2002ના રમખાણો વખતે સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી બિલકિસ બાનુને ઘર, નોકરી અને વળતર પેટે 50 લાખ ચૂકવવાનાં ગત એપ્રિલ મહિને આપવામાં આવેલા SCનાં આદેશની અવહેલનાં કરતા ગુજરાત સરકાર દ્વાર આ મામલે કોઇ પણ પગલું ભરવામાં ન આવતે, SC દ્વારા ગુજરાત સરકારને હવે 15 દિવસમાં કોર્ટનાં ઓર્ડરનું પાલન કરવાનું ફરમાન આપી દેવામાં આવ્યું છે.
આપને જણાવી દઇએ કે, ગુજરાતનાં અમદાવાદથી લગભગ 250 કિલોમીટર દૂર આવેલા રણધીકપુર ગામમાં તોફાની ટોળાએ 3 માર્ચ 2002ના રોજ બિલકિસ બાનુના પરિવાર પર હુમલો કર્યો હતો. બિલકિસ બાનુ તે વખતે 21 વર્ષની હતી અને ગર્ભવતી હતી. તોફાની ટોળાએ તેના પરિવારના સાત લોકો સહિત 14 લોકોની હત્યા કરી દીધી હતી. જેમાં તેની ત્રણ વર્ષની ફૂલ જેવી કોમળ દીકરીની પણ હિંસક ટોળાએ હત્યા કરી દીધી હતી.
તોફાની ટોળાએ તે ગર્ભવતી હોવા છતા તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને તેને અર્ધ બેભાન હાલતમાં મરવા માટે છોડી દઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ દુર્ઘટના બાદ તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. આ ભયાનક દુર્ઘટના બાદ બીજા જ દિવસે 4 માર્ચ 2002ના રોજ હિંમત કરીને તેણે પંચમહાલના લિમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ મામલામાં સીબીઆઈએ એપ્રિલ 2014માં ચાર્જશીટ દાખલ કરી હતી. પુરાવાઓને નુકશાન અને તેની સાથે છેડછાડ કરવાની આશંકાને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2004માં આ કેસને તપાસ માટે મુંબઈ મોકલી આપ્યો હતો. મુંબઈની સ્પેશિયલ કોર્ટે જાન્યુઆરી 2008માં આ કેસમાં 11 આરોપીઓને દોષી જાહેર કર્યા હતા.
આ ચુકાદાને દોષીઓએ મુંબઈ હાઈકોર્ટમાં પડકાર્યો હતો પરંતુ હાઈકોર્ટે તેમાંથી એક પણ દોષીની સજામાં કોઈ જ ફેરફાર કર્યા વગર આ ચુકાદાને યથાવત્ રાખવાનો આદેશ આપ્યો હતો.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
