ પણ વાંચો: સુરત નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સુરક્ષિત

આ પણ વાંચો: અમદાવાદના સૈજપુરમાં મોડી રાત્રે પથ્થરમારો, દીકરીને ઈજા; 8 શખસ સામે પોલીસ ફરિયાદ