Surat News: સુરતના સિંગણપોર વિસ્તારમાં ઓનલાઈન પ્રોડક્ટ્સના એક મોટા ગોડાઉનમાં (Online Products Warehouse) અચાનક ભીષણ આગ (Surat Singanpor Fire) ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ છે. ગોડાઉનમાં રાખવામાં આવેલા માલસામાનને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
Surat Singanpor Fire: ફાયર વિભાગની 8 ગાડીઓ આગ બુઝાવવામાં લાગી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ફાયર જવાનો આગને વધુ ફેલાતી અટકાવવા માટે ચારેય તરફથી પ્રયાસ કરી રહ્યા છે.
આગ પર કાબૂ મેળવવા ફાયર જવાનોની જહેમત
ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ઓનલાઈન પ્રોડક્ટ્સનો જથ્થો હોવાને કારણે માલસામાનને નુકસાન થયાની આશંકા છે. જોકે, નુકસાનનો ચોક્કસ આંકડો હજુ સામે આવ્યો નથી. સદનસીબે, હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
આ પણ વાંચો: દિવાળીની રાત્રે 12 કલાકમાં 36નાં મોત! આગ અને અકસ્માતથી માતમ
આ પણ વાંચો: દિવાળીમાં આગના બનાવોમાં 565% વધારો, સુરત-અમદાવાદ મોખરે
આ પણ વાંચો: મુઝફ્ફરનગરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતાં મહિલા સહિત 6નાં મોત
