Ahmedabad News/ અમદાવાદીઓ ધ્યાન આપજો! રોડથી મલ્ટીલેવલ પાર્કિંગ સુધીના ચાર્જ વધશે, જાણો નવો નિયમ

અમદાવાદમાં ડિસેમ્બરથી પે એન્ડ પાર્કિંગના નવા દર (AMC Parking Charges) લાગુ થશે. રોડ, બ્રિજ નીચે, પ્લોટ અને મલ્ટીલેવલ પાર્કિંગ માટે અલગ ચાર્જ નક્કી કરાયા છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News
AMC Parking Charges: ડિસેમ્બરથી પાર્કિંગના નવા દર

Ahmedabad News: અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા અને પાર્કિંગ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પે એન્ડ પાર્કિંગના દરમાં વધારો (AMC Parking Charges) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ રોડ પર, બ્રિજની નીચે, પ્લોટ અને મલ્ટીલેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરવા માટે અલગ-અલગ ચાર્જ ચૂકવવો પડશે. ખાસ કરીને વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં પાર્કિંગનો દર વધારે રાખવામાં આવ્યો છે. નવા દર આગામી ડિસેમ્બર મહિનાથી અમલી બનશે.

AMC Parking Charges: પાર્કિંગના પ્રકાર અને વિસ્તાર પ્રમાણે અલગ ચાર્જ

નવી વ્યવસ્થા મુજબ મલ્ટીલેવલ પાર્કિંગ અને પ્લોટમાં આવેલા પે એન્ડ પાર્કિંગમાં ટુ-વ્હીલર માટે ઓછામાં ઓછા રૂ.10 ચૂકવવા પડશે. જ્યારે રોડ પર અને બ્રિજની નીચે (Ahmedabad Parking Rules) આવેલા પાર્કિંગમાં શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રથમ કલાક માટે રૂ.10 અને પશ્ચિમ વિસ્તારમાં રૂ.15નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

બીજી તરફ, શહેરના વધુ ટ્રાફિક અને ગીચતા ધરાવતા વિસ્તારોમાં પ્રથમ કલાક માટે ઓછામાં ઓછા રૂ.20 પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. આ રીતે પાર્કિંગના સ્થળ અને વિસ્તાર પ્રમાણે અલગ-અલગ દર નક્કી કરવામાં આવ્યા છે.

હવે ત્રણ વર્ષ બાદ પાર્કિંગના દરની સમીક્ષા થશે

સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય કમલેશ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં પાર્કિંગ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા અને દરમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે પાર્કિંગની લાઇસન્સ ફી તથા દરના પુનઃનિર્ધારણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંતર્ગત ઓફ-સ્ટ્રીટ પાર્કિંગ, ઓન-સ્ટ્રીટ પાર્કિંગ અને વધુ ગીચતા ધરાવતા વિસ્તારો માટે દર નક્કી કરવામાં આવ્યા છે. પાર્કિંગ નીતિ હેઠળ હવે દર ત્રણ વર્ષે પાર્કિંગના દરની સમીક્ષા કરવામાં આવશે.

જૂના કોન્ટ્રાક્ટરોને પણ નવા દર લાગુ કરવા સમજાવાશે

હાલમાં શહેરમાં કેટલીક પાર્કિંગ જગ્યાઓના કોન્ટ્રાક્ટ જૂના દરે ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં નવી પાર્કિંગ જગ્યાઓ પર સુધારેલા દર લાગુ કરવામાં આવે અને જૂની જગ્યાઓ પર જૂના દર જ ચાલુ રહે તો નજીકનાં બે પાર્કિંગ સ્થળોએ અલગ-અલગ ચાર્જ વસૂલવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. તેનાથી નાગરિકોને અસુવિધા થવાની શક્યતા છે.

આ સમસ્યા ટાળવા માટે કોર્પોરેશન જૂના કોન્ટ્રાક્ટરો સાથે પણ બેઠક યોજીને નવા દર લાગુ કરવા અંગે ચર્ચા કરશે. હાલમાં કોર્પોરેશનને ચૂકવવામાં આવતી લાઇસન્સ ફીમાં કેટલો વધારો કરી શકાય તે અંગે કોન્ટ્રાક્ટરો સાથે પરામર્શ કરીને નિર્ણય લેવામાં આવશે.

કોન્ટ્રાક્ટની બાકી મુદત પ્રમાણે લાઇસન્સ ફી નક્કી થશે

કોર્પોરેશન દ્વારા લાઇસન્સ ફીમાં વધારો કરતી વખતે કોન્ટ્રાક્ટની બાકી મુદતને પણ ધ્યાનમાં લેવામાં આવશે. ઉદાહરણ તરીકે, અગાઉ કોઈ પાર્કિંગમાં પ્રતિ વાહન રૂ.10નો ચાર્જ હતો અને નવા દર મુજબ તે રૂ.15 કરવામાં આવે તો લાઇસન્સ ફીમાં (New Parking Rates) પણ તે પ્રમાણે ફેરફાર કરવામાં આવશે.

જો કોઈ કોન્ટ્રાક્ટની મુદત પૂરી થવામાં એક મહિનો કે એક વર્ષ બાકી હોય તો બાકી રહેલા સમયગાળાને ધ્યાનમાં રાખીને પ્રોરેટા પદ્ધતિથી નવી લાઇસન્સ ફી (On Street Parking) નક્કી કરવામાં આવશે. આ વ્યવસ્થાનો હેતુ શહેરનાં તમામ પાર્કિંગ સ્થળોએ દરમાં એકસૂત્રતા લાવવાનો અને કોર્પોરેશનની આવકમાં વધારો કરવાનો છે.


આ પણ વાંચો: અમદાવાદ મેટ્રો: 10 સ્ટેશનો પર ₹100 સુધી પાર્કિંગ ચાર્જ

આ પણ વાંચો: AMCના પ્લોટ ભાડે લેનાર માટે મોટો નિયમ, નામ-મોબાઈલ નંબર સાથે બોર્ડ લગાવવું ફરજિયાત

આ પણ વાંચો: અમદાવાદ CG રોડ પર સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ શરૂ, QR પેમેન્ટ બાદ જ કાર અનલોક થશે