New Delhi News/ અદાણીના હાથ લાગ્યો ચિલીનો ‘કોપર ખજાનો’, અમેરિકા-ચીનની વધશે ચિંતા!

અદાણી ગ્રુપની કચ્છ કોપર લિમિટેડે ચિલીની સરકારી કંપની Codelco સાથે Kaburkaala કોપર પ્રોજેક્ટ માટે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. કોપરની વધતી વૈશ્વિક માંગ વચ્ચે આ ડીલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Trending India
Adani Copper Deal: અદાણીને ચિલીમાં મળ્યો મોટો કોપર પ્રોજેક્ટ

New Delhi News: ભારતમાં તાંબાની માંગ (Copper Demand in India) ઝડપથી વધી રહી છે. ભારતમાં કોપરની માંગ અને ઉત્પાદન વચ્ચે મોટો તફાવત છે. દેશમાં મુખ્યત્વે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડમાં કોપરનું ઉત્પાદન થાય છે. જોકે, સ્થાનિક ઉત્પાદનની સરખામણીમાં દેશની ખપત વધારે હોવાથી ભારતીય કંપનીઓને વિદેશમાંથી રૉ કોપર આયાત કરવું પડે છે.

ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો, રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર વધવાની સાથે આગામી વર્ષોમાં કોપરની માંગમાં પણ વધારો થવાની શક્યતા છે. અંદાજ મુજબ 2030 સુધીમાં ભારતમાં કોપરની માંગ 32.4 લાખ ટન સુધી પહોંચી શકે છે.

આ સ્થિતિમાં વૈશ્વિક કોપર સપ્લાય ચેઇનમાં અદાણી ગ્રુપની હાજરી ભારત માટે પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બની શકે છે.

અદાણી અને Codelco વચ્ચે શું છે ડીલ?

Adani Copper Deal: અદાણીને ચિલીમાં મળ્યો મોટો કોપર પ્રોજેક્ટ
Adani Copper Deal: અદાણીને ચિલીમાં મળ્યો મોટો કોપર પ્રોજેક્ટ

આ પાર્ટનરશિપ હેઠળ અદાણી ગ્રુપ તરફથી મૂડી, ટેક્નોલોજી અને પ્રોજેક્ટ સંબંધિત નિષ્ણાતી પૂરી પાડવામાં આવશે. બીજી તરફ, (Codelco) પાસે કોપર એક્સપ્લોરેશનનો લાંબો જિયોલોજિકલ અને આંતરરાષ્ટ્રીય અનુભવ છે.

Kaburkaala પ્રોજેક્ટ ચિલીના (Antofagasta) વિસ્તારમાં આવેલો છે. આ વિસ્તાર વિશ્વના મહત્વપૂર્ણ કોપર ઉત્પાદન ક્ષેત્રોમાં સામેલ છે. અદાણી ગ્રુપ આ ભાગીદારી દ્વારા વૈશ્વિક સ્તરે એક સંકલિત અને વૈવિધ્યસભર કોપર વેલ્યુ ચેઇન ઊભી કરવા માગે છે.

અદાણી ગ્રુપ પાસે ગુજરાતના મુન્દ્રામાં કોપર સ્મેલ્ટિંગ કોમ્પ્લેક્સ પણ છે. તેથી ચિલીમાં કોપર એક્સપ્લોરેશન અને ભારતમાં પ્રોસેસિંગ ક્ષમતાને જોડીને કંપની પોતાના કોપર બિઝનેસને વધુ વિસ્તારી શકે છે.

કોપરની માંગ કેમ વધી રહી છે?

કોપરને આગામી દાયકાઓની મહત્વપૂર્ણ ધાતુ માનવામાં આવી રહી છે. ઈલેક્ટ્રિક વાહનો, પાવર ગ્રિડ, રિન્યુએબલ એનર્જી, ડેટા સેન્ટર, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોપરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

AI ના ઝડપી વિકાસને કારણે ડેટા સેન્ટર અને વીજળીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત વધી રહી છે. આ કારણે કોપરની માંગમાં પણ વધારો થવાની અપેક્ષા છે. અંદાજ મુજબ 2026માં વૈશ્વિક કોપરની વાર્ષિક માંગ આશરે 3.4 કરોડ ટન રહી શકે છે, જે 2050 સુધીમાં 5 કરોડ ટનથી વધુ થઈ શકે છે.

દુનિયામાં સૌથી વધુ કોપર ક્યાં બને છે?

વિશ્વમાં કોપરનું સૌથી મોટું ઉત્પાદન ચિલીમાં થાય છે. ચિલીનું વાર્ષિક કોપર ઉત્પાદન આશરે 53 લાખ મેટ્રિક ટન છે. ત્યારબાદ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો આશરે 33 લાખ ટન ઉત્પાદન સાથે બીજા ક્રમે આવે છે.

