Jammu Kashmir News/ કુલગામ CRPF પર હુમલાની જવાબદારી નવા સંગઠને લીધી, RSSને ધમકી

કુલગામમાં CRPF જવાનો પર થયેલા હુમલા (Kulgam CRPF Attack)લબાદ ‘પસદરન-એ-હુર્રિયત કાશ્મીર’ (Pasdaran-e-Hurriyat Kashmir)સંગઠને એક નોટિસ જાહેર કરીને તેની જવાબદારી સ્વીકારી છે

Top Stories India
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF જવાનો પર થયેલા આતંકવાદી હુમલાને (Kulgam CRPF Attack)લઈને મોટો ખુલાસો થયો છે

Jammu Kashmir News : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF જવાનો પર થયેલા આતંકવાદી હુમલાને (Kulgam CRPF Attack)લઈને મોટો ખુલાસો થયો છે. અત્યાર સુધી આ હુમલા પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ હવે ‘પસદરન-એ-હુર્રિયત કાશ્મીર’ (Pasdaran-e-Hurriyat Kashmir)નામના સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી છે. સંગઠને એક નોટિસ જાહેર કરીને આગામી દિવસોમાં RSS અને હિન્દુત્વ શાસનને નિશાન (RSS Threat)બનાવીને વિનાશક હુમલાઓ કરવાની ધમકી પણ આપી છે.

કુલગામમાં થયેલા આ હુમલામાં ત્રણ CRPF જવાનો (CRPF Soldiers)ઘાયલ થયા હતા. તેમાંથી એક જવાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી

કુલગામમાં CRPF જવાનો પર થયેલા હુમલા (Kulgam CRPF Attack)લબાદ ‘પસદરન-એ-હુર્રિયત કાશ્મીર’ (Pasdaran-e-Hurriyat Kashmir)સંગઠને એક નોટિસ જાહેર કરીને તેની જવાબદારી સ્વીકારી છે. સંગઠને પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે કુલગામ જિલ્લામાં CRPF જવાનો (CRPF Soldiers)પર કરવામાં આવેલો હુમલો તેના દ્વારા કરવામાં આવ્યો હતો.

નોટિસમાં સંગઠને હિન્દુત્વ શાસન અને RSS વિરુદ્ધ આક્રમક ભાષાનો (RSS Threat)ઉપયોગ કરીને આગામી દિવસોમાં વધુ હુમલાઓ કરવાની ચેતવણી આપી છે. તેણે કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષાની સ્થિતિને પડકારવાનો પ્રયાસ પણ કર્યો છે.

નોંધનીય છે કે કાશ્મીર ખીણમાં આતંકવાદી પ્રવૃત્તિઓના સંદર્ભમાં આ સંગઠનનું નામ પહેલીવાર સામે આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેના પ્રવક્તા તરીકે મોહમ્મદ ઉમર અઝમનું નામ સામે આવ્યું છે. જોકે, સંગઠનના દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

RSS અને હિન્દુત્વ શાસનને નિશાન બનાવવાની ધમકી

સંગઠને જાહેર કરેલી નોટિસમાં આગામી દિવસોમાં વિનાશક હુમલાઓની નવી લહેર શરૂ કરવાની ધમકી આપી છે. નોટિસમાં RSS અને હિન્દુત્વ શાસનને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે.

સંગઠને દાવો કર્યો છે કે તેની પ્રવૃત્તિઓ આગળ પણ ચાલુ રહેશે. આ ધમકીને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની વિશ્વસનીયતા, સંગઠનનું નેટવર્ક અને સંભવિત આતંકવાદી કાવતરાંની તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.

AK-47થી સજ્જ બે આતંકવાદીઓએ કર્યો હતો હુમલો

મળતી માહિતી પ્રમાણે, કુલગામના અખરાન વિસ્તારમાં બપોરના સમયે AK-47થી સજ્જ બે આતંકવાદીઓએ CRPFની ટીમને નિશાન બનાવી હતી. અચાનક થયેલા આ હુમલામાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. હુમલા બાદ બંને આતંકવાદીઓ નજીકના જંગલ વિસ્તારમાં ભાગી છૂટ્યા હતા.

ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આતંકવાદીઓ ભાગી ન જાય તે માટે વિવિધ સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. વાહનોની સઘન તપાસ પણ કરવામાં આવી રહી છે. કટરાથી જમ્મુ અને કુલગામથી કિશ્તવાડ સુધી સુરક્ષા વ્યવસ્થા (Jammu Kashmir Security)વધુ કડક બનાવવામાં આવી છે.

BSF, પોલીસ અને SOGનું સર્ચ ઓપરેશન

આતંકવાદીઓને ઝડપી પાડવા માટે BSF, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમે પણ પુરાવા એકત્રિત કર્યા છે.

આ ઉપરાંત, આસપાસની દુકાનો અને અન્ય સ્થળોના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે સ્થાનિક લશ્કર કમાન્ડર મોહમ્મદ લતીફ ભટ પણ આ હુમલામાં સામેલ હોઈ શકે છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

હાલ સુરક્ષા દળોનું મુખ્ય ધ્યાન ફરાર આતંકવાદીઓને શોધવા અને વિસ્તારમાં કોઈ અન્ય હુમલાનું કાવતરું ન ઘડાય તે સુનિશ્ચિત કરવા પર છે.


આ પણ વાંચો : દિલ્હી આતંકવાદી હુમલાનો ખુલાસો…ભારતના ચાર શહેરોમાં IED વિસ્ફોટનો પ્લાન, આઠ શંકાસ્પદોનું કાવતરું

આ પણ વાંચો :  “આતંકવાદી હુમલાઓ પછી ભારત હવે ચૂપ નથી રહેતું, પરંતુ…” PM મોદી વિશ્વને એક શક્તિશાળી સંદેશ આપ્યો

આ પણ વાંચો : પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોની હત્યામાં આતંકવાદીઓને મદદ કરનાર વ્યક્તિની ધરપકડ