World News: ઈજિપ્તના ગીઝા ગવર્નરેટમાં 8 નવેમ્બર 2026ના રોજ અલ આયત વિસ્તારમાં આવેલા ગેર્ઝા ગામ નજીક એક પેસેન્જર ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઊતરી(Egypt Train Accident) જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ રેલ દુર્ઘટનામાં 120થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ નાગરિક સુરક્ષા અને ઈમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
Egypt Train Accident: બચાવ કામગીરી અને તબીબી સહાય
ગીઝા ટ્રેન દુર્ઘટના(Giza Train Derailment) બાદ શરૂઆતમાં આરોગ્ય મંત્રાલય દ્વારા 20 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી, પરંતુ અકસ્માતની ગંભીરતાને જોતાં બાદમાં એમ્બ્યુલન્સની સંખ્યા વધારીને 50 કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના બેની સુએફ ગવર્નરેટની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગીઝાની હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
ટ્રેક ક્લિયરન્સની કામગીરી
પાટા પરથી ઊતરી ગયેલી બોગીઓને હટાવવા અને રેલ માર્ગ પુનઃ શરૂ કરવા માટે રેલવે રિકવરી ક્રેન્સ તૈનાત કરવામાં આવી છે. અલ આયત(Al Ayat) વિસ્તારમાં પેસેન્જર ટ્રેન(Passenger Train)ના ડબ્બા હટાવવાની કામગીરી ચાલુ છે.
અકસ્માત અંગે તપાસના આદેશ
ઈજિપ્તના વહિવટી તંત્રએ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસને બનાવ અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરવા અને પ્રત્યક્ષદર્શીઓ તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોના નિવેદનો નોંધવા આદેશ આપવામાં આવ્યા છે. બચાવ કામગીરી(Rescue Operation) ઝડપથી પૂર્ણ કરવા તંત્ર સતત કાર્યરત છે.
આ પણ વાંચો: દિવાળી પહેલાં અમદાવાદના રસ્તા બન્યા જીવલેણ! અલગ-અલગ 4 અકસ્માતમાં 2 મહિલા સહિત 4નાં મોત, વાહનચાલકો ફરાર
આ પણ વાંચો: ઉત્તરકાશીમાં ગુજરાતના પટેલ પરિવારને નડ્યો અકસ્માત, ઈનોવા કાર નદીમાં ખાબકતાં 4નાં મોત, બે મહિલા ગુમ
આ પણ વાંચો: રાજકોટના બેડી ચોકડી પાસે એકસાથે છ ટ્રકો વચ્ચે સર્જાયો અકસ્માત, અફરાતફરીનો માહોલ, વિસ્તારમાં ચકચાર
