tamil nadu news/ શાળાઓને મંજૂરી અપાવવાના નામે રૂ. 100 કરોડની વસૂલાતનો આરોપ, તમિલનાડુના પૂર્વ મંત્રીની ધરપકડ

પૂર્વ શિક્ષણ મંત્રી અંબિલ મહેશ( Ambil Mahesh)ની ધરપકડ, ખાનગી શાળાઓને કાયમી માન્યતા અપાવવાના બહાને 100 કરોડના કૌભાંડનો આરોપ

India Breaking News
Ambil Mahesh

Tamil Nadu News: તમિલનાડુમાં પૂર્વ શાળા શિક્ષણ મંત્રી(Ambil Mahesh)ની ધરપકડના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પોલીસની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ એટલે કે સીસીબીએ અંબિલ મહેશ પોય્યામોઝીને ઝડપી લીધા છે. તેમના પર ખાનગી શાળાઓને કાયમી માન્યતા અને અન્ય સરકારી મંજૂરીઓ અપાવવાના બહાને આશરે રૂ. 100 કરોડના કથિત કૌભાંડમાં સંડોવણીનો ગંભીર આરોપ છે.

કથિત શાળા માન્યતા કૌભાંડ (school recognition scam)ના આ મામલામાં મદ્રાસ હાઈકોર્ટે અંબિલ મહેશ પોય્યામોઝીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ સીસીબીની ટીમે અમીનજીકરાઈ સ્થિત તેમના એપાર્ટમેન્ટ પર દરોડો પાડીને ધરપકડ કરી હતી.

ખાનગી શાળા એસોસિએશનની ફરિયાદથી સામે આવ્યો મામલો

તમિલનાડુ ફેડરેશન ઓફ પ્રાઈવેટ સ્કૂલ્સ એસોસિએશન્સ દ્વારા નોંધાવેલી ફરિયાદથી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ફરિયાદમાં આરોપ છે કે તમિલનાડુ પ્રાઈવેટ સ્કૂલ્સ એસોસિએશનના કહેવાતા સ્થાપક પ્રમુખ બીટી અરાસાકુમાર અને ખજાનચી મુથુકુમારે વિવિધ 177 ખાનગી શાળાઓના સંચાલકો પાસેથી રૂ. 100 કરોડથી વધુ રકમ પડાવી લીધી હતી.

પાર્ટી ફંડના નામે વસૂલાતનો આરોપ

આરોપ મુજબ આરોપીઓએ શાળા સંચાલકોને સરકાર તરફથી શાળાઓની કાયમી માન્યતા, શાળાઓ અપગ્રેડ કરવાની મંજૂરી, નગર અને ગ્રામ આયોજન નિર્દેશાલય (DTCP)ના ક્લિયરન્સ તેમજ અન્ય કાનૂની મંજૂરીઓ અપાવવાનું વચન આપ્યું હતું. ફરિયાદ મુજબ અરાસાકુમારે સરકારમાં પોતાની ખૂબ સારી પહોંચ હોવાનો દાવો કર્યો હતો.

આ કથિત મંજૂરીઓના બદલામાં થયેલી પાર્ટી ફંડ વસૂલાત (party fund collection) અંગે આરોપ છે કે શાસક પક્ષ DMKના ફંડમાં દાનના નામે કરોડો રૂપિયા લેવાયા હતા. આરોપ મુજબ પૈસા લીધા પછી ન તો શાળાઓને જરૂરી મંજૂરીઓ મળી કે ન તો રકમ પરત કરવામાં આવી.

શાળા શિક્ષણ મંત્રી Ambil Maheshની ધરપકડ કેસની તપાસનો ઘટનાક્રમ

આ મામલે સીસીબીએ શરૂઆતમાં અરાસાકુમાર સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમ 7 અને કલમ 12 હેઠળ ગુનો નોંધ્યો હતો. 27 જૂનના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.

તેની પૂછપરછ અને તપાસ દરમિયાન તત્કાલીન શાળા શિક્ષણ મંત્રી અંબિલ મહેશ પોય્યામોઝી (Anbil Mahesh Poyyamozhi)ની સંડોવણી સામે આવી હોવાનું જણાવાયું છે.

શાળા શિક્ષણ મંત્રીની ધરપકડ કેસમાં ઈડીની તપાસ

તપાસ આગળ વધતાં સીસીબીની ટીમોએ 16 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈ અને ત્રિચીમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમાં પૂર્વ મંત્રી મહેશ સાથે સંકળાયેલા 4 સ્થળોનો પણ સમાવેશ થતો હતો. આ કાર્યવાહી દરમિયાન અનેક મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા હતા. 29 સપ્ટેમ્બરે પણ વધુ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

નાણાકીય ગેરરીતિઓ સામે આવતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 1 ઓક્ટોબરના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ મની લોન્ડરિંગ કેસ (money laundering case) પણ હવે તપાસ હેઠળ છે.


આ પણ વાંચો: છોટાઉદેપુરના કવાંટમાં કીચડભર્યા રસ્તે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનો કાફલો ફસાયો, JCBથી રસ્તો બનાવી પહોંચ્યા

આ પણ વાંચો: NEET પેપર લીક કેસ: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ, CJPની માંગણી પર સરકારે શું આપ્યો જવાબ?

આ પણ વાંચો: NEET 2027થી ઓનલાઈન થશે, પરીક્ષાનો સમય 15 મિનિટ વધશે: શિક્ષણ મંત્રી