international news/ બલ્ગેરિયામાં ગાઢ ધુમ્મસના કારણે ભયાનક અકસ્માત, 86 વાહનો અથડાતાં 12નાં મોત, 46 ઘાયલ

Bulgaria Accident: બલ્ગેરિયામાં ગાઢ ધુમ્મસના કારણે સોફિયા-બર્ગાસ હાઈવે પર 86 વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં 12 લોકોનાં મોત અને 46 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના બાદ હાઈવે બંધ કરાયો છે.

Top Stories World Breaking News
Bulgaria Accident: બલ્ગેરિયામાં ભયાનક અકસ્માત 86 વાહનો અથડાયાં, 12નાં મોત

Bulgaria News: બલ્ગેરિયામાં મંગળવારે ગાઢ ધુમ્મસના કારણે ભયાનક માર્ગ અકસ્માત (Bulgaria Accident) સર્જાયો હતો. રાજધાની સોફિયાને કાળા સમુદ્રના બંદર શહેર બર્ગાસ સાથે જોડતા હાઈવે પર (Sofia Burgas Highway) એક પછી એક 86 વાહનો અથડાયાં (86 Vehicles Crash) હતાં. આ દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે, જ્યારે 46 લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ સુરક્ષાના કારણોસર હાઈવે બંને દિશામાં બંધ કરી દેવામાં આવ્યો છે.

Bulgaria Accident: બલ્ગેરિયામાં ભયાનક અકસ્માત 86 વાહનો અથડાયાં, 12નાં મોત
Bulgaria Accident: બલ્ગેરિયામાં ભયાનક અકસ્માત 86 વાહનો અથડાયાં, 12નાં મોત

આ અકસ્માત (Road Accident)ના સમાચાર મળતાં બલ્ગેરિયાનાં રાષ્ટ્રપતિ ઇલિયાના યોતોવાએ પણ પોતાની વિદેશ યાત્રા અધવચ્ચે છોડી દીધી હતી. તેઓ પેરિસ પીસ ફોરમમાં ભાગ લેવા પેરિસ ગયાં હતાં, પરંતુ દુર્ઘટનાની જાણ થતાં જ તેમણે કાર્યક્રમ છોડીને બલ્ગેરિયા પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.

Bulgaria Accident: બલ્ગેરિયામાં ભયાનક અકસ્માત 86 વાહનો અથડાયાં, 12નાં મોત
Bulgaria Accident: બલ્ગેરિયામાં ભયાનક અકસ્માત 86 વાહનો અથડાયાં, 12નાં મોત

Bulgaria Accident: પ્રથમ અકસ્માત બાદ બીજી લેનમાં પણ વાહનો અથડાયાં

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રથમ અકસ્માત હાઈવેની પૂર્વ દિશામાં જતી લેનમાં થયો હતો. ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોને આગળ જતાં વાહનો દેખાયાં નહોતાં, જેના પરિણામે અનેક વાહનો એકબીજા સાથે અથડાયાં હતાં.

Bulgaria Accident: બલ્ગેરિયામાં ભયાનક અકસ્માત 86 વાહનો અથડાયાં, 12નાં મોત
Bulgaria Accident: બલ્ગેરિયામાં ભયાનક અકસ્માત 86 વાહનો અથડાયાં, 12નાં મોત

પ્રથમ અકસ્માતના થોડા સમય બાદ હાઈવેની બીજી લેનમાં પણ વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. આ લેન રાજધાની સોફિયા તરફ જાય છે. બીજી તરફ થયેલા અકસ્માતને જોવા માટે કેટલાક વાહનચાલકોએ રસ્તા પરથી ધ્યાન હટાવતાં તેઓ પણ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.

Bulgaria Accident: બલ્ગેરિયામાં ભયાનક અકસ્માત 86 વાહનો અથડાયાં, 12નાં મોત
Bulgaria Accident: બલ્ગેરિયામાં ભયાનક અકસ્માત 86 વાહનો અથડાયાં, 12નાં મોત

અધિકારીઓના જણાવ્યા મુજબ વાહનોની વધુ ઝડપને કારણે પણ અકસ્માતનું જોખમ વધ્યું હતું. હાલ હાઈવે બંધ રાખવામાં આવ્યો છે. ક્ષતિગ્રસ્ત વાહનો અને કાટમાળ હટાવ્યા બાદ જ માર્ગ ફરીથી વાહનવ્યવહાર માટે ખોલવામાં આવશે.

Bulgaria Accident: બલ્ગેરિયામાં ભયાનક અકસ્માત 86 વાહનો અથડાયાં, 12નાં મોત
Bulgaria Accident: બલ્ગેરિયામાં ભયાનક અકસ્માત 86 વાહનો અથડાયાં, 12નાં મોત

ફસાયેલા લોકોને બહાર કાઢવા બેરિયર કાપવા પડ્યા

યામ્બોલ ક્ષેત્રના ગવર્નર જ્યોર્જી ચાલાકોવે જણાવ્યું હતું કે અકસ્માત બાદ અનેક લોકો પોતાનાં વાહનોમાં ફસાઈ ગયા હતા. તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ ટુકડીઓએ રસ્તાની બાજુમાં લગાવેલા બેરિયરના કેટલાક ભાગો કાપવા પડ્યા હતા.

Bulgaria Accident: બલ્ગેરિયામાં ભયાનક અકસ્માત 86 વાહનો અથડાયાં, 12નાં મોત
Bulgaria Accident: બલ્ગેરિયામાં ભયાનક અકસ્માત 86 વાહનો અથડાયાં, 12નાં મોત

ગાઢ ધુમ્મસના કારણે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે હેલિકોપ્ટરની મદદ પણ લઈ શકાયી નહોતી. અકસ્માત દરમિયાન એક વાહનમાં આગ લાગી હતી. આ સમયે ત્યાં હાજર એક વ્યક્તિએ પોતાના જીવની પરવા કર્યા વિના વાહનમાં ફસાયેલા એક વ્યક્તિને બહાર કાઢ્યો હતો.

દરમિયાન, યુરોપિયન કમિશનની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન પણ મંગળવારે બલ્ગેરિયાની મુલાકાતે હતાં. અકસ્માતના સમાચાર મળ્યા બાદ વડાપ્રધાન રૂમેન રાદેવે તેમની સાથેની મુલાકાત રદ કરી હતી અને ઘટનાસ્થળે જવા રવાના થયા હતા.


આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં ભયાનક અકસ્માત, અમદાવાદ-સુરતના 8 પ્રવાસીઓ સહિત 18 ઘાયલ, 6ની હાલત ગંભીર

આ પણ વાંચો: અમદાવાદ-ઉદેપુર હાઇવે પર કારનો અકસ્માત, ઓવરબ્રિજ પર પલટી જતાં ચાર ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: દિવાળીની રાત્રે 12 કલાકમાં 36નાં મોત! આગ અને અકસ્માતથી માતમ