National News/ સોનિયા ગાંધીના પુસ્તકમાં PM મોદીનો ઉલ્લેખ, બાબરીથી 2004 સુધીના અનેક ખુલાસા

સોનિયા ગાંધીએ પુસ્તક (Sonia Gandhi Book)માં વડાપ્રધાન મોદીના શાસક અને પ્રભાવશાળી વર્ગ પ્રત્યેના વિચારો અંગે પણ વાત કરી છે

Top Stories India
કોંગ્રેસ સંસદીય પક્ષનાં વડાં અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું બહુચર્ચિત પુસ્તક 'Belonging: A Journey of Love' આજે (10 નવેમ્બર) પ્રકાશિત (Sonia Gandhi Book) થયું છે

National News : કોંગ્રેસ સંસદીય પક્ષનાં વડાં અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું બહુચર્ચિત પુસ્તક ‘Belonging: A Journey of Love’ આજે (10 નવેમ્બર) પ્રકાશિત (Sonia Gandhi Book) થયું છે. 544 પાનાંના આ પુસ્તકમાં તેમણે પોતાના અંગત જીવનથી લઈને ભારતીય રાજકારણ સુધીના અનેક અનુભવો રજૂ કર્યા છે. ખાસ વાત એ છે કે, પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના રાજકીય સંબંધો, ઈન્દિરા ગાંધી (Indira Gandhi)સાથેના સંબંધો અને ગાંધી પરિવાર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સોનિયા ગાંધીના જણાવ્યા પ્રમાણે, નરેન્દ્ર મોદી ભારત માટેના પોતાના વિઝન માટે લડી રહ્યા છે અને તેઓ પોતાના વિઝન માટે સંઘર્ષ કરી રહ્યાં છે.સોનિયા ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ રાજકીય પુસ્તક નથી, પરંતુ તેમના જીવન, પરિવાર, પ્રેમ અને ભારતમાં વિતાવેલા છ દાયકાની વ્યક્તિગત સફર છે. પુસ્તક માટે કોઈ વિશેષ લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી. તે સીધું જ બજારમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

PM મોદીના સંઘર્ષ અને પૃષ્ઠભૂમિનો પણ ઉલ્લેખ

સોનિયા ગાંધીએ પુસ્તક (Sonia Gandhi Book)માં વડાપ્રધાન મોદીના (Sonia Gandhi PM Modi)શાસક અને પ્રભાવશાળી વર્ગ પ્રત્યેના વિચારો અંગે પણ વાત કરી છે. તેઓ લખે છે કે દેશના શાસક વર્ગ પ્રત્યે વડાપ્રધાનની અસહજતાને તેઓ સમજી શકે છે.

તેમણે સ્વીકાર્યું છે કે અત્યંત સામાન્ય અને પછાત પરિવારમાંથી આવતા નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં પોતાની મહેનત અને સંઘર્ષના આધારે સત્તાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચવાની સફર ખેડી છે.

રાજકીય વિરોધી હોવા છતાં સોનિયા ગાંધી દ્વારા વડાપ્રધાન મોદીના સંઘર્ષ અને તેમની પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરવામાં આવતાં આ પુસ્તક ચર્ચામાં આવ્યું છે.

ઇટાલીથી ભારત સુધીની સફર અને ઈન્દિરા ગાંધી સાથેના સંબંધો

આ પુસ્તક માત્ર રાજકારણ પૂરતું મર્યાદિત નથી. તેમાં સોનિયા ગાંધીના ઇટાલીમાં વિતાવેલા બાળપણથી લઈને ભારત આવવા સુધીની સફરનું વર્ણન છે. ગાંધી પરિવારનો હિસ્સો બન્યા બાદ તેમના જીવનમાં આવેલા પરિવર્તનો અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથેના તેમના સંબંધો વિશે પણ તેમણે પોતાના અનુભવો રજૂ કર્યા છે.

આ ઉપરાંત, ગાંધી પરિવાર સાથે જોડાયેલી કેટલીક મોટી દુર્ઘટનાઓ, પારિવારિક સંબંધો અને વર્ષ 2004ના મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમનો પણ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પુસ્તકના પ્રકાશન પહેલાં ગાંધી પરિવારનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં ઈન્દિરા ગાંધી, મેનકા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ડાઇનિંગ ટેબલ પર જોવા મળે છે. વીડિયોમાં રાહુલ ગાંધી પોતાની દાદી ઈન્દિરા ગાંધીને સવાલો પૂછતા નજરે પડે છે.

બાબરી મસ્જિદના ઉલ્લેખથી પુસ્તક પ્રકાશન પહેલાં જ વિવાદ

સોનિયા ગાંધીનું પુસ્તક (Sonia Gandhi Book) પ્રકાશિત થાય તે પહેલાં જ બાબરી મસ્જિદના મુદ્દે વિવાદમાં આવ્યું છે. તાજેતરમાં એક બ્રિટિશ અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી રહી હતી ત્યારે તે દૃશ્ય જોઈને તેઓ રડી પડ્યાં હતાં.

આ નિવેદન બાદ ઓલ ઇન્ડિયા પસમંદા મુસ્લિમ સોસાયટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વસીમ રેને સોનિયા ગાંધીની ટીકા કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે બાબરી મસ્જિદના ધ્વંસની ઘટના (Babri Masjid Demolition)બની તેના 32 વર્ષ બાદ સોનિયા ગાંધીને આ વાત યાદ આવી છે. આટલા વર્ષો સુધી તેઓ ક્યાં હતાં, તેવો સવાલ પણ તેમણે કર્યો હતો.

આ રીતે સોનિયા ગાંધીનું 544 પાનાંનું પુસ્તક અંગત જીવન, પરિવાર, રાજકીય સફર અને દેશના મહત્વપૂર્ણ ઘટનાક્રમને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને PM મોદી અંગેની તેમની ટિપ્પણીઓ અને બાબરી મસ્જિદના ઉલ્લેખને કારણે પુસ્તકને લઈને રાજકીય વર્તુળોમાં પણ ઉત્સુકતા વધી છે.


આ પણ વાંચો: સોનિયા ગાંધીનું Instagram પર ડેબ્યૂ, પુસ્તક ‘Belonging’ની પ્રથમ ઝલક શેર કરી

આ પણ વાંચો: સોનિયા ગાંધીની પુસ્તકને લઈને વિવાદ, પેંગ્વિન રેન્ડમ હાઉસે આપી સ્પષ્ટતા

આ પણ વાંચો:સોનિયા ગાંધીની પુસ્તકને મળશે નવો પ્રકાશક, હાર્પરકોલિન્સ 10 નવેમ્બરે કરશે વૈશ્વિક લોન્ચ