Botad News: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કાળુભાર ડેમમાં (Botad Kalubhar Dam) યુવક અને યુવતીએ ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ અને બોટાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ડેમના કિનારેથી બાઈક અને એક યુવક તથા યુવતીનાં ચંપલ મળી આવ્યાં છે. હાલ રેસ્ક્યૂ બોટની મદદથી બંનેની શોધખોળ હાથ ધરવામાં (Botad Rescue Operation) આવી રહી છે.
Botad Kalubhar Dam: ડેમના કાંઠેથી બાઈક અને ચંપલ મળ્યાં
પોલીસની પ્રાથમિક તપાસમાં ડેમના કિનારેથી એક બાઈક અને એક પુરુષ તથા એક મહિલાનાં ચંપલ મળી આવ્યાં હતાં. તપાસ દરમિયાન બંને વ્યક્તિઓ કેરાળા ગામનાં હોવાનું જાણવા મળ્યું છે. તેમની ઓળખ 25 વર્ષીય શીતલ વિજય શેખ અને રોહિત ભરત સાથળિયા તરીકે થઈ છે.
રોહિતે પરિવારજનને ફોન કરીને જાણ કરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, રોહિતે બપોરના સમયે પોતાના પરિવારજન અરવિંદને ફોન કર્યો હતો. ફોન પર તેણે જાણ કરી હતી કે તેઓ બંને કાળુભાર ડેમમાં પડીને આપઘાત કરી રહ્યા છે. આ માહિતી મળતાં જ અરવિંદે તાત્કાલિક ગઢડા પોલીસનો સંપર્ક કરીને જાણ કરી હતી.
પોલીસ અને ફાયર વિભાગની શોધખોળ ચાલુ
ગઢાળી ગામના સરપંચ પરાક્રમસિંહના જણાવ્યા અનુસાર, ગઢડા પોલીસ સ્ટેશનના બીટ જમાદારે તેમને ફોન કરીને કાળુભાર ડેમ પર પહોંચવા જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ પોલીસ અને ફાયર વિભાગની ટીમ રેસ્ક્યૂ બોટની મદદથી ડેમમાં બંનેની શોધખોળ કરી (Missing Couple) રહી છે. બંનેની સ્થિતિ અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો: પડાણા પાટિયા પાસે બિહારના શ્રમિકનો આપઘાત, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ પણ વાંચો: કોર્ટે સજા સંભળાવી અને બીજા જ દિવસે લાજપોર જેલમાં આપઘાત! મોતનું કારણ જાણવા તપાસ
આ પણ વાંચો: વડોદરા સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં નવા ખુલાસા, ₹1.10 કરોડના મકાનના સોદાની તપાસ
