assam news/ આસામ ટ્રેન દુર્ઘટના: અકસ્માત પહેલાંનો વીડિયો સામે આવ્યો, લોકો પાયલટે બ્રેક ફેઇલ થયાની વાત કરી

દેશમાં વધુ એક મોટી રેલવે દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. બુધવારે વહેલી સવારે આસામ ટ્રેન અકસ્માત (Assam Train Accident) સર્જાયો હતો

Top Stories India Breaking News
દેશમાં વધુ એક મોટી રેલવે દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. બુધવારે વહેલી સવારે આસામ ટ્રેન અકસ્માત (Assam Train Accident) સર્જાયો હતો

Assam News : દેશમાં વધુ એક મોટી રેલવે દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. બુધવારે વહેલી સવારે આસામ ટ્રેન અકસ્માત (Assam Train Accident) સર્જાયો હતો. ગુવાહાટીની બહાર દિગારુ નજીક કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસ ટ્રેન (Kolkata Sairang Express)ના સાત ડબ્બા અચાનક પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનાને પગલે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, હજુ સુધી જાનહાનિ અને ઘાયલોની ચોક્કસ સંખ્યા અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી.

Assam Train Accident: દિગારુ નજીક ટ્રેનના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા

મળતી માહિતી પ્રમાણે, આ દુર્ઘટના આસામના ગુવાહાટી નજીક આવેલા દિગારુ (Digaru Train Accident)વિસ્તારમાં બની હતી. કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના એક પછી એક સાત ડબ્બા પાટા પરથી ઉતરી જતાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં પણ હલચલ જોવા મળી હતી.

મિઝોરમથી કોલકાતા જઈ રહી હતી ટ્રેન

કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસ (Kolkata Sairang Express)મિઝોરમથી કોલકાતા તરફ જઈ રહી હતી. આ દરમિયાન ગુવાહાટી નજીક ટ્રેન દુર્ઘટના (Guwahati Train Accident)નો ભોગ બની હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી છે. મુસાફરોને થયેલી ઈજાઓ અને તેમને અપાયેલી સારવાર અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી

આ ટ્રેન અકસ્માત કયા કારણોસર સર્જાયો તે હજુ સુધી જાણી શકાયું નથી. ટેક્નિકલ ખામી, પાટાની સ્થિતિ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. રેલવે વિભાગ તરફથી અકસ્માતને લઈને સત્તાવાર વિગતો સામે આવ્યા બાદ સમગ્ર ઘટનાની વધુ માહિતી મળી શકશે.

અકસ્માત પહેલાંનો એક વીડિયો સામે આવ્યો

આસામમાં કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટનાને લઈને નવા ખુલાસા સામે આવી રહ્યા છે. અકસ્માત પહેલાંનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો પાયલટ ટ્રેન રોકવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જણાવતો સંભળાય છે. વીડિયોમાં તે સિગ્નલ લાલ હોવાની વાત કરીને ટ્રેન રોકવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ દરમિયાન બ્રેક સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરતી હોવાની વાત પણ સામે આવી છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

રેલવે તરફથી અકસ્માત અંગે સત્તાવાર માહિતી

નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવે (NFR) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 11 નવેમ્બરના રોજ સાંજે આશરે 6:54 વાગ્યે કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસને આસામના દિગારુ રેલવે સ્ટેશન પર બીજી ટ્રેનને પસાર થવા માટે રોકવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન ટ્રેનના લોકો પાયલટ ટ્રેનની ગતિને નિયંત્રિત કરી શક્યા નહોતા અને ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

એન્જિન સહિત પાંચ કોચ પાટા પરથી ઉતર્યા

રેલવેના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટનામાં ટ્રેનનું એન્જિન અને પાંચ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે, રાહતની વાત એ છે કે તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવાયું છે. અત્યાર સુધી કોઈ મુસાફરને ઈજા થઈ હોવાના અહેવાલ મળ્યા નથી.

ઘટનાસ્થળે બચાવ અને રિકવરી કામગીરી શરૂ

અકસાનત બાદ રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. પાટા પરથી ઉતરેલા કોચને હટાવવા અને રેલવે ટ્રેકને ફરી કાર્યરત કરવા માટે રિકવરી ટ્રેન ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચીને સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યા છે.

રેલવેના પ્રાથમિક નિવેદન મુજબ, ટ્રેનની ગતિ ઓછી હોવાને કારણે મોટી જાનહાનિ ટળી છે. હાલ અકસ્માતના કારણો અને બ્રેક સિસ્ટમ સંબંધિત વીડિયોની હકીકત અંગે વધુ તપાસની જરૂર છે.

અગાઉ પણ સર્જાયા હતા ભયાનક ટ્રેન અકસ્માત

નોંધનીય છે કે તાજેતરના સમયમાં દુનિયાના અલગ-અલગ દેશોમાં ટ્રેન અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. સ્પેનમાં બે હાઈસ્પીડ ટ્રેનો વચ્ચે થયેલી ટક્કરમાં અનેક લોકોનાં મોત થયાં હતાં. બીજી તરફ, 8 નવેમ્બરે ઇજિપ્તની રાજધાની કૈરોની દક્ષિણે બે પેસેન્જર ટ્રેનો અથડાતાં ચાર લોકોનાં મોત અને 88 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ હતા.

આસામની આ ઘટના (Assam Train Derailment)માં પણ સાત ડબ્બા પાટા પરથી ઉતરતાં રેલવે સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. જોકે, અકસ્માતની સંપૂર્ણ વિગતો અને સત્તાવાર તપાસના અહેવાલ બાદ જ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:ગીઝામાં ટ્રેન અકસ્માતથી હાહાકાર! 4 ડબ્બા પાટા પરથી ખડી પડતા 120 લોકોને ઈજા, સરકારે આપ્યા તપાસના આદેશ

આ પણ વાંચો: તમિલનાડુમાં ચિત્તેરી પેસેન્જર ટ્રેન અકસ્માત અંગે દક્ષિણ રેલવેનું નિવેદન – ‘કોઈ કોચ પાટા પરથી ઉતર્યો નથી’

આ પણ વાંચો: ઓડિશામાં મોટો ટ્રેન અકસ્માત, કામાખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, ઘણા લોકો ઘાયલ થયા હોવાની શકયતા