india news/ કેજરીવાલ અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી: લોરેન્સ ગેંગના નામે રૂ.7 કરોડની ખંડણી માગ્યાની ફરિયાદ

AAP ધારાસભ્ય જરનૈલ સિંહની ફરિયાદ મુજબ, લોરેન્સ ગેંગના નામે અરવિંદ કેજરીવાલ પાસેથી રૂ.7 કરોડ માગી તેમની દીકરીને પણ જાનથી મારી નાખવાની ધમકી (Arvind Kejriwal Threat) અપાઈ.

Top Stories India Breaking News
Arvind Kejriwal Threat: લોરેન્સ ગેંગના નામે કેજરીવાલને ધમકીભર્યો ફોન: ₹7 કરોડની ખંડણી

India News: આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય જરનૈલ સિંહે અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારને લોરેન્સ ગેંગના નામે ધમકી (Arvind Kejriwal Threat) મળ્યાની ફરિયાદ પોલીસને કરી છે. ફરિયાદ મુજબ, એક અજાણી વ્યક્તિએ ફોન અને વોટ્સએપ મેસેજ દ્વારા કેજરીવાલ પાસેથી રૂ. 7 કરોડની ખંડણી માગી હતી. ખંડણી નહીં આપવામાં આવે તો અરવિંદ કેજરીવાલ અને તેમની દીકરી હર્ષિતા કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી (Lawrence Gang Threat) આપવામાં આવી હતી. આ મામલે મોહાલીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

Arvind Kejriwal Threat: 6 નવેમ્બરે ફોન અને વોટ્સએપ મેસેજ આવ્યો

દિલ્હીના તિલક નગરના AAP ધારાસભ્ય જરનૈલ સિંહે પોલીસને આપેલી લેખિત ફરિયાદ મુજબ, 6 નવેમ્બર 2026ના રોજ સાંજે આશરે 6 વાગ્યે તેમના પર્સનલ મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. આ સાથે વોટ્સએપ પર પણ ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. વોટ્સએપ પ્રોફાઇલમાં ‘~ $H’ નામ દેખાતું હતું.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફોન કરનારે પોતાને લોરેન્સ ગેંગનો સભ્ય ગણાવ્યો હતો. તેણે અરવિંદ કેજરીવાલને રૂ. 7 કરોડ (7 Crore Extortion) આપવા કહેવાનો સંદેશ આપ્યો હતો. સાથે જ ખંડણી નહીં મળે તો કેજરીવાલ અને તેમની દીકરી હર્ષિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ધારાસભ્યએ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી

જરનૈલ સિંહે મોહાલીના SSPને કરેલી ફરિયાદમાં અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે કેજરીવાલ રાષ્ટ્રીય સ્તરના રાજકીય નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આવી ધમકીને તેમણે જાહેર અને રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર ગણાવી છે.

મોબાઇલ નંબર અને લોકેશનની તપાસની માગ

ધારાસભ્યએ પોલીસ સમક્ષ અજાણ્યા વ્યક્તિના મોબાઇલ નંબરના કોલ ડિટેલ રેકોર્ડ (CDR), IP લોગ અને લોકેશનની તપાસ કરવાની માગ કરી છે. આરોપીને વહેલી તકે શોધી ધરપકડ કરવા ઉપરાંત અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા પણ રજૂઆત કરી છે. ફરિયાદના આધારે મોહાલી સાયબર ક્રાઇમ (Mohali Cyber Crime ) પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: લોરેન્સ ગેંગના નિશાને પંજાબી મોડલ! હિમાંશી ખુરાનાને જાનથી મારી નાખવાની ધમકી

આ પણ વાંચો: લોરેન્સ ગેંગ અને પાકિસ્તાની ડોન આમને-સામને

આ પણ વાંચો: અભિનેતા રણવીર સિંહને લોરેન્સ ગેંગની ધમકી