Gujarat Budget 2025/ રાજ્યની પ્રજા કેટલો વેરો ચુકવે છે? સરકારની તિજોરીમાં ક્યાંથી આવે છે પૈસા

ગુજરાત સરકાર આગામી વર્ષ 2025-26 માં 11 કરવેરા દ્વારા રૂપિયા 1,58,482 કરોડ એકત્રિત કરશે.

Top Stories Gujarat

Gujarat Budget Session: ગુજરાત રાજ્યમાં વિધાનસભા (Assembly) બજેટ (Budget) ચાલી રહ્યું છે. સરકારે મહેસૂલ, સ્ટેમ્પ વિદ્યુત શુલ્ક, વેટ, વાહન પરનો વેરો સહિતના કરવેરાની આવકો વધી છે, પરંતુ શું તમે જાણો છો કે આ વર્ષે તમે કેટલા રૂપિયાનો વેરો (Tax) ચુકવ્યો છે. માહિતી મુજબ ગુજરાતીઓએ રૂપિયા 20,400નો ટેક્સ ચુકવ્યો છે અને હવે આવનારા વર્ષમાં રૂપિયા 21,890 રૂપિયા ભરવા તૈયાર રહેવું પડશે.

ગુજરાત સરકાર આગામી વર્ષ 2025-26 માં 11 કરવેરા દ્વારા રૂપિયા 1,58,482 કરોડ એકત્રિત કરશે. જેમાં વેટ, સ્ટેમ્પ ડ્યુટી-નોંધણી ચાર્જ, વીજળી ચાર્જ અને કર, વાહન કર, રાજ્ય જીએસટી અને જમીન મહેસૂલનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારને 2024-25 દરમિયાન રાજ્યને 147679 કરોડ રૂપિયાની આવક થવાની અપેક્ષા છે. નવા નાણાકીય વર્ષ 25-26 માટે, સરકારે વિવિધ કરમાંથી રૂપિયા 1,58,482 કરોડની આવકનો અંદાજ લગાવ્યો છે. જે ચાલુ નાણાકીય વર્ષની સરખામણીમાં 7.30 ટકાનો વધારો દર્શાવે છે.

Gujarat Budget: Tax Relief, Higher Spend On Infra, Renewables

રાજ્ય સરકાર નવા નાણાકીય વર્ષમાં પ્રતિ વ્યક્તિ 50043 રૂપિયા ખર્ચ કરશે. જેમાંથી 18133 રૂપિયા સામાજિક વિકાસ પર અને 14365 રૂપિયા આર્થિક વિકાસ પર ખર્ચ કરવામાં આવશે. રાજ્યની 11 કરવેરા આવકમાંથી સૌથી વધુ આવક સ્ટેમ્પ ડ્યુટી-નોંધણીમાંથી સરકારી તિજોરીમાં જમા થાય છે. આ પછી વીજળી કર આવે છે. નાણામંત્રી દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા 3,70,250 કરોડ રૂપિયાના બજેટમાં કરવેરા આવકનો હિસ્સો 2,07,883 કરોડ રૂપિયા છે. જેમાં રાજ્યનો કર હિસ્સો રૂ. 158482 કરોડ એટલે કે 76.23 ટકા છે.

આ ગણતરી દર્શાવે છે કે ચાલુ નાણાકીય વર્ષ(Financial Year)માં રાજ્ય સરકારે માથાદીઠ કર તરીકે રૂ. 20400 વસૂલ્યા છે. વર્ષ 23-24 માં, રાજ્યને તેના કરવેરામાંથી 1,34,262 કરોડ રૂપિયાની આવક થઈ હતી. બજેટમાં કહેવામાં આવ્યું છે કે આગામી નાણાકીય વર્ષમાં રૂ. 158482 કરોડની જોગવાઈ કરવામાં આવશે, જે રૂ. 24220 કરોડનો વધારો દર્શાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૭૬૬૮ કરોડની જોગવાઇ

આ પણ વાંચો:સરકાર પાસે પૈસા ક્યાંથી આવે છે, ક્યાં કરવામાં આવે છે વધુ ખર્ચા? જાણો ગુજરાતના બજેટ વિશે

આ પણ વાંચો:નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ કરશે રજૂ