Pathaan Unstoppable/ પઠાણ અનસ્ટોપેબલઃ 4 દિવસમાં 400 કરોડની કમાણી

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ તેના જંગી કલેક્શનથી દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મે વિશ્વભરમાં 400 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. શાહરૂખ ખાન ‘પઠાણ’થી 4 વર્ષ પછી મોટા પડદા પર પાછો ફર્યો છે.

Top Stories Entertainment
Pathaan Unstoppable

Pathan unstoppable શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ તેના જંગી કલેક્શનથી દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મે વિશ્વભરમાં 400 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. શાહરૂખ ખાન ‘પઠાણ’થી 4 વર્ષ પછી મોટા પડદા પર પાછો ફર્યો છે. Pathan unstoppable રિલીઝના પાંચમા દિવસે આ ફિલ્મે બાહુબલી અને KGF જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

વિદેશમાં પઠાણનું વર્ચસ્વ

પઠાણને ભારતમાં Pathan unstoppable લગભગ 5,500 સ્ક્રીન્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરે 2,500 સ્ક્રીન્સ પર (100 દેશોમાં) રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ વિદેશમાં 2,500 સ્ક્રીનમાંથી ઉત્તર અમેરિકાના 694 થિયેટરોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાંથી ફિલ્મે શરૂઆતના દિવસોમાં $1.86 મિલિયનની કમાણી કરી છે જે ભારતીય રૂપિયામાં 15 કરોડથી વધુ છે.

ઉત્તર અમેરિકામાં જંગી કમાણી

જો પઠાણ એ જ રીતે યુ.એસ.માં પ્રેક્ષકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખશે, તો તે અવતારઃ ધ વે ઓફ વોટર, પુસ ઇન બુટ્સઃ ધ લાસ્ટ વિશ અને અ મેન કોલ્ડ ઓટ્ટો પાછળ ત્રીજા કે ચોથા ક્રમે આવવાની તૈયારીમાં છે. ફિલ્મ ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ફિલ્મે સ્થાનિક રીતે રૂ. 265 કરોડ અને વિદેશમાંથી રૂ. 164 કરોડનું કલેક્શન કર્યું છે.

પઠાણ 400 કરોડને પાર 

સમગ્ર વિશ્વમાં શાહરૂખના ચાહકોએ તેનું ખુલ્લા હાથે સ્વાગત કર્યું છે. પઠાણે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરી હતી. આ પછી, ફિલ્મે ઝડપ બતાવતા ત્રીજા દિવસે 300 કરોડનું કલેક્શન કર્યું છે અને ત્રણ દિવસમાં બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

બાહુબલી-KGF બીટ

પઠાણે તેની પ્રથમ 4 દિવસની કમાણી સાથે સુલતાન, વોર, ટાઈગર ઝિંદા હૈ, દંગલ અને અન્ય બોલિવૂડ બ્લોકબસ્ટર્સને પાછળ છોડી દીધી છે. આ સાથે પઠાણે બૉયકોટ ગૅન્ગને બહાર કાઢ્યું અને બહુ પ્રમોશન વિના સાબિત કરી દીધું કે શાહરૂખ હજી પણ બૉલીવુડનો કિંગ ખાન છે.

સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે ધુમ્મસનું વાતાવરણઃ ખેડૂતોને ચિંતા

 ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ કેપ્ટન શેફાલી થઇ ભાવુક,જુઓ વીડિયો

ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની પાંચ બેઠકોની આજે ચૂંટણી,39 જિલ્લામાં મતદાન થશે

અદાણીએ હિંડનબર્ગને આપ્યો જવાબ, ભારતની વિકાસગાથા પર હુમલો,આરોપો પાયાવિહોણા

PM મોદીએ મંત્રી નબ કિશોર દાસના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, ‘પરિવાર પ્રત્યે મારી સંવેદના’

 PM મોદીએ મંત્રી નબ કિશોર દાસના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, ‘પરિવાર પ્રત્યે મારી સંવેદના’