Ahmedabad News/ સ્વચ્છ શહેર જોડીમાં અમદાવાદને મળ્યો ‘મેન્ટર સિટી’નો એવોર્ડ, રાષ્ટ્રપતિના હસ્તે સન્માન

સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ નીતિના આધારે અમદાવાદ(Ahmedabad)ને મેન્ટર સિટી તરીકે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત થયો

Gujarat Top Stories Ahmedabad Breaking News
ahmedabad

Ahmedabad News:  દેશના સૌથી વિકસિત અને ગતિશીલ મહાનગરોમાં સ્થાન ધરાવતા અમદાવાદ(Ahmedabad) શહેરે સ્વચ્છતાના ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્વચ્છ શહેર જોડીમાં અમદાવાદને ‘મેન્ટર સિટી'(Mentor City) તરીકેનું ગૌરવવંતુ સન્માન પ્રાપ્ત થયું છે. આ રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે અમદાવાદ શહેરને એનાયત કરવામાં આવ્યો છે, જે સમગ્ર ગુજરાત માટે ગર્વની ક્ષણ સમાન છે.

Ahmedabad : ‘Reduce, Reuse, Recycle’ નીતિનું ઉત્કૃષ્ટ પરિણામ

સ્વચ્છ સર્વેક્ષણ(Swachh Survekshan) અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાએ કચરાના યોગ્ય સંચાલન માટે અપનાવેલી ‘રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ'(Reduce Reuse Recycle) નીતિના સફળ અમલીકરણને કારણે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. શહેરને ‘ઝીરો વેસ્ટ સિટી'(Zero Waste City) તરફ લઈ જવા માટે તંત્ર દ્વારા થઈ રહેલી ઉત્તમ કામગીરીની રાષ્ટ્રીય સ્તરે સરાહના કરવામાં આવી છે.

કમિશનર બંછાનિધિ પાનીની પ્રતિક્રિયા

આ મોટી ઉપલબ્ધિ અંગે AMC કમિશનર(AMC Commissioner) બંછાનિધિ પાનીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આ એવોર્ડનો તમામ શ્રેય શહેરના સમર્પિત સફાઈ કર્મીઓની અથાક મહેનતને આપ્યો હતો અને તમામ સફાઈ કામદારોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. કમિશનરે જણાવ્યું હતું કે આગામી સમયમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીની આ કામગીરીને વધુ વેગવંતી અને ગતિમાન બનાવવામાં આવશે.


આ પણ વાંચો: અમદાવાદ મહાનગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણ 2025-26ના એવોર્ડ સમારોહમાં ભાગ લેવા દિલ્હી પહોંચી

આ પણ વાંચો: સોસાયટીમાં દિવાળી ઉજવતા પરિવારો પર હુમલો, અમદાવાદના એમ્પાયર સ્કાયવ્યુ બહાર અથડામણમાં 5 ને ઈજા

આ પણ વાંચો: અમદાવાદ-ઉદેપુર હાઇવે પર કારનો અકસ્માત, ઓવરબ્રિજ પર પલટી જતાં ચાર ઇજાગ્રસ્ત