પેરુમાં આશરે 26 લાખ ટન, ચીનમાં 18 લાખ ટન, ઈન્ડોનેશિયામાં 11 લાખ ટન અને અમેરિકામાં લગભગ 11 લાખ ટન વાર્ષિક કોપર ઉત્પાદન થાય છે. આ સિવાય રશિયા, ઓસ્ટ્રેલિયા, કઝાકિસ્તાન અને મેક્સિકો પણ મોટા ઉત્પાદક દેશોમાં સામેલ છે.

ભારત માટે પણ કોપર કેમ મહત્વનું છે?

Adani Copper Deal: અદાણીને ચિલીમાં મળ્યો મોટો કોપર પ્રોજેક્ટ
Adani Copper Deal: અદાણીને ચિલીમાં મળ્યો મોટો કોપર પ્રોજેક્ટ

ભારતમાં કોપરની માંગ અને ઉત્પાદન વચ્ચે મોટો તફાવત છે. દેશમાં મુખ્યત્વે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડમાં કોપરનું ઉત્પાદન થાય છે. જોકે, સ્થાનિક ઉત્પાદનની સરખામણીમાં દેશની ખપત વધારે હોવાથી ભારતીય કંપનીઓને વિદેશમાંથી રૉ કોપર આયાત કરવું પડે છે.

(Copper Demand in India) આગામી વર્ષોમાં વધુ ઝડપથી વધવાની શક્યતા છે. ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો, રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર વધવાની સાથે કોપરની જરૂરિયાતમાં પણ વધારો થવાની ધારણા છે. અંદાજ મુજબ 2030 સુધીમાં ભારતમાં કોપરની માંગ 32.4 લાખ ટન સુધી પહોંચી શકે છે.

આ સ્થિતિમાં વૈશ્વિક કોપર સપ્લાય ચેઇનમાં અદાણી ગ્રુપની હાજરી ભારત માટે પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બની શકે છે. ચિલી જેવા મોટા કોપર ઉત્પાદક દેશ સાથેની ભાગીદારીથી ભારતની વધતી ભારતમાં તાંબાની માંગ (Copper Demand in India)  ને પહોંચી વળવા લાંબા ગાળે મદદ મળી શકે છે.

અમેરિકા અને ચીન માટે કોપર કેમ મહત્વનું?

કોપર હવે માત્ર ઔદ્યોગિક કાચો માલ નથી રહ્યો. અમેરિકા તેને મહત્વપૂર્ણ ખનિજોમાં સામેલ કરી ચૂક્યું છે અને તેને વ્યૂહાત્મક સંસાધન તરીકે જોવામાં આવી રહ્યું છે. અમેરિકામાં રિફાઇન્ડ કોપર પર ટેરિફની સંભાવનાને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, ચીન વિશ્વમાં કોપરનો સૌથી મોટો ગ્રાહક છે. વૈશ્વિક રિફાઇન્ડ કોપર વપરાશમાં ચીનનો હિસ્સો આશરે 60 ટકા હોવાનું કહેવાય છે. AI બૂમ, ગ્રીન એનર્જી અને ઈલેક્ટ્રિફિકેશનને કારણે ચીન સહિત અનેક દેશોમાં કોપરની માંગ વધી રહી છે.

કોપરની માંગ ઝડપથી વધી રહી છે ત્યારે નવી ખાણો અને નવા ભંડારોમાંથી સપ્લાય વધારવી સરળ નથી. આ કારણે ભવિષ્યમાં કોપર વૈશ્વિક અર્થતંત્ર અને ટેક્નોલોજી ક્ષેત્ર માટે વધુ મહત્વપૂર્ણ બની શકે છે.

Adani Copper Deal ને આ જ સંદર્ભમાં જોવામાં આવે તો ચિલી સાથેની આ ભાગીદારી અદાણી ગ્રુપને વૈશ્વિક કોપર સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત સ્થાન અપાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે.


આ પણ વાંચો:અદાણીની કંપનીનો નફો 148% ઉછળ્યો, છતાં શેરમાં ઘટાડો! જાણો શું છે કારણ

આ પણ વાંચો:કોલકાતામાં અદાણીનો મોટો ધમાકો, ₹4,000 કરોડથી બનશે શાનદાર હોસ્પિટલ

આ પણ વાંચો:યુરોપના ઊર્જા અને બંદર ક્ષેત્રમાં અદાણીની એન્ટ્રી, 8 ટર્મિનલ્સ પર મળશે નિયંત્રણ